Home >> Business >> Gujarat
 • અમદાવાદની ઇન્ફીબીમ સ્નેપડીલની ટેક કંપની યુનિકોમર્સને ખરીદશે, રૂ.120 કરોડની ડીલ
  અમદાવાદઃ અમદાવાદની કંપની ઇન્ફીબીમે સ્નેપડીલની સહાયક કંપની યુનિકોમર્સને આશરે રૂ.120 કરોડમાં ખરીદી લેવાનો નિર્ણય કર્યો છે. યુનિકોમર્સ ઇ-કોમર્સને લગતા સોફ્ટવેર ઓફર કરે છે. બીએસઇને આપેલી માહિતીમાં ઇન્ફીબીમે જણાવ્યું કે કંપનીના બોર્ડે યુનિકોમર્સને તેના હાલના શેરધારકો (જેસ્પર ઇન્ફોટેક, જે સ્નેપડીલને ઓપરેટ કરે છે) પાસેથી ખરીદવાની મંજૂરી આપી છે. આ સોદો ત્રણથી પાંચ મહિનામાં પૂરો થવાની શક્યતા છે. ઇન્ફીબીમના નિવેદન અનુસાર, આ સમજૂતિમાં ઇન્ફીબીમ પ્રેફરન્શિયલ આધાર પર વૈકલ્પિક કન્વર્ટિબલ...
  May 7, 09:51 PM
 • વેલ્સ્પન કોર્પને ગુજરાત સરકારે મોકલી રૂ.179 કરોડની ટેક્સ નોટિસ
  અમદાવાદઃ ગુજરાત સરકારે પાઇપ ઉત્પાદક કંપની વેલ્સ્પન કોર્પ લિમિટેડ પર ટેક્સ નહિ ચૂકવવા બદલ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના ટેક્સ વિભાગે કંપનીને પેનલ્ટી સહિત રૂ.178.79 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મોકલી છે. શનિવારે કંપની તરફથી રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપવામાં આવી છે. વેલ્સ્પન કોર્પ તરફથી જણાવવામાં આવ્યું છે કે ટેક્સ ડિપાર્ટમેન્ટનો આ દંડ નાણાકીય વર્ષ 2009-10 અને 2010-11ને લગતો છે. હવે વેલ્સ્પન ગ્રુપની આ કંપની ટેક્સ ડિપાર્ટમેન્ટની ડિમાન્ડ સામે જ્યુડિશ્યલ ફોરમમાં અપીલ કરશે. 46.78 કરોડ રૂપિયા...
  May 5, 08:54 PM
 • વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા.ની રૂ.1122 કરોડની સંપત્તિ ઇડીએ કરી જપ્ત
  નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ રૂ.2,654.40 કરોડના બેન્કિંગ ફ્રોડના કેસમાં મંગળવારે વડોદરા સ્થિત ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (DPIL)ની રૂ.1,122 કરોડના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે. તે ઉપરાંત ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ DPILના પ્રમોટર-ડાયરેક્ટર- સુરેશ નારાયણ ભટનાગર, તેમના બે પુત્રો અમિત સુરેશ ભટનાગર અને સુમિત સુરેશ ભટનાગરની કેટલીક પ્રોપર્ટીને પણ જપ્ત કરી છે. કંપની પર રૂ.2,654 કરોડનું દેવું DPIL કેબલ અને અન્ય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાયમાં...
  April 24, 06:38 PM
 • `ઝૂંપડું ત્યાં મકાન' પ્રોજેક્ટમાં માત્ર ગુજરાત જ સક્રિય, 42 પ્રપોઝલને મળી મંજૂરી
  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્રની મોદી સરકારની શહેરોમાં `ઝૂંપડું ત્યાં મકાન બનાવવા યોજના છે. પરંતુ રાજ્ય સરકારો આ અંગે ગંભીર નથી. અત્યાર સુધીમાં ગુજરાત સિવાયના અન્ય કોઇ રાજ્યોએ આ અંગેનો પ્રોજેક્ટ તૈયાર કર્યો નથી. રાજ્ય સરકારોનું બધુ ફોકસ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટસ અને બેનિફિશ્યરી લેન્ડ ક્ન્સ્ટ્રક્શન પર છે. તેથી કેન્દ્રએ રાજ્યોને જણાવ્યું છે કે તેઓ શહેરોને સ્લમ મુક્ત કરવા માટે ઝુંપડાવાસીઓને પાકું મકાન બનાવી આપે. શું છે આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન)...
  April 24, 04:50 PM
 • મુકેશ અંબાણીએ બરાબર પચાવી છે આ 5 વાતો, પિતા ધીરુભાઇએ આપી હતી આ શીખ
  નવી દિલ્હીઃ સફળતા સરળતાથી મળતી નથી. તે માટે સખત મહેનત અને લગન જરૂરી બને છે. પરંતુ દેશના સૌથી ધનિક બનવામાં આટલું પૂરતું નથી, તેનાથી આગળ જવું પડે છે. આ જ મંત્ર છે જે દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના પિતા ધીરુભાઇ અંબાણી પાસે શીખ્યા છે. એક અનુભવી પિતા તરીકે ધીરુભાઇએ કેટલીક વાતો તેમના પુત્રોને જણાવી હતી. મુકેશ અંબાણીએ શિખામણ બરાબર પચાવી અને આજે તેઓ દેશનૌ સૌથી ધનિક બિઝનેસમેન તરીકે વિશ્વવિખ્યાત છે. મુકેશ અંબાણી પોતાની કોઇ સ્પીચ કે ઇન્ટરવ્યુ વખતે પોતાના પિતાની આવી સચોટ વાતોનો...
  April 19, 07:28 PM
 • અમૂલ હવે વેચશે હલ્દી દૂધ અને આઇરિશ મોકટેલ, રૂ.100 કરોડના વેચાણનો ટાર્ગેટ
  અમદાવાદઃ ગળામાં સોજો કે શરદીની અસર હોય ત્યારે વડીલો હૂંફાળુ હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે જેથી ગળામાં રાહત થાય. અમૂલ બ્રાંડ હવે `હળદરયુક્ત દૂધ બજારમાં મૂકવાની યોજના ધરાવે છે. એશિયાની સૌથી મોટી મિલ્ક બ્રાંડ અમૂલનું માર્કેટિંગ કરતું ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન (GCMMF) ટૂંકસમયમાં દેશભરમાં `હલ્દી દૂધ આપવાનું શરૂ કરશે. આ સાથે નવી પેઢીને નવા બહેતર સ્વાદનો અનુભવ કરાવવા માટે દેશભરમાં `આઇરિશ ડ્રિન્ક મોકટેઇલ પણ લોંચ કરાશે. GCMMF દ્વારા હલ્દી દૂધ અને આઇરિશ ડ્રિન્ક મોકટેઇલ બંને દેશમાં પ્રથમવાર...
  March 24, 03:59 PM
 • ગુજરાતમાં જિયોના 1 કરોડથી વધુ ગ્રાહકો, એક વર્ષમાં સંખ્યા ડબલ થઇ ગઇ
  બિઝનેસ ડેસ્કઃ ગુજરાતમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા એક વર્ષમાં 1 કરોડના આંકડાને વટાવી ગઇ છે. એટલું જ નહિ એક વર્ષમાં જિયોના ગ્રાહકોની સંખ્યામાં બેગણાથી વધુ વધારો થયો છે. આ સાથે તે રાજ્યમાં ત્રીજી સૌથી મોટી ઓપરેટર બની ગઇ છે. જિયોની એક પછી એક સસ્તી ઓફરોના કારણે તેના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. જિયો પછી ગ્રાહકોની સંખ્યામાં 28 ટકા જેટલો વધારો બીએસએનએલે નોંધાવ્યો છે. જ્યારે એરટેલના 10 ટકા અને વોડાફોન તથા આઇડિયાના ગ્રાહકો 4 ટકા વધ્યા છે, પરંતુ આરકોમને મોટું નુકસાન થયું છે, કેમકે એક વર્ષમાં...
  February 16, 09:30 PM
 • સુરતમાં બિટકોઇનમાં સોદા કરતા બ્રોકર્સ પર આઇટીનું સર્ચ ઓપરેશન, રૂ.300 કરોડનું નાણું પકડાયું
  બિઝનેસ ડેસ્કઃ આવક વેરા વિભાગે ગુજરાતમાં પ્રથમવાર બિટકોઇનના ગેરકાયદેસર કારોબારનું સર્ચ ઓપરેશન કરીને 300 કરોડનું કાળુ નાણું પકડી પાડ્યું હોવાનું જાણવા મળે છે. ગયા સપ્તાહમાં આઇટી વિભાગે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરતા જણાયેલા હજારો લોકોને નોટિસો મોકલી હતી. એક દેશવ્યાપી સરવેમાં એવું જણાયું હતું કે છેલ્લા 17 માસમાં ક્રિપ્ટોકરન્સીમાં લગભગ 3.5 અબજ ડોલર (આશરે રૂ.22.22 હજાર કરોડ)ના સોદા થયા હોવાનું જણાયા પછી આઇટી વિભાગે નોટિસો મોકલી હતી. સુરતમાં 15 જગ્યાએ સર્ચ ઓપરેશનમાં રૂ.300 કરોડનું નાણું ઝડપાયું...
  January 25, 08:05 PM
 • ડાયમન્ડ બિઝનેસનું કામકાજ ખોરવાયું, આંગડિયાની નિરાશાના કારણે મંદ પડી પ્રવૃત્તિ
  અમદાવાદઃ સૂરત અને મુંબઇના ડાયમન્ડ બિઝનેસની પ્રવૃત્તિ થોડા દિવસોથી મંદ પડી છે. તેનું કારણ આ બિઝનેસની ગતિશીલતા માટે મહત્ત્વના કડીરૂપ ગણાતા આંગડિયાની ઉદાસીનતા છે. આંગડિયા પેઢીઓએ આ બિઝનેસમાં પોતાની કામગીરી હાલ પૂરતી મર્યાદિત કે સ્થગિત કરી દીધી છે. કારણ કે થોડા દિવસો પહેલા જીએસટીના મુદ્દે સેન્ટ્રલ એક્સાઇઝે કેટલાક આંગડિયાઓની ઝડતી લીધી હતી અને પૂછપરછ કરી હતી. તેનાથી આંગડિયા પેઢી નારાજ બની છે. મહત્ત્વની ભૂમિકા નિભાવે છે આંગડિયા હીરાના કારોબારમાં આંગડિયાની ભૂમિકા ખૂબ મહત્ત્વની અને...
  January 16, 06:30 PM
 • આ રિસોર્ટમાં મળી છે કોંગ્રેસની ચિંતન શિબિર, જાણો અહીંની સુવિધાઓ વિશે
  અમદાવાદઃવિધાનસભાની ચૂંટણીમાં હાર-જીતનાં લેખાંજોખાં કરવાના ભાગરૂપે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા સેફ્રોની રિસોર્ટમાં બુધવારથી કોંગ્રેસની બે દિવસીય ચિંતન શિબિરનો આરંભ થયો છે.આ શિબિર જે સેફ્રોની રિસોર્ટમાં છે તે કેવો છે તે જાણવાનું તમને મન થતું હશે, તો આવો જાણીએ આ રિસોર્ટ અને તેમાં રહેલી સુવિધાઓ વિશે... સેફ્રોની હોલીડે રિસોર્ટ અમદાવાદથી લગભગ 55 કિલોમીટર દૂર અમદાવાદ-મહેસાણા એક્સપ્રેસ વે પર 60 એકરમાં ફેલાયેલો છે સેફ્રોની હોલીડે રિસોર્ટ. આજથી લગભગ 20 વર્ષ પહેલા 15 ઓગસ્ટ 1997માં આ રિસોર્ટ...
  December 21, 09:55 AM
 • આ છે ગુજરાતના સૌથી ધનિક ધારાસભ્યો, ટોપ 5માંથી 3 ભાજપના
  નવી દિલ્હીઃ ગુજરાતની ઊંચી માથાદીઠ આવક, ધમધમતા અનેક ઉદ્યોગો અને વહિવટી કૌશલ્યના કારણે દેશના સંપન્ન રાજ્યોમાં તેની ગણના થાય છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રાઇટ્સ (એડીઆર)ના એક રીપોર્ટ અનુસાર, હમણાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1815 ઉમેદવારોમાંથી લગભગ 22 ટકા એટલે કે 418 ઉમેદવારો કરોડપતિ એવા છે અથવા તેમની પાસેની મિલકત 1 કરોડથી વધુ કિંમતની છે. જોકે, આ બધા જ જીતી શક્યા નથી. ધનિક અથવા અધિક સંપત્તિના સંદર્ભમાં ગુજરાતના ક્યા ધારાસભ્યો ટોચ પર આવે છે તેની વાત કરીએ તો તેમની સંપત્તિ લગભગ રૂ.124 કરોડ જેટલી...
  December 20, 05:11 AM
 • નાતાલમાં માઉન્ટ આબુ ફરવા જવું છે ? 500 રૂપિયામાં આટલું ફરી શકશો
  અમદાવાદઃ આમ તો માઉન્ટ આબુ દરેક ગુજરાતીએ જોયું જ હશે. દિવાળી કે ઉનાળાના વેકશન ઉપરાંત પણ વિકેન્ડ્સમાં માઉન્ટ આબુ જનારાઓનો સંખ્યા કંઇ કમ નથી. માઉન્ટ આબુમાં નકી લેક, ગુરૂશિખર, દેલવાડાના દેરા, સન સેટ પોઇન્ટ, બ્રહ્માકુમારીઝ સહિત અનેક ફરવા લાયક જગ્યાઓ છે. પરંતુ તમારા મનમાં સવાલ તો ઉભો થતો જ હશે કે માઉન્ટ આબુ ફરવાનો ખર્ચ કેટલો થાય. શું તમે જાણો છો કે 500 રૂપિયામાં આબુમાં મહત્વની કેટલી જગ્યા તમે જોઇ શકો છો. ક્રિસમસનું મીની વેકેશન નજીક આવી રહ્યું છે ત્યારે આજે અમે આપને જણાવીશું કે તમે 500 રૂપિયા ખર્ચીને...
  December 16, 12:59 PM
 • અહીં પાઉંભાજી ફ્રાઇસ પણ મળશે, અમદાવાદમાં ખુલી આ અનોખી રેસ્ટોરન્ટ
  અમદાવાદ: ભારતની અગ્રગણ્ય રેસ્ટોરાં ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટ કંપની યલો ટાઇ હોસ્પિટાલિટીએ નવી બ્રાન્ડ ધડૂમ (Dhadoom) ફ્રાઇસ, ફ્લેવર્સ, ફન શરૂ કરી છે. ધડૂમના સહમાલિક સેલિબ્રિટી શેફ હરપાલ સિંહ સોખી છે. બ્રાઇટ કલર્સ અને સુપર હીરોથી પ્રભાવિત કોમિક થીમ ઉપર બનાવવામાં આવેલી આ કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં તમને પોટેટો ફ્રાઇસની 22થી વધુ વેરાયટી મળશે. ધડૂમમાં મળશે પોટેટો ફ્રાઇસની આવી વેરાયટીઝ ધડૂમ એટલે મોટો અવાજ. રેસ્ટોરન્ટના માલિકોનો દાવો છે કે તે તમારા મોંમાં સ્વાદના ધડાકા કરશે. આ ધડૂમની મુખ્ય...
  December 12, 05:05 PM
 • આ ગુજરાતી ડોક્ટરના નામે 1 લાખ ઓપરેશન, Knee રિપ્લેસમેન્ટમાં જાણીતું છે નામ
  અમદાવાદઃ તમે જો કંઇક કરવાનું નક્કી કરી લો તો તમને પર્વત પણ રોકી શકતો નથી. વિજય ચાર રસ્તા પાસે એક નાનકડા 6 બેડના નર્સિંગ હોમની સફર આજે 14 હોસ્પિટલ્સ અને 2000 બેડ સુધી પહોંચી ગઇ છે, અને આ ભગીરથ કાર્ય કર્યું છે જાણીતા ઓર્થોપેડિક સર્જન અને શેલ્બી હોસ્પિટલના CMD ડો.વિક્રમ શાહે. તાજેતરમાં જ શેલ્બી 500 કરોડનો આઇપીઓ લઇને આવી જેના કારણે ડો.વિક્રમ શાહ ચર્ચામાં છે. 1 લાખ Knee રિપ્લેસમેન્ટ શેલ્બીના ચેરમેન ડો.વિક્રમ શાહે તેમની 24 વર્ષની પ્રેકટીસમાં 1 લાખ જેટલી Knee રિપ્લેસમેન્ટ સર્જરી કરી છે. વિક્રમ શાહે અમદાવાદમા...
  December 11, 05:02 PM
 • પોતાના વાળ ખર્યા તો આ ગુજરાતી યુવાન ગ્લોબલ બ્રાન્ડને લાવ્યો ભારતમાં, શરૂ કર્યો AHS
  અમદાવાદઃ પોતાની વાળ ખરવાની સમસ્યાથી પરેશાન અમદાવાદી યુવાને ગ્લોબલ હેર રેસ્ટોરેશન કંપનીને ભારત અને અમદાવાદમાં લાવી લીધી. આ યુવાનનું નામ છે સંકેત શાહ અને કંપની છે એડવાન્સ હેર સ્ટૂડિયો (AHS) સંકેત શાહે ભારતમાં શરૂ કર્યો AHS અમદાવાદમાં જન્મેલા અને મોટા થયેલા સંકેત શાહ જ્યારે ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે તેમને વાળ ખરવાની સમસ્યા ઉભી થઇ. તેઓ ત્યાં ગ્લોબલ હેર રેસ્ટોરેશન કંપની AHSના 7 વર્ષ સુધી ક્લાયન્ટ રહ્યા. આ સમસ્યા ભારતમાં અનેક લોકોને હોવાથી તેમણે ભારતમાં પણ AHS શરૂ કરવાનું વિચાર્યું. તેમણે...
  December 7, 05:19 PM
 • અમદાવાદ વન મોલ દ્વારા અંધ બધિરતા અંગે સંવેદનશીલતા ઉભી કરવા ઝુંબેશ
  અમદાવાદ: ઈન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વીથ ડીસેબિલીટીઝ પ્રસંગે અમદાવાદ વન અને સેન્સ ઈન્ટરનેશનલ ઈન્ડિયા દ્વારા રવિવારે અંધ બધિરો અંગે જાગૃતિ વધારવાના ભાગરૂપે વિવિધ સંવેદનશીલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. અંધબધિરતામાં જોવાની અને સાંભળવાની ઊણપનો સમાવેશ થાય છે અને તેને કારણે હરવા-ફરવાની, સંવાદની, ભણતરની અને આસપાસની દુનિયાને સમજવાની ક્ષમતાને અસર થાય છે. આજે જે પહેલ હાથ ધરવામાં આવી હતી તે એ રીતે ડીઝાઈન કરાઈ હતી કે જેથી જનસમુદાયને દ્રષ્ટિ અને અવાજ વગરના જીવનમાં કેવો અનુભવ થાય છે તે અંગેની...
  December 4, 05:10 PM
 • આ છે માઉન્ટ આબુનો ઇકોફ્રેન્ડલી રિસોર્ટ, જાણો ભાડું અને સુવિધાઓ વિશે
  અમદાવાદઃ માઉન્ટ આબુ ગુજરાતીઓનું ફેવરિટ સ્થળ છે. અમદાવાદથી નજીકનું હિલ સ્ટેશન હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં આ સ્થળે ફરવા જાય છે. અત્યારે આબુમાં કડકડતી ઠંડી પડી રહી છે. શનિ-રવિની રજાઓમાં તમે આબુના ખુશનુમા વાતાવરણને માણી શકો છો. ડિસેમ્બરમાં ક્રિસમસની પણ રજાઓ આવતી હોવાથી ગુજરાતીઓ મોટી સંખ્યામાં આબુ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આબુમાં ઇકોફ્રેન્ડલી રિસોર્ટમાં રહેવું હોય તો તમારા માટે કયો રિસોર્ટ છે બેસ્ટ.
  December 1, 01:20 PM
 • આ શિવભક્ત પરિવારે ગુજરાતમાં બનાવ્યુ અમરનાથધામ, કાશ્મીરથી આવ્યા ભોળાનાથ
  અમદાવાદઃ તમે કોઇ યાત્રા-પ્રવાસ પર ગયા હો તો ત્યાં મુશ્કેલીઓનો સામનો જરૂર કર્યો હશે. સામાન્ય રીતે યાત્રાની કઠણાઇઓને થોડાક સમય પછી આપણે ભુલી જઇએ છીએ. પરંતુ ગાંધીનગર પાસેના અમરનાથ ધામના ટ્રસ્ટી દિપક પટેલ કંઇક જુદી જ માટીના બનેલા છે. પોતાના બેન-બનેવીને કાશ્મીરના અમરનાથમાં પડેલી મુશ્કેલીઓ કોઇ અન્યને ન પડે તે માટે તેમણે ગાંધીનગરના આંગણે જ એક બીજુ અમરનાથધામ ઉભુ કરી દીધું. કાશ્મીરથી બાબા બર્ફાનીને લાવ્યા ગુજરાત વ્યવસાયે બિલ્ડર અને ગાંધીનગરના અમરનાથ ધામના મુખ્ય ટ્રસ્ટી દિપક પટેલ...
  November 29, 09:18 AM
 • સાસણગીરમાં એક જ સ્થળે શાનદાર રિસોર્ટ અને ફાર્મહાઉસ, રહેવાનું આટલું છે ભાડું
  અમદાવાદઃ સામાન્ય રીતે લોકો સાસણગીર સિંહ જોવા કે જંગલની પરિક્રમા કરવા જતા હોય છે. એશિયાટીક લાયન માટે સાસણગીર ફેમસ છે. પરંતુ જો તમે સાસણગીર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક એવી જગ્યા બતાવીશું જે રહેવા માટે બેસ્ટ જગ્યા છે. આ જગ્યા છે અનિલ ફાર્મ હાઉસ. આ એક એવી જગ્યા છે જ્યાં તમને કુદરતની વચ્ચે રહેવાનો અનોખો અનુભવ થશે. આ ફાર્મહાઉસની સાથે એક રિસોર્ટ પણ છે અને રિસોર્ટમાંથી હિરણ નદીનો વ્યૂ પણ મળે છે હોટલ અનિલ ફાર્મ હાઉસ હિરણ નદીને અડીને આવેલો આ એક સુંદર રિસોર્ટ છે. સાથે સાથે તે એક...
  November 28, 03:24 PM
 • ગુજરાતની બ્રાંડ હેવમોરને SKorean કંપનીએ રૂ.1020 કરોડમાં ખરીદી
  અમદાવાદઃ હેવમોરે તેનો આઇસક્રીમ બિઝનેસ દ. કોરિયાની લોટ્ટે કન્ફેક્શનરીને રૂ. 1020 કરોડમાં વેચવાની જાહેરાત કરી છે. લોટ્ટે હેવમોર આઇસક્રીમ લિ. (એચઆઇએલ)નો 100 ટકા હિસ્સો ખરીદી લેશે. ગુજરાતના આઇસક્રીમ ઉદ્યોગમાં સૌથી મોટા આ હસ્તગત બાદ લોટ્ટે ભારતમાં આઇસક્રીમ બિઝનેસની શરૂઆત કરશે તેવું હેવમોરના ચેરમેન પ્રદીપ ચોનાએ જણાવ્યું હતું. અમદાવાદ સ્થિત હેવમોર દેશના 14 રાજ્યોમાં 150 પ્રકારની પ્રોડક્ટ્સનું વેચાણ ધરાવે છે. કંપની નરોડા ઉપરાંત ફરીદાબાદમાં આઇસક્રીમ ફેક્ટરીઓ અને 30 હજાર ડિલર્સનું નેટવર્ક ધરાવે છે....
  November 24, 03:24 AM