તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • If The Money Is Trapped In The Bank Then At Least Rs 5 Lakh. Can Be Withdrawn: To Promote Tourism, Rs. Will Cost 2500 Crores

બેંકમાં નાણું ફસાય તો ઓછામાં ઓછા 5 લાખ રૂ. ઉપાડી શકાશેઃ ટુરિઝમને પ્રોત્સાહન આપવા રૂ. 2500 કરોડ ખર્ચ કરશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ આર્થિક સુસ્તી અને મોંઘવારીના માર સામે રસ્તો કાઢવા નાણામંત્રી નિર્મલા સીતારમણે વિવિધ ક્ષેત્રો પર નજર માંડી છે તેમાં ટુરિઝમ મુખ્ય છે. પ્રવાસન ક્ષેત્ર થકી રોજગારી અને આવક વધારવા માટે તેમણે રૂ. 2500 કરોડનું બજેટ ફાળવ્યું છે. બેંકમાં ફસાયેલા નાણાં સરળતાથી મેળવી શકાય અને પ્રવાહિતા વધે એ હેતુથી ફસાયેલા નાણાં પૈકી 5 લાખ રૂપિયા ઉપાડવાની જોગવાઈ પણ લાગુ કરી છે.

બેંકિંગમાં સુધારાથી નાણાંની પ્રવાહિતા વધશે

  • કરદાતાઓનું સન્માન જળવાય એ પ્રકારની યોજનાઓ આપવામાં આવશે.
  • બેન્કિંગ સુવિધાઓમાં નિયમિત કરદાતાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ફડચામાં ગયેલી કે વિવાદમાં ફસાયેલી બેન્કમાં નાણાં ઉપાડવાને અગ્રિમતા આપવામાં આવશે. જેમાં ખાતાધારકો મહત્તમ રૂ. 5 લાખ ઉપાડી શકશે.

પ્રવાસનને વેગ, આવકને વેગ

  • હસ્તિનાપુર (ઉત્તરપ્રદેશ), શિવસાગર (આસામ), ધોળાવીરા (ગુજરાત), અદિચેલ્લનૂર (કેરળ), રાખીગઢી (હરિયાણા) ઉપરાંત રાંચી (ઝારખંડ) એવા કુલ છ ઐતિહાસિક સ્થળોએ સંગ્રહાલય બનાવવામાં આવશે.
  • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે સરકાર વિશેષ યોજના આપશે. હાલમાં જ રચાયેલા આ કેન્દ્રશાસિત પ્રદેશો માટે સરકાર રૂ. 30,757 કરોડ રૂપિયા ફાળવશે. એ ઉપરાંત લદ્દાખમાં ટુરિઝમના વિકાસ માટે રૂ. 59589 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • વર્ષ 2022માં ભારત G-20 સંમેલનની યજમાની કરશે. એ માટે રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો