આંકડા / જથ્થાબંધ મોંઘવારી દર જૂનમાં 2.02%, છેલ્લાં 23 મહિનામાં સૌથી ઓછી

The wholesale price inflation was 2.02% in June, the lowest in last 23 months

  • જથ્થાબંધ મોંઘવારી જુલાઈ 2017માં 1.88% નોંધાય હતી જે સૌથી ઓછી હતી
  • જથ્થાબંધ મોંઘવારી દર સતત બીજા મહિને ઓછી
  • મેમાં 2.45%, એપ્રિલમાં 3.24% હતી
  • જૂનમાં શાકભાજીના મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો, ઈંધણ-વીજળીની કિંમતો ઓછી થઈ

Divyabhaskar.com

Jul 15, 2019, 01:58 PM IST

નવી દિલ્હીઃ જથ્થાબંધ મોંઘવારી દર જૂનમાં 2.02% રહ્યો છે. જે 23 મહિનામાં સૌથી ઓછો છે. આ પહેલાં જુલાઈ 2017માં 1.88% મોંઘવારી દર નોંધાયો હતો. શાકભાજીના મોંઘવારી દરમાં ઘટાડો અને ઈંધણ-વીજળની કિંમત ઘટવાને કારણે જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર નીચે આવ્યો છે. મેમાં 2.45% નોંધાયો હતો.

વસ્તુઓ મેમાં મોંઘવારી દર જૂનમાં મોંઘવારી દર
ખાદ્ય વસ્તુઓ 6.99% 6.98%
શાકભાજી 33.15% 24.76%
બટેટાં -23.36% -24.27%
ડુંગળી 15.89% 16.63%
ઈંધણ-વીજળી 0.98% -2.20%
મેન્યુફેકચર્ડ પ્રોડક્ટ 0.94% 0.94%

એપ્રિલનો જથ્થાબંધ મોંઘવારી દર 3.07%થી સંશોધિત કરી 3.24% કરાઈ. ગત સપ્તાહે (રિટેઈલ) મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા હતા. ખાદ્ય વસ્તુઓની રિટેલ કિંમત વધતા જૂનમાં 3.18% રહ્યાં, જે ગત 8 મહિનામાં સૌથી વધુ છે.

X
The wholesale price inflation was 2.02% in June, the lowest in last 23 months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી