Home >> Business >> Latest News
 • દેશમાં રેકોર્ડબ્રેક ગરમી અને પેટ્રોલના દઝાડતા ભાવઃ પહેલીવાર પેટ્રોલ રૂ.85ની પાર
  નવી દિલ્હીઃ દેશમાં અત્યારે ગરમી અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ ઊંચાઇના રેકોર્ડ સર્જી રહ્યા છે. અમદાવાદ સહિત દેશના 23 શહેરોમાં ગરમી 45 ડિગ્રી વટાવી ગઇ છે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડની લગાતાર વધતી જતી કિંમતના કારણે દેશમાં પેટ્રોલની કિંમત પહેલીવાર 85 રૂપિયાને પાર પહોંચી ગઇ છે. ડીઝલ પણ 73 રૂપિયાના ઐતિહાસિક સ્તરે વેચાઇ રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ગુરુવારે પેટ્રોલનો ભાવ ગઇકાલે રૂ.84.99 હતો તે ગુરુવારે 30 પૈસા વધીને રૂ.85.29ના લેવલ પર પહોંચી ગયો છે. મુંબઇમાં ડીઝલ પણ રૂ.72.99ના ભાવે...
  May 24, 05:34 PM
 • અબજોપતિઓની સંખ્યામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે, સૌથી ધનિક દેશ તરીકે છઠ્ઠા નંબરે
  નવી દિલ્હીઃ અબજોપતિઓની સંખ્યામાં ભારત હવે દુનિયામાં ત્રીજા નંબરે છે. ભારતમાં અત્યારે 119 અબજોપતિઓ છે અને આવનારા 10 વર્ષમાં વધુ 238 લોકો આ ક્લબમાં સામેલ થશે. આ વાત એએફઆર એશિયા બેન્ક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રીવ્યુ રીપોર્ટમાં જણાવવામાં આવી છે. રીપોર્ટ અનુસાર, 2027 સુધીમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 357 થઇ જવાની ધારણા છે. અન્ય દેશોની વાત કરીએ તો ચીનમાં આગામી 10 વર્ષમાં 448 લોકો અબજોપતિની યાદીમાં આવશે. અબજોપતિઓની કેટેગરીમાં એવા લોકો છે કે જેમની નેટ એસેટ 100 કરોડ ડોલર એટલે કે 6847 કરોડ રૂપિયા કે તેનાથી વધારે...
  May 23, 07:47 PM
 • પેટ્રોલ 9 દિવસમાં રૂ.2.24 મોંઘુ થયું, આ સપ્તાહમાં સરકાર લઇ શકે છે પગલાં
  નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોને અંકુશમાં લેવા માટે સરકાર આ સપ્તાહમાં કેટલાક પગલાં લઇ શકે છે. જોકે, એ સ્પષ્ટ નથી કે સરકાર તે માટે ક્યા પગલાં લેશે. છેલ્લા નવ દિવસમાં પેટ્રોલ 2.24 રૂપિયા અને ડીઝલ રૂ.2.15 મોંઘુ થયું છે. દિલ્હીમાં મંગળવારના રોજ ડીઝલની કિંમત 30 પૈસા વધીને રૂ.68 પ્રતિ લીટર પર પહોંચી ગયું હતું. જ્યારે પેટ્રોલમાં 30 પૈસાની તેજી રહી અને રૂ.76.87 પ્રતિ લીટરે વેચાયું. દેશમાં સૌથી ઊંચા ભાવ મુંબઇમાં છે. નાણા મંત્રાલયે પેટ્રોલિયમ મંત્રાલય સાથે કરી વાતચીત -એક અધિકારીના જણાવ્યા...
  May 22, 07:44 PM
 • ભાવમાં રાહત આપવા પેટ્રોલિયમને GST હેઠળ લાવોઃ IOCL ચેરમેન
  નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને તે છેલ્લા પાંચ વર્ષના ટોચના સ્તરે પહોંચી ગયા છે. મોદી સરકારની આ માટે ખૂબ ટીકા થઇ રહી છે. સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકીને ભાવમાં રાહત આપવા તૈયાર નથી. ત્યારે દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ના ચેરમેન સંજીવ સિંહે સરકાર પાસે માંગણી કરી છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટીની હેઠળ લાવવામાં આવે. ઘણા દિવસોથી કહેવાય છે કે સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવશે. જો...
