Home >> Business >> Finance
 • બેંકોના 10 લાખ કર્મચારી 30-31 મેએ હડતાળ પર, માત્ર 2% પગારવધારાનો વિરોધ
  મુંબઇઃ મેના છેલ્લા બે દિવસમાં બેન્કોના કામકાજ પર અસર પડશે. કારણ કે 30-31 મેના રોજ દેશભરમાં 10 લાખથી વધારે બેન્ક કર્મચારીઓ હડતાળ પર જશે. તેઓ ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (આઇબીએ) તરફથી વેતનમાં માત્ર 2 ટકા વધારાનો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 5 મેના રોજ આ મુદ્દે થયેલી બેઠકમાં આઇબીએએ આ પ્રસ્તાવ આપ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે વેતનમાં 2 ટકા વધારાનો કોઇ અર્થ નથી. બેન્ક કર્મચારીઓની આ છે માગણીઓ - વેતન નિર્ધારણની પ્રક્રિયા ઝડપથી પૂરી થાય. - વેતન-ભથ્થાંમાં યોગ્ય વધારો કરવામાં આવે. - બધા ગ્રેડના...
  May 26, 05:04 PM
 • ઇ-ફાઇલિંગ માટેના બધા 7 ITR ફોર્મ થયા લોન્ચ, ટેક્સ ભરવાનું બનશે સરળ
  નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિફાઇ થયાના એક મહિનાથી વધુ સમય પછી ઇ-ફાઇલિંગ માટેના તમામ 7 આઇટીઆર ફોર્મ્સ લોન્ચ કરીને તેમને એક્ટિવેટ કરી દીધા છે. આ સાથે ટેક્સપેયર્સ માટે ટેક્સ ફાઇલિંગ વધુ સરળ બની ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ ગઇ 5 એપ્રિલે એસેસમેન્ટ ઇયર 2018-19 માટે નવા ઇન્કમ ટેક્સ રીટર્ન ફોર્મ્સ નોટિફાય કર્યા હતા. 5 એપ્રિલના રોજ નોટિફાય થયા હતા બધા આઇટીઆર ફોર્મ્સ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇશ્યુ થયેલા એક નિવેદન અનુસાર, `એસેસમેન્ટ ઇયર 2018-19 માટે બધા...
  May 26, 03:49 PM
 • 2017-18 માટે PF પર મળશે 8.55% વ્યાજ, 5 વર્ષમાં સૌથી નીચો દર
  નવી દિલ્હીઃ જો તમારો પણ પીએફ કપાતો હોય તો તમારા માટે સમાચાર સારા નથી. રીટાયર્મેન્ટ ફંડ બોડી ઇપીએફઓએ પ્રોવિડન્ટ પરનો વ્યાજ દર ઘટાડ્યો છે. ઇપીએફઓએ પોતાના રીજિયોનલ ઓફિસોને નાણાકીય વર્ષ 2017-18 માટે 5 કરોડ સભ્યોના એકાઉન્ટમાં 8.55 ટકા વ્યાજ ચુકવવા જણાવ્યું છે. આ છેલ્લા 5 વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2012-13થી અત્યાર સુધીનો સૌથી નીચુ વ્યાજ દર છે. પત્ર લખીને ક્ષેત્રીય કાર્યાલયોને આપ્યો આદેશ ઇપીએફઓ દ્વારા 120થી વધુ ક્ષેત્રીય કાર્યાલયોને પત્રો લખીને આદેશ આપવામાં આવ્યો છે. આ પત્ર અનુસાર, લેબર મિનિસ્ટ્રીનું...
  May 26, 01:57 PM
 • પેટ્રોલની કિંમતમાં રાહત આપવા ONGC પર વિન્ડફોલ ટેક્સની વિચારણા, શેર 11% ગબડ્યો
  નવી દિલ્હીઃ ઓઇલની વધતી કિંમતોથી સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકાર લોંગ ટર્મ ઉકેલમાં વ્યસ્ત બની છે. સરકાર ઓએનજીસી જેવી ઓઇલ ઉત્પાદક કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લગાવી શકે છે. સરકારની આ ક્વાયત પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને નીચા લાવવાના સ્થાયી સમાધાન તરીકે જોવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી આ ટેક્સ સેસ તરીકે લગાવવામાં આવી શકે છે અને ઓઇલ 70 ડોલર પ્રતિ બેરલ પર જાય ત્યારે આપવો પડશે. સૂત્રોએ જણાવ્યું કે આ યોજના અનુસાર ઓઇલ પ્રોડ્યુસર્સ જેમને ઘરેલુ ફીલ્ડમાંથી કાઢેલા ઓઇલ...
  May 24, 05:11 PM
 • મૂડીઝે PNBને ડાઉનગ્રેડ કરી, કહ્યું- નીરવ મોદીના ફ્રોડની નેગેટિવ અસર હજુ ચાલુ રહેશે
  મુંબઇઃ આશરે રૂ.13,000 કરોડના ફ્રોડ પછી સરકારની માલિકીની પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના નફાને મોટો ફટકો પડ્યો છે. તેને જોતા ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે પીએનબીની રેટિંગ બીએએ 3/પી-3થી ઘટાડીને બીએ1/એનપી કરી છે. રેટિંગ એજન્સીએ આઉટલૂકને સ્ટેબલ રાખ્યું છે પરંતુ બેન્કના બેઝલાઇન ક્રેડિટ એસેસમેન્ટ (બીસીએ) અને એડજસ્ટેડ બીસીએને ડાઉનગ્રેડ કરીને બીએ3થી બી 1 કરી દીધા છે. રેટિંગ એજન્સીએ સોમવારે એક રીપોર્ટમાં જણાવ્યું કે, `બેન્કના બીસીએ અને રેટિંગને ડાઉનગ્રેડ કરવાથી બેન્કના સ્ટેન્ડએલોન પ્રોફાઇલ વિશેષ કેપિટલ...
  May 21, 05:26 PM
 • ઇન્કમ ટેક્સ રીટર્ન-2 લોન્ચ, 31 જુલાઇ સુધી ભરવાનું છે ફોર્મ
  નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR-2 લોન્ચ કર્યું છે, જે એસેસમેન્ટ ઇયર 2018-19 માટે ત્રીજું રીટર્ન ફોર્મ છે. આ ફોર્મ સત્તાવાર ઇ-ફાઇલિંગ પોર્ટલ પર છે. આ રીટર્ન જમા કરાવવાની આખરી તારીખ 31 જુલાઇ છે. આ લોકોએ ભરવું પડશે આ ફોર્મ આ ITR-2નો ઉપયોગ કોઇ એવા ઇનડિવિડ્યુઅલ અને હિન્દુ અવિભાજિત પરિવાર (એચયુએલ) દ્વારા કરવામાં આવે છે જેમની પાસે વ્યાપાર કે પ્રોફેશનના ગેઇન અને પ્રોફિટથી ઇન્કમ ઉપરાંત અન્ય સ્રોતથી આવક થાય છે. ટૂંકસમયમાં લોન્ચ થશે બીજું એટીઆર આની સાથે વિભાગે કુલ ત્રણ આયકર રીટર્ન (આઇટીઆર)ને...
  May 19, 03:13 PM
 • PNB ફ્રોડ: CBIએ 3 દિવસમાં બીજી ચાર્જશીટ દાખલ કરી, શેર 14% તૂટયો
  નવી દિલ્હીઃ પીએનબી ફ્રોડ કેસમાં સીબીઆઇએ બુધવારે બીજી ચાર્જશીટ દાખલ કરી. રૂ.13,600 કરોડની છેતરપીંડીને લગતી આ ચાર્જશીટ મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ ઉપરાંત અન્ય 17 લોકો સામે દાખલ કરવામાં આવી છે. અપરાધિક ષડયંત્ર, છેતરપીંડી અને ભ્રષ્ટાચાર નિયંત્રક કાયદાની જોગવાઇઓ હેઠળ મુંબઇની વિશેષ અદાલતમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સોમવારે દાખલ થઇ હતી પહેલી ચાર્જશીટ - આ પહેલા પહેલી ચાર્જશીટમાં બેન્કના પૂર્વ પ્રમુખ ઉષા અનંતસુબ્રમણ્યન ઉપરાંત અન્ય 22 લોકોના નામ હતા. તપાસ...
  May 16, 04:31 PM
 • નીરવ મોદીના ચૂનાથી PNBની ખોટ 5ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ, 6% વધી NPA
  નવી દિલ્હીઃ લગભગ રૂ.13,000 કરોડના ફ્રોડની અસર પંજાબ નેશનલ બેન્કના ત્રિમાસિક પરિણામમાં દેખાઇ છે. ધારણા મુજબ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં મોટો ફટકો પડ્યો છે. આ ગાળામાં પીએનબીની ખોટ લગભગ 5 ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તેને લગભગ રૂ.261 કરોડનો પ્રોફિટ થયો હતો. ખરાબ પરિણામો પછી પીએનબીનો શેર લગભગ 6 ટકા ગબડીને રૂ.84 પર આવ્યો હતો. આ દરમિયાન બેન્કની બેડ લોન 6 ગણાથી વધુ વધી છે. ફેબ્રુઆરીમાં બહાર આવ્યો હતો રૂ.13,000 કરોડનો ફ્રોડ પીએનબીનું માર્ચ...
  May 15, 04:55 PM
 • એપ્રિલમાં GST કલેક્શન રેકોર્ડ 1.03 લાખ Cr; ઇકોનોમી માટે સારા સંકેત- નાણા મંત્રાલય
  નવી દિલ્હીઃ એપ્રિલ 2018માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન રૂ.1,03,458 કરોડ થયું છે. પ્રથમવાર જીએસટી કલેક્શન આટલા લેવલે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ 1 જુલાઇ 2017થી અમલમાં છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલ દરમિયાન દેશમાં કુલ રૂ.1,03,458 કરોડનો જીએસટી વસૂલ થયો છે. તેમાં રૂ.18,652 કરોડ કેન્દ્રીય જીએસટી (CGST), રૂ. 25,704 કરોડ રાજ્યનો જીએસટી (SGST) અને રૂ.50,548 કરોડ ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)ના છે....
  May 1, 03:37 PM
 • એક્સિસ બેન્કને ચોથા ક્વાર્ટરમાં રૂ.2189 કરોડની ખોટ, પ્રોવિજનિંગ ત્રણગણી વધી
  નવી દિલ્હીઃ દેશની ત્રીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક એક્સિસ બેન્કે નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં રૂ.2,189 કરોડની ખોટ કરી છે. ગયા નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં બેન્કે રૂ.1225 કરોડનો નફો કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કનો નફો 25 ટકા વધીને રૂ.726 કરોડ થયો હતો. ચોથા ક્વાર્ટર દરમિયાન બેન્કની પ્રોવિજનિંગ રૂ.2,581.25 કરોડથી વધીને રૂ.7179.53 કરોડ થઇ ગઇ છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ રૂ.4,730 કરોડ ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે એક્સિસ બેન્કની ચોખ્ખી વ્યાજની આવક ફલેટ રૂ.4,730 કરોડ રહી હતી, જે અગાઉના વર્ષે સમાન...
  April 26, 08:50 PM
 • IDBI બેન્ક ફ્રોડઃ બે બેન્કોના CEO પર કેસ, અનેક અધિકારીઓ સામે CBIની કાર્યવાહી
  નવી દિલ્હીઃ IDBI બેન્કના રૂ.600 કરોડની લોન જાણીજોઇને નહિ ચૂકવવાની બાબતમાં સીબીઆઇએ મોટી કાર્યવાહી કરીને અનેક મોટા માથાઓ સામે કેસ દાખલ કર્યો છે. તેમાં એરસેલના પ્રમોટર સી શિવશંકરનની બે કંપનીઓ, તેમના એમડી, સિન્ડિકેટ બેન્ક અને ઇન્ડિયન બેન્કના સીઇઓના નામ સામેલ છે. આ કેસમાં અત્યાર સુધીમાં આઇડીબીઆઇ બેન્કના 15 સીનિયર અધિકારીઓ ઉપરાંત 24 ખાનગી કંપનીઓના ડાયરેક્ટર્સ અને ચેરમેન સામે કેસ દાખલ થઇ ચૂક્યો છે. એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરની કંપની સામે કેસ એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરનની કંપની...
  April 26, 08:19 PM
 • કંપનીએ જમા નહિ કર્યા હોય PFના નાણા તો સરકાર SMS, ઇમેઇલથી કરશે એલર્ટ
  નવી દિલ્હીઃ જો તમે કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરતા હો અને કંપનીએ તમારા પીએફના નાણાં સમયસર સરકાર પાસે જમા નહિ કરાવ્યા હોય તો તેની જાણકારી તમને તરત મળી જશે. સરકાર હવે એસએમએસ અને ઇમેલથી તમને એલર્ટ કરશે કે ગયા મહિને તમારું પીએફ કન્ટ્રીબ્યુશન તમારી કંપનીએ જમા કરાવ્યું નથી. આનાથી કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓના પીફના નાણાં સરકારમાં જમા નહિ કરાવવાના કિસ્સાઓ પર અંકુશ આવશે અને કર્મચારીઓને પણ આ રીતની ગરબડની તરત માહિતી મળશે. EPFOએ શરૂ કરી નવી ફેસિલિટી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના...
  April 25, 04:33 PM
 • બેન્કો બંધ કરી શકે ફ્રી સર્વિસીસ, ઝીરો બેલેન્સ, ATM, ચેક પર લેવાશે ચાર્જ
  નવી દિલ્હીઃ બેન્કો તરફથી ફ્રી સર્વિસ મળવાનું હવે બંધ થઇ શકે છે અને બેન્કો જે પણ સર્વિસ આપી રહી છે તેનો તમારે ચાર્જ ચુકવવાનો આવશે. તેનું કારણ એ છે કે ઇન્કમ ટેક્સ વિભાગે બેન્કોને નોટિસ આપીને બેન્કોને આ ફ્રી સર્વિસીસ પર ટેક્સ આપવા જણાવ્યું છે. જેમકે ઘણી બધી બેન્કો કેટલાક એકાઉન્ટ પર મિનિમમ એકાઉન્ટ બેલેસન્સ પર કોઇ ચાર્જ નથી લેતી. એટલે કે ખાતામાં લઘુત્તમ રકમ રાખવી જરૂરી નથી. એક રીતે બેન્ક આવા એકાઉન્ટ પર ફ્રી સર્વિસ આપે છે. બેન્કોને શો-કોઝ નોટિસ ટેક્સ વિભાગે એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક,...
  April 24, 03:12 PM
 • નીરવ-માલ્યા જેવા ભાગેડુઓની જપ્ત થશે સંપત્તિ, ઓર્ડિનન્સને કેબિનેટની મંજૂરી
  બિઝનેસ ડેસ્કઃ સરકાર કૌભાંડ કરીને વિદેશમાં ભાગી જતા આર્થિક ગુનેગારોને પકડવા માટે જોગવાઇઓ વધુ કડક બનાવી રહી છે આ માટે કેબિનેટે શનિવારે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ 2018ને મંજૂરી આપી છે, જેમાં વિદેશમાં ફરાર થઇ જતા કોર્પોરેટ ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઇ છે. દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ એવા રૂ.1300 કરોડના પીએનબી ફ્રોડના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશબહાર ભાગી ગયા છે. તે અગાઉ લિકર બિઝનેસમેન વિજય માલ્યા પણ બેન્કોના રૂ.9000 કરોડ ચુકવ્યા વિના...
  April 21, 08:09 PM
 • ચંદા કોચરની મુશ્કેલી વધી, પદ પર ચાલુ રહેવા સામે બોર્ડના સભ્યોને વાંધો
  નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપને લોન આપવાના વિવાદમાં હવે આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ ચંદા કોચરની ખુરશી ખતરમાં આવી ગઇ છે. ચંદા કોચર સામે હવે બેન્કના બોર્ડ તરફથી અવાજ ઊઠી રહ્યો છે. બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, બોર્ડના કેટલાક ડાયરેક્ટર્સે ચંદા કોચરને હોદ્દા પર ચાલુ રહેવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. આ બાબતની તપાસ હાલ સીબીઆઇ કરી રહી છે. તેથી બોર્ડમાં એ વાત પર મતભેદ છે કે ચંદા કોચરે પદ પર ચાલુ રહેવું જોઇએ કે નહિ. બહારના ડાયરેક્ટર્સનો વિરોધ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછું બહાર...
  April 9, 04:27 PM
 • ICICIના CEO ચંદા કોચર અને તેમના પતિના નામે લૂક આઉટ નોટિસ ઇશ્યુ
  નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપના ચીફ વેણુગોપાલ ધૂતને આઇસીઆઇસીઆઇ બેન્ક તરફથી અપાયેલી રૂ.3,250 કરોડની લોનના વિવાદના પગલે બેન્કના સીઇઓ અને એમડી ચંદા કોચર અને તેમના પતિની મુશ્કેલીઓ વધી રહી હોવાનું જણાય છે. કેમકે ધૂત સહિત ત્રણેય સામે લૂક આઉટ નોટિસ ઇશ્યુ થઇ છે. આ કેસના ઘટનાક્રમની તપાસ કરી રહેલી સીબીઆઇએ ગુરુવારે ચંદા કોચરના દીયર રાજીવ કોચરની પણ લાંબી પૂછપરછ કરી હતી. દીપક કોચરના ભાવ રાજીવની સિંગાપોર સ્થિત નાણાકીય કંપની અવિસ્ટા એડવાઇઝરી પણ સવાલોમાં ઘેરાયેલી છે. તેની સામે આરોપ છે કે આ કંપનીને...
  April 6, 07:28 PM
 • ટ્રેડ વૉર તેજ, ચીની સામાન પર US લગાવી શકે છે વધુ 100 અબજ ડોલરની ડ્યુટી
  વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન સાથે ટ્રેડ વોરને વધુ તીવ્ર બનાવવાનો સંકેત આપ્યો. ટ્રમ્પે ચીની પ્રોડક્ટ્સ પર 100 અબજ યુએસ ડોલરની વધારાની ટેરિફ લગાવવાની વાત કરી છે. આ અમેરિકામાં આવતી 1300 ચીની પ્રોડક્ટ્સ પર અગાઉથી પ્રાસ્તાવિક 25 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી ઉપરાંતની છે. ત્રીજી એપ્રિલે અમેરિકન ટ્રેડ રીપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર)એ ચીનમાંથી આવતા સામાન પર 25 ટકા ડ્યુટી લાગુ કરવાની જાહેરાત કરી હતી. તે પછી ચીને પણ સામે અમેરિકન પ્રોડક્ટસ પર એટલી ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની જાહેરાત કરી હતી....
  April 6, 05:07 PM
 • એક પેજનું ફોર્મ ITR 1 જાહેર, રૂ.50 લાખ સુધીની આવકવાળા કરદાતા ભરી શકશે
  નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ નાણાકીય વર્ષ 2018-19 માટે એક પેજનું ઇન્કમ ટેક્સ રીટર્ન ફોર્મ 1 (ITR) સહજ ગુરુવારે જાહેર કર્યું હતું. તેનો ઉપયોગ 50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતા કરી શકશે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે કેટલીક કેટેગરીને બાદ કરતા તમામે રીટર્ન ઓનલાઇન જ ભરવાનું છે. આ વખતે ફોર્મમાં નોટબંધીના વર્ષમાં રોકડ જમાની વિગતો આપવાની કોલમ દૂર કરવામાં આવી છે. 31 જુલાઇ સુધી લોકો પોતાનું ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરી શકે છે. નવા ફોર્મમાં કેટલીક નવી ડીટેલ પણ માંગવામાં આવી છે....
  April 6, 02:23 PM
 • રેપો રેટ ફેરફાર વિના 6% પર યથાવત, પોલીસી પછી સેન્સેક્સ 600 પોઇન્ટ ઊછળ્યો
  નવી દિલ્હીઃરિઝર્વ બેન્ક (આરબીઆઇ)ની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નથી કર્યો. આ સાથે રેપો રેટ 6 ટકા પર અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા પર યથાવત રહ્યા છે. આ સાથે હોમ લોન સહિતની કન્ઝ્યુમર લોન્સ સસ્તી થવાની આશા પાછી ઠેલાઇ છે.નાણાકીય વર્ષ 2018-19ની પ્રથમ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આરબીઆઇ મોંઘવારી વધવાના જોખમને ધ્યાનમાં રાખીને પોલિસી રેટમાં કોઇ ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, આરબીઆઇની પોલિસી પૂર્વે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી અને મોનેટરી પોલિસી બાદ સેન્સેક્સ 500થી...
  April 5, 03:29 PM
 • ICICI લોન વિવાદ: ચંદા કોચરના પતિ અને ન્યુપાવરને IT વિભાગની નોટિસ
  નવી દિલ્હીઃ વીડિયોકોન બેન્ક લોન કેસમાં ટેક્સ ચોરીની તપાસ કરી રહેલા ઇન્કમ ટેક્સ વિભાગે દીપક કોચરને નોટિસ મોકલી છે. દીપક કોચર આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ અને એમડી ચંદા કોચરના પતિ છે. આરોપ છે કે આઇસીઆઇસીઆઇ બેન્કે 2012માં વીડિયોકોન કંપનીને રૂ.3,250 કરોડની લોન આપી હતી, જે પાછળથી ફરતી ફરતી ન્યુપાવર કંપની પાસે આવી ગઇ, જેના વડા દીપક કોચર છે. તે પછી બેન્કે આ લોનને એનપીએ જાહેર કરી હતી. ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો હતો કે આ લોન આપવામાં ગડબડ થયાની શંકા છે. સેક્શન 131 હેઠળ ઇશ્યુ થઇ નોટિસ દીપક કોચરને આ નોટિસ ઇન્કમ...
  April 4, 02:11 PM