• Home
  • Business
  • Industry
  • Mukesh Ambani's net worth rises to Rs 31595 crore, ranking 18th to 15th in world rich ranking

રિલાયન્સ / મુકેશ અંબાણીની નેટવર્થ 31595 કરોડ રૂપિયા વધી, દુનિયાના અમીરોની રેન્કીંગમાં 18માથી 15મા ક્રમાંકે પહોંચ્યા

Mukesh Ambani's net worth rises to Rs 31595 crore, ranking 18th to 15th in world rich ranking

  • રિલાયન્સના શેરમાં 10 ટકા વધારાથી અંબાણીની નેટવર્થ વધીને 3.54 લાખ કરોડ રૂપિયા થઇ
  • દુનિયાના 500 અમીરોની રેન્કિંગ દર્શાવતા ઇન્ડેક્સમાં 18માથી 15 નંબર પર પહોંચ્યા
  • ઇન્ડેક્સ ટોપ-50માં ભારતમાંથી અંબાણી સિવાય માત્ર અઝીમ પ્રેમજી સામેલ

Divyabhaskar.com

Aug 14, 2019, 04:23 PM IST

બિઝનેસ ડેસ્ક: એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીની નેટવર્થમાં મંગળવારે 4.45 અરબ ડોલર(31595 કરોડ રૂપિયા)નો વધારો થયો હતો. દુનિયાના 500 અમીરોની નેટવર્થ દરરોજ અપડેટ કરનાર બ્લૂમબર્ગના બિલયોનેર ઇન્ડેક્સ પ્રમાણે અંબાણીની નેટવર્થ 49.9 અરબ ડોલર(3.54 લાખ કરોડ રૂપિયા ) થઇ ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજીના કારણે કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીને ફાયદો થયો. રિલાયન્સનો શેર મંગળવારે બીએસઇ પર 10 ટકા વૃદ્ધિ સાથે 1275 પર બંધ થયો હતો. રિલાયન્સની એજીએમમાં સોમવારે મુકેશ અંબાણીએ કંપની સાથે જોડાયેલી મોટી જાહેરાતો કરી હતી. તેના લીધે મંગળવારે શેર ઉંચકાયો હતો.

બિલયોનેર ઇન્ડેક્સ ટોપ-100માં માત્ર 4 ભારતીય

મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલયોનેર ઇન્ડેક્સમાં સોમવાર સુધી 18મા નંબર પર હતા. હવે તે 15મા સ્થાને પહોંચી ગયા છે. ટોપ-50માં અંબાણી સિવાય માત્ર અઝીમ પ્રેમજી સામેલ છે. ટોપ-100માં માત્ર 4 ભારતીય છે.

જેફ બેઝોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, તેમની નેવટર્થ અંબાણીથી બમણી

એમેઝોનના ફાઉન્ડર અને સીઇઓ જેફ બેઝોસની નેવર્થ 114 અરબ ડોલર(8.09 લાખ કરોડ રૂપિયા) છે. બિલયોનેર ઇન્ડેક્સમાં તેમનો પ્રથમ ક્રમાંક છે. બીજા નંબર પર માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ છે. તેમની નેટવર્થ 106 અરબ ડોલર(7.52 લાખ કરોડ રૂપિયા) છે.

X
Mukesh Ambani's net worth rises to Rs 31595 crore, ranking 18th to 15th in world rich ranking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી