તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • According To The SEBI Chairman, The IPO Market Could Improve In The Second Half Of The Current Financial Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેબી ચેરમેનના મતે ચાલુ નાણાકિય વર્ષના સેકન્ડ હાફમાં IPO માર્કેટ સુધારી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • IL&FS, ચૂટણીનો માહોલ અને વૈશ્વિક આર્થિક મંદીની અસર નવા ઈશ્યુને થઇ હોવાનું માનતી સેબી
  • રોકાણ સલાહકારો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ માટેની ઓપરેશનલ માર્ગદર્શિકા પર ગિફ્ટ સિટી સાથે વાત ચાલુ

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: પાછલા થોડા સમયથી ભારતમાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માર્કેટની ગતિ ધીમી પડી છે અને આથી જ કોઈ મોટા ઇશ્યુઝ માર્કેટમાં આવ્યા નથી. આ અંગે આજે શુક્રવારે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) - ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં આવેલા સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી અને ખાસ કરીને IL&FSના ઈશ્યુ પછી ડેટ માર્કેટ ખરાબ બન્યું હતું, ત્યાર બાદ દેશમાં ચૂંટણીનો માહોલ હતો અને હાલમાં વશ્વિક મંદીની અસર આપણે ત્યાં પણ જોવા મળી રહી છે તેના લીધે IPOની બજાર ધીમી છે. પરંતુ અમને આશા છે કે ચાલુ નાણાકિય વર્ષના સેકન્ડ હાફમાં IPO માર્કેટમાં સુધારો જોવા મળી શકે છે. સેબીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, IFSCમાં રોકાણ સલાહકારો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓની કામગીરી શરૂ કરવા માટે ઓપરેશનલ માર્ગદર્શિકા જારી કરવા સેબી અને ગિફ્ટ સિટી વચ્ચે વાતચીત ચાલુ છે.

બજારની સ્થિતિ માટે ઘણા ફેકટર્સ કામ કરતા હોય છે: સેબી
ફોરેઇન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) દ્વારા ભારે વેચવાલીના પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું અને હજુ પણ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ લાગી રહ્યું છે. આ અંગે બોલતા સેબી ચેરમેને કહ્યું કે, બજારની સ્થિતિ માટે ઘણા ફેકટર્સ કામ કરતા હોય છે અને તેના માટે માત્ર FPI જવાબદાર નથી. જનરલ સ્લોડાઉનના કારણે બજારમાં વેચવાલી રહે છે. FPI આગળ જતા પણ વેચશે ક નહિ તે તો કહી ના શકાય પરંતુ ઓપરેશનલ સાઈડમાં અમે ઘણા પગલા લીધા છે અને અમને લાગી રહ્યું છે કે તેનાથી તેમને (FPIને) સંતોષ થશે.

ગિફ્ટમાં પ્રાયમરી ડેટ લિસ્ટિંગ માટે ઘણી તકો રહેલી છે: ત્યાગી
હાલમાં સેબીએ ઘણા ઇન્ટરમીડીઅરીઝને સ્ટોક બ્રોકરો, ડિપોઝિટરી સહભાગીઓ, મર્ચન્ટ બેન્કરો તરીકે IFSCમાંથી સંચાલન કરવાની મંજૂરી આપી દીધી છે. IFSCમાં ડેટ લિસ્ટિંગ વિશે વાત કરતા ત્યાગીએ જણાવ્યું હતું કે ગિફ્ટ પાસે અત્યાર સુધીમાં 42 બિલિયન ડોલરથી વધુની મીડીયમ ટર્મ નોટ્સ, 59.9 બિલિયન ડોલરના મસાલા બોન્ડ્સ અને 1.6 બિલિયન ડોલરના ગ્રીન બોન્ડ્સ લીસ્ટ થયા છે. અત્યાર સુધી સેકન્ડરી ડેટમાં જ લિસ્ટિંગ થયું છે અને અહી પ્રાયમરી લિસ્ટિંગ માટે ઘણી તકો રહેલી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser