Home >> Business >> Economy
 • આવતા 2 માસમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થવાનું જોખમ, ક્રુડ 85 ડોલરે જઇ શકે
  નવી દિલ્હીઃ ઓપેક અને નોન-ઓપેક દેશોમાં ક્રુડ પ્રોડક્શનમાં કાપ ડિસેમ્બર પછી પણ ચાલુ રાખવાની સહમતી પછી ક્રુડની કિંમતો પર અસર જોવા મળી રહી છે. એક્સપર્ટસ કહે છે કે યુએસમાં ઇન્વેન્ટરીઝ ઘટી છે જ્યારે ઓપેક દેશો તરફથી પણ સપ્લાય ટાઇટ રહેવાની શક્યતા છે. ગ્લોબલ ટેન્શન પણ કિંમતોને ઊછાળી રહ્યું છે. આગામી 2 મહિનામાં ક્રુડનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી શકે છે. તેમનું કહેવું છે કે પહેલાથી દબાણમાં ચાલી રહેલી ઓઇલ કંપનીઓ આ દબાણ હવે ગ્રાહકો પર નાખી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાની સાથે મોંઘવારી...
  April 21, 06:31 PM
 • પેટ્રોલ 55 મહિનામાં સૌથી મોંઘુ, મુંબઇમાં રૂ.81.93 અને દિલ્હીમાં રૂ.74.08/લીટર
  નવી દિલ્હીઃ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 55 મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યા છે. શુક્રવારે પણ પેટ્રોલની કિંમતમાં એક અને ડીઝલમાં 4 પૈસા પ્રતિ લીટર વધારો થવાથી દિલ્હીમાં હવે લીટર પેટ્રોલ રૂ.74.08 અને મુંબઇમાં આશરે 82 રૂપિયાના ભાવે મળે છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલ રૂ.73થી ઉપરના સ્તરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત વધવાથી તે ઓઇલની કિંમતમાં 16 એપ્રિલથી તેજી જોવા મળી રહી છે. શહેર ભાવ (રૂ./લીટર) દિલ્હી 74.08 (55 મહિનાનું ઊંચુ સ્તર) કોલકાતા 76.78 (3 મહિનાનું ઊંચુ સ્તર) મુંબઇ 81.93 (1 મહિનાનું ઊંચુ સ્તર)...
  April 21, 02:22 PM
 • આ વર્ષે 7.3 ટકાના દરે વધશે ભારતીય અર્થતંત્રઃ વિશ્વ બેન્ક
  નવી દિલ્હીઃ વિશ્વ બેન્કે જણાવ્યું છે કે આ વર્ષે ભારતીય અર્થતંત્ર 7.3 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. વિશ્વ બેન્કનું કહેવું છે કે નોટબંધી અને જીએસટી જેવા રીફોર્મ્સની અસર ધીમે ધીમે ઘટી રહી છે. અર્થતંત્ર તેના આંચકામાંથી બહાર આવી રહ્યું છે. બે વર્ષમાં એકવાર બહાર પડતા સાઉથ એશિયા ઇકોનોમિક ફોક્સ રીપોર્ટમાં વિશ્વ બેન્કે કહ્યું કે ભારતનો ગ્રોથ રેટ 2017ના 6.7 ટકાથી વધીને 2018માં 7.3 ટકા પર પહોંચી શકે છે. ખાનગી રોકાણ વધવાથી વિકાસ દરને ટેકો મળશે. 2019 અને 2020માં 7.5 ટકા હશે જીડીપી વિશ્વ બેન્ક માને છે કે 2019 અને 2020માં...
  April 17, 04:37 PM
 • આ વર્ષે પડશે સારો વરસાદ, ચોમાસુ 97% નોર્મલ રહેવાનું અનુમાન: IMD
  નવી દિલ્હીઃ ભારતમાં સતત ત્રીજા વર્ષમાં ચોમાસુ સારુ નીવડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશમાં નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેવાની આશા છે અને આખી સીઝનમાં 97 ટકા (+/-5) વરસાદ પડવાનું અનુમાન છે. હવામાન વિભાગે જણાવ્યું કે અલ-નીનોનું જોખમ ઘટ્યું છે. ચોમાસાની પહેલાથી અલ-નીનોની સ્થિતિ ન્યુટ્રલ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વેધર વેબસાઇટ Skymetએ આ વર્ષમાં ચોમાસુ સારું રહેવાની આગાહી કરી હતી. તેણે કહ્યું હતું કે ચોમાસાની સીઝનાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના...
  April 16, 04:47 PM
 • એરોસ્પેસ, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે પુંજ લોઇડ, રેવ સાથે અદાણી ગ્રુપનું જોડાણ
  નવી દિલ્હીઃ અદાણી ગ્રુપે બુધવારે જણાવ્યું હતું કે તેણે એરોસ્પેસ અને ડિફેન્સ માટે ડિઝાઇન અને હાઇ પ્રીસિઝન ગીયર્સ બનાવવા પુંજ લોઇડ અને અમેરિકાની રેવ ગીયર્સ સાથે હાથ મિલાવ્યા છે. આ સંયુક્ત સાહસ ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) માટે રોટરી પ્લેટફોર્મ્સ માટે ગીયર્સ બનાવવા અને ગીયર્સના એસેમ્બ્લીઝ માટે છે. ઉપરાંત ભવિષ્યમાં નેવલ યુટિલિટી તેમજ મલ્ટિ રોલ હેલિકોપ્ટર્સ માટે તેમનો ઉપયોગ થઇ શકશે. કંપનીએ જણાવ્યું કે આ જોડાણ મિલિટરી અને સિવિલ એરોસ્પેસમાં ગ્લોબલ OEMs (ઓરિજિનલ...
  April 11, 08:45 PM
 • તેલ ઉત્પાદક દેશોને મોદીની શીખ, કિંમતો નક્કી કરવામાં ના કરશો મનમાની
  નવી દિલ્હીઃ આખી દુનિયાને ઓઇલ સપ્લાય કરતા ઓપેક દેશોને સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું કે ગેરવાજબી રીતોથી ક્રુડ ઓઇલની કિંમતોને અસર કરવી ઠીક નથી અને તેની વાજબી કિંમત નક્કી કરવા માટે વિશ્વસ્તરે સહમતી બનવી જોઇએ. પેટ્રોલિયમ પદાર્થોની એક્સપોર્ટ કરનારા દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં વડાપ્રધાને જણાવ્યું કે આપણે બધાને વાજબી દરે ઊર્જા ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરવું જોઇએ. સાઉદી અરબ, ઇરાન અને કતારથી આવેલા પ્રતિનિધિઓની હાજરીમાં મોદીએ જણાવ્યું કે જાણીજોઇને બજાર ભાવને...
  April 11, 06:26 PM
 • 15 એપ્રિલથી ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઇન્ટ્રા- સ્ટેટ ઇ-વે બિલઃ નાણાં મંત્રાલય
  નવી દિલ્હીઃ 15 એપ્રિલથી દેશના વધુ 5 રાજ્યો ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ સિસ્ટમ લાગુ થઇ જશે. અત્યાર સુધી ઇન્ટ્રા-સ્ટેટ ઇ-બિલ સિસ્ટમ માત્ર કર્ણાટકમાં લાગુ હતું. ઉલ્લેખનીય છે કે આખા દેશમાં ઇ-વે બિલ સિસ્ટમ 1 એપ્રિલથી લાગુ થઇ ચૂકી છે, જેમાં ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા-સ્ટેટ એમ બે પ્રકારના મોડલ છે. સરકાર તરફથી આવેલા નિવેદન અનુસાર, આ રાજ્યોમાં ઇ-વે બિલ સિસ્ટમ શરૂ થવાથી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મોરચે સરળતા ઊભી થવાની આશા છે. આ રાજ્યોના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી...
  April 10, 01:57 PM
 • 3 દિવસમાં જનરેટ થયા 17 લાખથી વધુ ઇ-વે બિલ, ગુજરાત રહ્યું નંબર વન
  નવી દિલ્હીઃ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સે સામાનને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં (ઇન્ટર-સ્ટેટ)માં લાવવા- લઇ જવા માટે ત્રણ દિવસમાં 17 લાખથી વધારે ઇ-વે બિલ જનરેટ કર્યા છે. ઇન્ટર-સ્ટેટ ઇ-વે બિલ 1 એપ્રિલ 2018થી દેશભરમાં લાગુ થઇ ગયું છે. સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ઇ-વે બિલ જનરેટ કરવાની સંખ્યા વધી રહી છે. 1 એપ્રિલે 2.59 લાખ બિલ જનરેટ થયા હતા. તે પછી બે દિવસમાં એટલે કે 2 એપ્રિલે 6.5 લાખ અને 3 એપ્રિલે8.15 લાખ બિલ જનરેટ થયા છે. ઇ-વે બિલ અનુસાર, 50,000 રૂપિયાથી વધુ રકમનો સામાન રાજ્ય કે રાજ્યની બહાર...
  April 4, 08:19 PM
 • આ ચોમાસામાં જળશ્રીકૃષ્ણની કૃપા વરસશે: દેશમાં મોટા ભાગે 100% વરસાદનું અનુમાન
  નવી દિલ્હીઃ ખેડૂતો અને ખેતી પર નિર્ભર માણસો તથા પાણી માટે વલખાં મારનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. એટલે જે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 100 ટકા વરસાદ પડવાનું અનુમાન છે. જ્યારે સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના 20 ટકા છે. હવામાનની જાણકારી આપનારી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટ વેધરે ચોમાસા પરનો તેનો તાજો રીપોર્ટ વેબસાઇટ પર જાહેર કર્યો છે. રીપોર્ટ અનુસાર, દુષ્કાળની સંભાવના શૂન્ય ટકા છે. આખી સીઝનમાં 96 ટકાથી 104 ટકા વરસાદ સ્કાઇમેટના જણાવ્યા અનુસાર, આ વર્ષે...
  April 4, 05:08 PM
 • માર્ચમાં GST કલેક્શન રૂ.90,000 કરોડ થયું, ઇ-વે બિલ સફળઃ ફાઇનાન્સ સેક્રેટરી
  નવી દિલ્હીઃ ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે જીએસટી કલેક્શનમાં વધારો થઇ રહ્યો છે. માર્ચના અંત સુધીમાં આશરે 90,000 કરોડનું જીએસટી કલેક્શન થયું હતું. આમ માર્ચમાં કલેક્શન સારું રહ્યું. તેમણે કહ્યું કે ઇ-વે બિલની શરૂઆત સફળ રહી છે. હજુ સુધી તેમાં કોઇ ફરિયાદ આવી નથી. ફાઇનાન્સ સેક્રેટરીએ કહ્યું કે 2017-18માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ટાર્ગેટથી વધારે થઇ ગયું છે. નિશ્ચિત રીતે અમે સુધારેલા નાણાકીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરી શકીશું. જીએસટી કલેક્શનમાં વધવા તરફી વલણ છે. માર્ચમાં તે રૂ.89,264 કરોડ...
  April 2, 07:25 PM
 • દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ ચાર વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યા
  નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ નવી ઊંચાઇએ પહોંચી ગયા. મહારાષ્ટ્રના પરભણીમાં એક લીટર પેટ્રોલના ભાવ 83.19 અને ડીઝલના 69.29 રૂપિયા થઇ ગયા. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.73 રૂપિયા થઇ ગયો, જે 4 વર્ષમાં સૌથી વધુ છે. આ અગાઉ 14 સપ્ટેમ્બર, 2013ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 76.06 રૂપિયા હતો, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. દિલ્હીમાં ડીઝલ પણ 64.58 રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. અગાઉનો રેકોર્ડ 7 ફેબ્રુઆરી, 2018નો છે કે જ્યારે ડીઝલનો ભાવ 63.22 રૂપિયા હતો. બે વર્ષથી ક્રૂડમાં તેજી...
  April 2, 01:01 AM
 • અસંગઠિત ક્ષેત્રના વર્કર્સને પણ મળશે PF સ્કીમનો લાભ, નવી નોકરીની તકો વધશે
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા નવા કર્મચારીઓને પહેલા 3 વર્ષના એમ્પ્લોયર પીએફ કન્ટ્રિબ્યુશન પોતે ભોગવશે. તે માટે મોદી સરકારે પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાનો વ્યાપ વધાર્યો છે. પહેલા માત્ર સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને જ યોજનાનો ફાયદો મળતો હતો. ગુરુવારે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. 1. શું થશે ફાયદો? - હવે અસંગઠિત ક્ષેત્રના વર્કર્સને પણ સામાજિક સુરક્ષા કવર જેવા કે...
  March 29, 04:29 PM
 • નવી દિલ્હી: ફરી એકવાર પેટ્રોલ 82ને પાર, ડીઝલ 70ની નજીક
  નવી દિલ્હી: પેટ્રોલનો ભાવ ફરી એકવાર લિટરદીઠ રૂ. 82ને પાર પહોંચી ગયો છે. મંગળવારે મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ. 82.49નો થઈ ગયો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 80.82, ડીઝલનો ભાવ લિટરદીઠ રૂ. 67.91 થઈ ગયો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 70 ડોલર થયો તેને કારણભૂત માનવામાંઆવે છે.
  March 28, 01:41 AM
 • ફેબ્રુઆરીમાં GST કલેક્શન થયું રૂ.85,174 કરોડ, 69 ટકાએ ફાઇલ કર્યા રીટર્ન
  નવી દિલ્હીઃ ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 85,174 કરોડ રૂપિયા થયું છે. સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, 26 માર્ચ સુધી સુધારેલા અનુમાનમાં આ આંકડા બહાર આવ્યા છે. 20 માર્ચ સુધી વેપારીઓએ GSTR 3B રીટર્ન ફાઇલ કરવાનું હતું. 1 કરોડથી વધારે રજિસ્ટર્ડ વેપારીઓ જીએસટી હેઠળ 25 માર્ચ 2018 સુધીમાં દેશભરમાં 1.05 કરોડ વેપારીઓ રજિસ્ટર્ડ છે. તેમાંથી 18.17 લાખ વેપારીઓએ કોમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કર્યો હતો. એવા વેપારીઓને ત્રિમાસિક રીટર્ન ફાઇલ કરવાની સુવિધા છે. તે સિવાયના વેપારીઓએ દર મહિને રીટર્ન ફાઇલ કરવું જરૂરી છે. 60 લાખ...
  March 27, 06:51 PM
 • સીએનજી, પીએનજી ગેસના ભાવમાં વધારો થશે
  નવી દિલ્હી: સરકાર આગામી સપ્તાહે ઘરેલું કુદરતી ગેસના ભાવ વધારી શકે છે. ગેસના નવા ભાવ બે વર્ષના (એપ્રિલ-સપ્ટેમ્બર 2016થી અત્યાર સુધીના) ટોચના સ્તરે પહોંચી જશે. સરકારના આ પગલાથી સીએનજીના ભાવ પણ વધી જશે અને વીજળી અને યુરિયા ઉત્પાદનની પડતર પણ વધી જશે. પહેલી એપ્રિલથી ડોમેસ્ટિક ફિલ્ડ્સમાં ઉત્પાદિત કુદરતી ગેસનો ભાવ વધીને મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ 3.06 ડોલર થઇ જશે. જ્યારે હાલમાં આ ભાવ 2.89 ડોલર છે. એટલે કે કુદરતી ગેસના ભાવમાં 0.17 ડોલરનો વધારો થશે. નેચરલ ગેસના ભાવોમાં વધારાને કારણે સીએનજી અને ઘરોમાં...
  March 23, 01:43 AM
 • `આયુષ્યમાન ભારત'ને કેબિનેટની મંજૂરી, 10 કરોડ કુટુંબોને મળશે હેલ્થ ઇન્શ્યોરન્સ
  નવી દિલ્હીઃ કેબિનેટે બુધવારે તમામ લોકોને હેલ્થ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ બનાવવાના ઉદ્દેશ સાથે નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશનને મંજૂરી આપી દીધી છે. તેને `આયુષ્યમાન ભારત નામ આપવામાં આવ્યું છે. તેનો ફાયદો દેશના 10 કરોડ ગરીબ પરિવારોને મળશે. આ સાથે જ નેશનલ હેલ્થ મિશનને ચાલુ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમને લાગુ કરવા માટે એક કાઉન્સિલની રચના કરવામાં આવી છે, જેની અધ્યક્ષતા હેલ્થ મિનિસ્ટર કરશે. વાર્ષિક મળશે 5 લાખ રૂપિયાનો વીમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં...
  March 21, 09:46 PM
 • કોર્ટમાં આધાર અંગે પ્રેઝન્ટેશન કરવા સરકારે માગી સુપ્રીમ કોર્ટની મંજૂરી
  નવી દિલ્હીઃ આધાર સાથે સંકળાયેલી બાબતો પર સુનાવણી કરવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આધાર સ્કીમો અંગે યુઆઇડીએઆઇ (આધાર ઓથોરિટી)ના સીઇઓને કોર્ટમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન (પીપીટી)ની મંજૂરી આપવામાં આવે. તેના પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, `કોર્ટ બેન્ચના અન્ય સભ્યોની સલાહ લઇને પીપીટી માટે સમય નક્કી કરશે. આધારના ડેટાની સિક્યોરિટી, તેને લાગુ કરવા સહિતના અનેક ટેકનિકલ પોઇન્ટ્સ છે. ઉલ્લેખનીય છે કે આધાર સાથે સંકળાયેલી અરજીઓ પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા બેઠળ 5...
  March 21, 02:31 PM
 • અમેરિકા ફર્સ્ટના મુકાબલે ભારતનું મેક ઈન ઈન્ડિયાના પક્ષમાં અભિયાન
  નવી દિલ્હી: WTOમાં ભારતે મેક ઈન ઈન્ડિયા બનામ અમેરિકા ફર્સ્ટની લડાઈમાં જીત હાંસિલ કરવા માટે વેપારી યુદ્ધ શરૂ કરી દીધુ છે. અમેરિકા પોતાના પક્ષમાં WTOના નિયમો લાવવા મથી રહ્યુ છે. જેથી ભારતને ઈ- કોમર્સ મામલે વાતચીત કરવા તૈયાર કરી શકાય. આથી ભારતે પોતાના પક્ષમાં માહોલ તૈયાર કરવા માટે WTOના આશરે 50 સભ્ય દેશોની બેઠક બોલાવી છે. અમેરિકા WTOના ડિસ્પ્યુટ સેટલમેન્ટ સિસ્ટમને ખતમ કરવા માગે છે. જેથી વિકાસશીલ દેશો વિકસિત દેશોએ લીધેલા નિર્ણયોને પડકારી શકે નહી. અમેરિકા WTOમાંથી પોતાનું સભ્યપદ ખેંચી શકવાની આશંકા પણ...
  March 21, 12:21 AM
 • જાનનું જોખમ છતાં આરબ દેશોમાં જાય છે ભારતીયો, જાણો આ છે મુખ્ય કારણો
  નવી દિલ્હીઃ ઇરાકના મોસુલમાં 39 ભારતીયોનો `સંહાર થયો એ સમાચારથી સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો છે. બે વર્ષથી વધુ સમયથી ચાલતી તપાસ પછી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પોતે મંગળવારે સંસદમાં તેની જાણકારી આપી. મૃતકોના પરિવારો માટે તો આ સમાચાર વજ્રાઘાત સમાન બન્યા છે. જોકે, આરબ દેશોમાં ભારતીયોના મોત કે તેમની સામે હિંસાની આ પ્રથમ ઘટના નથી. ફરક એટલો છે કે પહેલીવાર એક ત્રાસવાદી સંગઠને મોટા પાયે ભારતીયોનો નરસંહાર કર્યો છે. હવે સવાલ એ છે કે જો આરબ દેશોમાં ભારતીયોની સુરક્ષાની કોઇ ગેરન્ટી નથી તો પણ શા માટે ભારતીયો...
  March 20, 08:11 PM
 • ચીને બિછાવેલી 8 લાખ કરોડ ડોલરની વિકરાળ જાળમાં બર્બાદ થઇ શકે છે આ 8 દેશ
  નવી દિલ્હીઃ ચીન વિશ્વમાં પોતાને વર્લ્ડ પાવર તરીકે સ્થાપિત કરવા બનતું બધું કરી રહ્યું છે. ભારતને ભીંસમાં લેવા અને તેને દબાણમાં રાખવા ચીન હંમેશા આતુર છે તે જાણીતું છે. પાકિસ્તાનની પડખે તો તે ઊભું જ છે. તેણે પાકિસ્તાન સહિત ભારતના પાડોશી દેશોને મદદ કરવા અને તેમની સાથે વ્યાપાર વધારવાના બહાને એક વિશાળકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ રીસર્ચના રીપોર્ટ અનુસાર, ચીનનો આશરે 8 લાખ કરોડ ડોલર (લગભગ રૂ.520 લાખ કરોડ)નો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ-...
  March 20, 07:05 PM