  May 22, 06:04 PM
 • HSBC બ્લેકમની લિસ્ટઃ EDએ જપ્ત કરી ડાબરના બર્મનની રૂ.20.87 કરોડની સંપત્તિ
  નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ ફેમા તપાસના કનેક્શનમાં ડાબર ગ્રુપના ડાયરેક્ટર પ્રદીપ બર્મનની રૂ.20.87 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી થોડા વરસો પહેલા બહાર આવેલી એચએસબીસીની બ્લેકમની લિસ્ટની તપાસ પછી કરવામાં આવી છે. ઇડીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની જોગવાઇ હેઠળ આ કાર્યવાહી કરી છે. 50 હજાર બોન્ડ પણ જપ્ત ઇડીએ હુડકો અને આઇએરએફસીના 50,000 ટેક્સ ફ્રી બોન્ડ્સ સહિતની વિવિધ એસેટ્સ જપ્ત કરી છે. એજન્સીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાઇલ થયેલી ચાર્જશીટના આધાર પર...
  May 22, 04:29 PM
 • પેટ્રોલનો 1 લિટરનો ભાવ રૂ.75, કેન્દ્ર અને રાજ્યની કમાણી રૂ.36
  નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ 80 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. મોદી સરકાર દાવો કરી રહી છે કે બધું ક્રૂડના કારણે થઈ રહ્યું છે. પરંતુ તે સંપૂર્ણ હકીકત નથી. ક્રૂડના સ્થિર ભાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો તેનું મોટું કારણ છે ક્રૂડ પર લાગેલા અનેક પ્રકારના ટેક્સ. ટેક્સના કારણે 1 લિટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારને 36 રૂપિયા સુધીની કમાણી થઈ રહી છે. આઈઓસી મુજબ 21 મેના દિવસે ડીલરોને 37.19 રૂપિયામાં પ્રતી લિટર પેટ્રોલ અપાયું હતું. ત્યાર બાદ 25.44 ટકા...
  May 22, 02:27 AM
 • EPFO: જે કંપનીમાં કર્મચારીનો પગાર ખૂબ ઓછો હશે તેની તપાસ થશે
  નવી દિલ્હીઃ જો કોઇ કંપની કે એસ્ટાબ્લિશમેન્ટમાં મોટા પાયે કર્મચારીઓની સેલેરી સામાન્ય કરતા ઘણી ઓછી હશે તો સરકાર તેની તપાસ કરશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ એમ્પ્લોયર્સ દ્વારા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં કન્ટ્રીબ્યુશન સંપૂર્ણ વર્કિંગ પીરિયડ પર સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય કર્યો છે. ઇપીએફઓ આ માટે દરેક એસ્ટાબ્લિશમેન્ટના વેજ એનાલિસિસ રીપોર્ટ તૈયાર કરાવશે. ઇપીએફઓ આ રીપોર્ટના આધાર પર એવી કંપનીઓ કે એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરાવશે કે જ્યાં કર્મચારીઓની સેલરી અત્યંત ઓછી છે અથવા...
  May 21, 03:07 PM
 • Jioએ ભારતીય માર્કેટ માટે સ્ક્રિન્ઝ સાથે ભાગીદારીની જાહેરાત કરી
  અમદાવાદઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો)એ ભારતીય બજાર માટે સ્ક્રિન્ઝ સાથે ભાગીદારી કરી હોવાનીજાહેરાત કરી હતી. સ્ક્રિન્ઝ વિશ્વ સ્તરે ટોચના પ્રસારણકર્તાઓ દ્વારા ઉપયોગોમાં લેવામાં આવતું મનોરંજન આધારીત આદાન-પ્રદાન માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. આ ભાગીદારીથી જિયોની વર્તમાનમાં ચાલી રહેલી જિયો ક્રિકેટ પ્લે અલોંગ ગેમીફિકેશન પ્લેટફોર્મમાં ઉમેરો થશે. હાલમાં જિયો ક્રિકેટ પ્લે અલોંગમાં 6.5 કરોડથી વધારે લોકો ક્રિકેટની સાથે રમી રહ્યા છે. આ ઉપરાંત જિયો કૌન બનેગા કરોડપતી પ્લે અલોંગ...
