અર્થવ્યવસ્થા / 8 મુખ્ય ઔદ્યોગિક સેક્ટરનો વિકાસ દર જુલાઇમાં 2.1 ટકા, ગત વર્ષે આ સમયે 7.3 ટકા હતો

Growth rate in 8 core sectors of Indian industries decline this year

  • આ 8 કોર સેક્ટર છે- કોલસો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદો, ખાતર, સિમેન્ટ, વિજળી અને સ્ટીલ
  • દેશના ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડેક્સમાં આ 8 કોર ઇન્ડસ્ટ્રીનું યોગદાન 40 ટકા છે

Divyabhaskar.com

Sep 02, 2019, 07:03 PM IST

નવી દિલ્હી: દેશની 8 કોર ઇન્ડસ્ટ્રીઝના વિકાસમાં આ વર્ષે જુલાઇમાં ગત વર્ષની સરખામણીએ કમી જોવા મળી છે. આ કોર ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ રેટ જુલાઇમાં 2.1 ટકા રહ્યો હતો. જુલાઇ 2018માં તે 7.3 ટકા હતો. 8 કોર સેક્ટરમાં કોલસો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદો, ખાતર, સિમેન્ટ, વિજળી અને સ્ટીલ સામેલ છે જે દેશના ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડેક્સમાં 40 ટકા યોગદાન આપે છે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે GDPમાં 18 મહિનાથી પછડાટ જોવા મળી છે. આવો સમય 2006 બાદ પહેલી વખત જોવા મળ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં વિકાસ દર ઘટીને 5 ટકા રહી ગયો હતો. ગત ત્રિમાસિકમાં તે 5.8 ટકા જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં આ ટકાવારી 8ની હતી. જુલાઇમાં સરકારે રજૂ કરેલા આર્થિક સર્વેમાં GDP 7 ટકા રહેવાનું અનુમાન હતું. જ્યારે RBI 6.9 ટકા GDP રહેશે તેવી જાહેરાત કરી હતી. જોકે આ 8 સેક્ટરની ગ્રોથનો આંકડો જૂનની સરખામણીએ સારો છે. જૂન 2019માં ગ્રોથ ઘટીને 0.2 ટકા રહી ગઇ હતી. તે 50 વર્ષના સૌથી નિમ્ન સ્તર પર હતી.

X
Growth rate in 8 core sectors of Indian industries decline this year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી