તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PMO Holds Emergency Meeting To Discuss The Jet Airways Crisis; International Flights Remain Suspended

કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, કહ્યું - ફાઉન્ડર નરેશ ગોયલ અને સીઇઓ વિરૂદ્ધ FIR દાખલ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલેરી નહીં મળવાથી નારાજ કર્મચારીઓએ પોલીસને ફરિયાદ કરી, 200 કર્મચારીઓએ એરપોર્ટથી જેટ એરવેઝના મેઇન ઓફિસ સિરોયા સેન્ટર સુધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. - Divya Bhaskar
સેલેરી નહીં મળવાથી નારાજ કર્મચારીઓએ પોલીસને ફરિયાદ કરી, 200 કર્મચારીઓએ એરપોર્ટથી જેટ એરવેઝના મેઇન ઓફિસ સિરોયા સેન્ટર સુધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
  • સેલેરી નહીં મળવાથી નારાજ કર્મચારીઓએ પોલીસને ફરિયાદ કરી
  • એસબીઆઇ ચેરમેન રજનીશ કુમાર વિરૂદ્ધ એફઆઇઆરની માગણી 
મુંબઇઃ જેટ એરવેઝના કર્મચારી સંગઠને શુક્રવારે પોલીસ સામે માગણી કરી છે કે, એરલાઇન્સના ફાઉન્ડર નરેશ ગોયલ, સીઇઓ વિનય દુબે અને એસબીઆઇના ચેરમેન રજનીશ કુમાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. એસબીઆઇ જેટની દેવાદાર બેન્કોનું નેતૃત્વ કરી રહી છે અને એરલાઇનનના રિઝોલ્યૂશન પ્લાન પર કામ કરી રહી છે. જેટ એરવેઝના કર્મચારીઓ સેલેરી નહીં મળવાથી નારાજ છે.

જેટના ઓલ ઇન્ડિયા ઓફિસર્સ એન્ડ સ્ટાફ એસોસિએશનના પ્રમુખ કિરણ પાવસકરે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેઓએ કહ્યું કે, એરલાઇન્સે કર્મચારીઓને માર્ચ મહિનાનું વેતન નથી આપ્યું. તેથી છેતરપિંડી, ભરોસો તોડવા, ફંડના દુરૂપયોગ અને અન્ય અપરાધો હેઠળ કેસ દાખલ કરવામાં આવે. 

આ અગાઉ પાવસકરના નેતૃત્વમાં 200 કર્મચારીઓએ એરપોર્ટથી જેટ એરવેઝના મેઇન ઓફિસ સિરોયા સેન્ટર સુધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કર્મચારીઓની સીનિયર મેનેજમેન્ટ સાથે મુલાકાત થઇ હતી. જો કે, તેઓ સીઇઓ વિનય દુબેને મળવા ઇચ્છતા હતા. 

જેટના એડમિનિસ્ટ્રેશન સાથે મુલાકાત અગાઉ પાવસકરે કર્મચારીઓને સંબોધિત કર્યા. તેઓએ આરોપ લગાવ્યો કે, સરકારી નીતિઓના કારણે જેટ એવરેઝની સ્થિતિ બગડી છે. એરલાઇનની જે થોડીઘણી કમાણી થઇ રહી છે તે યાત્રીઓની રકમ પરત કરવામાં ઉપયોગ થઇ રહી છે. 

આર્થિક સંકટ સામે લડી રહેલા જેટ એરવેઝની ફ્લાઇટ્સ રદ થવાથી યાત્રીઓ પણ પરેશાન છે. એરલાઇને શુક્રવારે કહ્યું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સોમવાર સુધી રદ થશે. આ અગાઉ ગુરૂવારે એક દિવસ માટે જેટ એવરેઝ બંધ કરવાની વાત કહી હતી. 

જેટની સ્થિતિ પર ચર્ચા કરવા માટે પીએમઓએ શુક્રવારે બેઠક બોલાવી છે. આ અગાઉ ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભૂએ ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલાને જેટની સ્થિતિની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા હતા. પીએમઓની બેઠક બાદ ખરોલાએ વીડિયો કોન્ફરન્સિંગથી જેટ એરવેઝના એડમિનિસ્ટ્રેશન સાથે વાતચીત કરી હતી. 

ખરોલાએ કહ્યું કે, શુક્રવારે જેટની 11 ફ્લાઇટ્સ જ કાર્યરત હતી. શનિવાર અને રવિવારે આ સંખ્યા 6થી 7 સુધી રહેશે. તેઓને સવાલો પૂછવામાં આવ્યા કે, સોમવાર સુધી સંચાલન માટે જેટની પાસે શું પર્યાપ્ત ફંડ ઉપલબ્ધ છે? જેનો ખરોલાએ સકારાત્મક જવાબ આપ્યો હતો. 

ખરોલા અનુસાર, જેટ એરવેઝની શુક્રવારે બેન્કો સાથે મુલાકાત થઇ છે. બેઠકમાં ઇન્ટરિમ ફંડ ઉપલબ્ધ કરાવવાની માગણી રાખવામાં આવી છે. બેન્કોએ જેટ એરવેઝને કહ્યું કે, તેઓ ઇન્ટરિમ ફંડિંગના પ્રસ્તાવને અમલમાં લાવે. સોમવારે એરલાઇન ફરીથી બેન્કોનો સંપર્ક કરશે, ત્યારબાદ બેન્કો નિર્ણય લેશે. એસબીઆઇના નેતૃત્વમાં બેન્કોનું કન્સોર્શિયમ હાલ જેટ એરવેઝને સંભાળી રહ્યું છે.