  May 17, 09:13 PM
 • મુકેશ અંબાણી ઇચ્છે તો પણ નાના ભાઇને નહિ કરી શકે મદદ, દેવાળિયા તરફ ધકેલાઇ Rcom
  નવી દિલ્હીઃ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ એટલે કે NCLTએ અનિલ અંબાણીના નેતૃત્વની રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) સામે બેન્કરપ્સી (દેવાળિયા)ની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. NCLTના આ નિર્ણયથી અનિલ અંબાણીની એ યોજનાને ફટકો લાગ્યો છે જેમાં તેઓ આરકોમની વાયરલેસ એસેટ્સને પોતાના મોટા ભાઇ મુકેશ અંબાણીની માલિકીની જિયો ઇન્ફોકોમને રૂ.18,000 કરોડમાં વેચવા માગતા હતા. આરકોમને દેવામાંથી ઉગારવા માટે મુકેશ અને અનિલ અંબાણીની કંપનીઓ વચ્ચે આ ડીલ થઇ રહી હતી. જોકે, હવે એવું લાગે છે કે મુકેશ અંબાણી ઇચ્છે તો પણ નાના ભાઇને...
  May 17, 07:13 PM
 • દેશમાં 279.51 મિલિયન ટન ખાદ્યાન્નના રેકોર્ડ ઉત્પાદનનું અનુમાન
  નવી દિલ્હીઃ કૃષિ, સહયોગ અને ખેડૂત કલ્યાણ વિભાગે વર્ષ 2017-18ના મુખ્ય પાકોના ઉત્પાદનનું ત્રીજુ એડવાન્સ અનુમાન જાહેર કર્યું છે. 2017નું ચોમાસુ સામાન્ય રહેવાની સાથે સરકારની વિવિધ નીતિગત પહેલાના કારણે દેશમાં ચાલુ વર્ષ દરમિયાન રેકોર્ડ ખાદ્યાન્ન પેદા થયું છે. વર્ષ 2017-18 માટે ત્રીજા એડવાન્સ અનુમાનો પ્રમાણે, દેશમાં કુલ ખાદ્યાન્ન ઉત્પાદન 279.51 મિલિયન ટન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જે વર્ષ 2016-17 દરમિયાન 275.11 મિલિયન ટનના અગાઉના રેકોર્ડ ખાદ્યાન્ન ઉત્પાદનથી 4.40 મિલિયન ટન વધુ છે. ચાલુ વર્ષમાં આ અનુમાનિત...
  May 17, 05:16 PM
 • Twitter પર છવાઈ કર્ણાટક ચૂંટણી, 30 લાખથી વધુ થયા ટ્વિટ
  નવી દિલ્હીઃ ટિવટર પર છેલ્લા 3 સપ્તાહમાં કર્ણાટકમાં ચૂંટણી પર 30 લાખથી વધુ ટવીટ રજિસ્ટર થઇ છે. તેમાં ભાજપના પક્ષમાં રહેલી ટવીટ્સનો આંકડો 51 ટકા નોંધાયો છે. ટિવટરે બુધવારે જાહેર કર્યું કે 25 એપ્રિલથી 15 મેના ગાળામાં કોંગ્રેસના પક્ષમાં 42 ટકા ટવીટ થઇ હતી અને જનતા દલ સેક્યુલર (જેડીએસ)ના પક્ષમાં 7 ટકા ટવીટ થઇ હતી. ટવિટર ઇન્ડિયાના હેડ ઓફ પબ્લિક પોલીસી એન્ડ ગવર્નમેન્ટ મહિમા કૌલે જણાવ્યું કે આટલી બધી ટવીટ પછી કર્ણાટક ચૂંટણી ટવીટર પર સૌથી વધુ ચર્ચિત સ્ટેટ ઇલેક્શન બની છે. પ્રાઇમ મિનિસ્ટર મોદી રહ્યા સૌથી...
  May 16, 03:36 PM
 • રૂ.300ની નોકરી અને માલિકની પુત્રી સાથે લગ્ન, યેદિયુરપ્પા જીવ્યા છે આવી લાઇફ
  નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઊભરી છે. જીતનો દાવો કરનારી કોંગ્રેસ અને કિંગમેકર ગણાતી જનતા દલ સેક્યુલર (જેડીએસ) દોડમાં પાછળ રહી ગયા. રાજ્યના સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા પોતે એક બેઠક પર ચૂંટણી હારી ગયા છે. ભાજપને મળેલી સફળતા પાછળ આ બીએસ યેદિયુરપ્પાનો સૌથી મોટો હાથ છે. કર્ણાટકમાં ભાજપનો સૌથી મોટો ચહેરો હોવા સાથે તેઓ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં 2008માં ભાજપને દક્ષિણ ભારતમાં પોતાની...
  May 15, 07:38 PM
 • કર્મચારીઓના પેન્શન માટે અનિવાર્ય નથી આધાર, સરકારે કરી સ્પષ્ટતા
  નવી દિલ્હીઃરાજ્યકક્ષાના પર્સોલન મિનિસ્ટર જિતેન્દ્રસિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન લેવા માટે આધાર કાર્ડ અનિવાર્ય નથી. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી ઓફ વોલ્યુન્ટ્રી એજન્સીસની 30મી મીટિંગ દરમિયાન તેમણે કહ્યું કે આધાર બેન્કમાં ગયા વિના લાઇફ સર્ટિફિકેટ જમા કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ માટે અપાયેલી વધારાની સુવિધા છે. પેન્શન લેવામાં મુશ્કેલીના સમાચારો બાદ સફાઇ તેમનો આ દાવો એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે હમણાં બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક નહિ હોવાના કારણે કેટલાક...
  May 15, 03:23 PM
 • PNB ફ્રોડ: CBIની પહેલી ચાર્જશીટ દાખલ, અલ્હાબાદ બેંકનાં CEOનું નામ
  નવી દિલ્હીઃ પીએનબીમાં રૂ.13,000 કરોડના ફ્રોડ કેસમાં સીબીઆઇએ સોમવારે મુંબઇની સ્પેશ્યલ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી. તેમાં બેન્કના પૂર્વ પ્રમુખ ઉષા અનંતસુબ્રમણ્યન અને અન્ય કેટલાક અધિકારીઓના નામ સામેલ છે. ઉષા હાલ અલ્હાબાદ બેન્કના સીઇઓ એમડી છે. ઉલ્લેખનીય છે કે દેશના બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટી છેતરપીંડી ફેબ્રુઆરીની શરૂઆતમાં બહાર આવી હતી. તપાસ એજન્સીઓએ હીરાના વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સહિત અન્યોને આરોપી બનાવ્યા હતા. કેસ દાખલ થાય તે પહેલા જ બંને વિદેશ ફરાર થઇ ગયા હતા....
  May 14, 05:17 PM
 • ભારતમાં પણ હવે શુગર બેબીનો ટ્રેન્ડ, સોબત માટે ધનિકોનો છે ખાસ શોખ
  નવી દિલ્હીઃ અમીરોની આ નવી ગેમમાં હવે ડેટિંગનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે. આ ગેમમાં ભારતના મોટા શહેરોની યુવતીઓની પણ એન્ટ્રી થઇ છે. રીપોર્ટસને માનીએ તો ધનિકોની આ ગેમમાં રોજ 20થી 25 વર્ષની છોકરીઓની સંખ્યા વધી રહી છે. તેની બદલીમાં તેમને માત્ર આર્થિક મદદ જ નથી મળતી પરંતુ તેઓ પોતાના શોખ પણ પૂરા કરી રહી છે અને ગ્લેમરસ લાઇફ જીવી રહી છે. કેટલીકને તો તેમની કેરીયરમાં પણ તેનો લાભ મળી રહ્યો છે. બસ તે માટે તેમણે અમીરો કે અમીર પ્રોફેશનલ સાથે એક ખાસ રીલેશનશીપ રાખવાની હોય છે, જેને શુગર રીલેશનશીપના નામથી ઓળખવામાં...
  May 12, 09:55 PM
 • મોદી સરકાર સામે પેદા થઇ 3 મોટી આફત, આવી રહેલા સંકટ સામે તમે પણ રહો તૈયાર
  નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર નવી પરેશાનીઓ પેદા થઇ છે. નિષ્ણાતો એવી શંકા દર્શાવી રહ્યા છે કે તેની અનેક રીતની અસર ભારતને થઇ શકે છે. તેથી આમઆદમીને તેની કિંમત પોતાના ખિસ્સામાંથી ચુકાવવી પડી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તથા જાપાનની ફાઇનાન્શિયલ કંપની નોમુરા હોલ્ડિંગ્સે ભારત સરકારને અખાતી દેશોમાંથી ઊઠેલા આ સંકટ પ્રત્યે સાવધ કરી છે. ત્રણગણો માર 1. એપ્રિલમાં ઓઇલ સપ્લાય કરતા અખાતી દેશોના સંગઠન ઓપેકે ઓઇલના પ્રોડક્શનમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો. તેના પછી તરત...
  May 11, 07:27 PM
 • વોલમાર્ટ સાથેના સોદાથી ફ્લિપકાર્ટના 100થી વધુ કર્મચારી બન્યા કરોડપતિ
  નવી દિલ્હીઃ વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા બિગ સોદા પછી ફ્લિપકાર્ટના કર્મચારીઓને આશરે 50 કરોડ ડોલરનો ફાયદો થવાનો છે. આ સોદા અંગે જાણતા બે લોકોના જણાવ્યા અનુસાર, વોલમાર્ટે ફ્લિપકાર્ટના 77 ટકા શેરને 21 અબજ ડોલરમાં ખરીદી લીધા છે. તે પછી ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં કર્મચારીઓ માટે આ સોદો જબરદસ્ત ફાયદો આપનારો સાબિત થવાનો છે. 100થી વધુ કર્મચારીઓ થશે કરોડપતિ સોદાના પગલે કંપની જ નહિ પરંતુ અનેક કર્મચારીઓને મોટો ફાયદો થયો છે. આ ડીલ સાથે સંકળાયેલા એક જાણકારે જણાવ્યું કે કંપનીમાં શેર્સ ધરાવતા...
  May 10, 07:01 PM
 • ફ્લિપકાર્ટનો 77% હિસ્સો 1.07 લાખ કરોડમાં ખરીદશે વોલમાર્ટ
  નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની વોલમાર્ટ અને ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની વચ્ચે ડીલ ફાઇનલ થઈ ચૂકી છે. વોલમાર્ટે 1.07 લાખ કરોડમાં ફ્લિપકાર્ટમાં 77% ભાગીદારી ખરીદશે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, વોલમાર્ટે તેની પુષ્ટિ કરી છે. આ પહેલા ફ્લિપકાર્ટની શેરહોલ્ડર કંપની જાપાન અને સોફ્ટ બેંક ગ્રુપના સીઈઓ માસાયોશી સોન કેએ કહ્યું કે જાપાનના સમય મુજબ મંગળવાર રાત્રે આ ડીલ ફાઇનલ થઈ. ડીલનું ફોર્મેટ શું હશે? આ ડીલ પહેલા ફ્લિપકાર્ટે 2300 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા છે....
  May 9, 05:47 PM
 • માલ્યાને ઝટકો, રૂ.10,000 કરોડ વસૂલવા બ્રિટિશ કોર્ટની મંજૂરી
  લંડનઃ ફરાર લિકર બિઝનેસમેન વિજય માલ્યાને ઇંગ્લેન્ડની કોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. લંડનની એક અદાલતે ભારતીય બેન્કો તરફથી દાખલ કરવામાં આવેલા કેસમાં માલ્યા વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. જજ એન્ડ્રયુ હેન્શોએ કહ્યું કે આઇડીબીઆઇ સહિત તમામ ધિરાણકર્તાઓ આરોપો અંગે ભારતીય અદાલતના નિર્ણય પ્રમાણે કાર્યવાહી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 13 ભારતીય બેન્કોએ 1.15 અબજ પાઉન્ડ (આશરે 10,000 કરોડ રૂપિયા) વસૂલ કરવા અંગે લંડનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. સુનાવણી દરમિયાન માલ્યાના વકીલોએ કોઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો....
  May 9, 09:59 AM
 • આ કંપની માટે અદાણી સામે સીધી ટક્કરમાં ઊતર્યા રામદેવ, અબજો રૂપિયાની લાગી હોડ
  નવી દિલ્હીઃ બાબા રામદેવની ઓળખ હવે ઇન્ડસ્ટ્રીમાં મોટી લડાઇ લડનારા અને મોટા સોદા કરનારા બિગ બાબા તરીકે થઇ ગઇ છે. તેઓ પોતાની બ્રાંડના બળે હિન્દુસ્તાન યુનિલીવર, ડાબર, કોલગેટ, આઇટીસી જેવી દેશ અને વિદેશમાં કારોબાર કરતી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપી રહ્યા છે. હવે તેઓ દેશના એક દિગ્ગજ ગુજરાતી બિઝનેસમેનની સીધી ટક્કરમાં સામે આવ્યા છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક ગણાય છે. આ બિઝનેસમેન એટલે 55,000 કરોડ રૂપિયાની નેટવર્થના માલિક ગૌતમ અદાણી. વાસ્તવમાં બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે એક એવી કંપની માટે બોલી...
  May 8, 08:47 PM