Home >> Business >> Economy
 • દેશમાં અહીં પેટ્રોલ મળે છે 67 રૂપિયે લીટર, જાણો GST લાગુ પડે તો કેટલું સસ્તું થાય
  નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંગે હાહાકાર મચી ગયો છે. શનિવારે પેટ્રોલમાં વધુ 14 પૈસા વધતા મુંબઇમાં તેની કિંમત રૂ.85.78 પર પહોંચી છે, જે નવો રેકોર્ડ ભાવ છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને રૂ.77.97 થયો છે. ડીઝલ જોઇએ તો શનિવારે 15 પૈસા મોંઘુ થયું છે. આમ લગાતાર સતત 13 દિવસની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને રોજે રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દરેક રાજ્ય અને શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થોડો ફેર હોય છે. પરંતુ દેશના કેટલાક રાજ્યો અને શહેરો એવા પણ છે કે ત્યાં હજુ પણ ઘણું...
  May 26, 07:32 PM
 • ભારતની માથાદીઠ રોજની આવક રૂ.323, પેટ્રોલ-ડિઝલનો ધૂમાડો રોજ રૂ.12નો ધૂમાડો
  નવી દિલ્હીઃ સતત 11મા દિવસે વધેલા પેટ્રોલના ભાવ હવે મધ્યમવર્ગના ખિસ્સામાં આગ ભડકાવી રહ્યા છે. શુક્રવારે થયેલા ભાવવધારા સાથે દેશમાં પહેલી જ વાર પેટ્રોલનો ભાવ રૂ. 85ના કમરતોડ આંકડે પહોંચ્યો છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આ ભાવ અસહ્ય તો છે જ, પરંતુ માથાદીઠ આવકના હિસાબે જોઈએ તો સરેરાશ ભારતીયની આવક રૂ. 323 છે, જેમાંથી રોજના રૂ.12 તો પેટ્રોલ-ડીઝલ પાછળ જ ખર્ચાઈ રહ્યા છે. સળંગ 11મા દિવસે ઝિંકાયેલા નવા ભાવવધારા મુજબ પેટ્રોલની કિંમતમાં 36 પૈસા વધતાં દિલ્હીમાં ભાવ રૂ.77.83 પ્રતિ લીટર થયો છે. એ જ રીતે ડીઝલમાં પણ...
  May 26, 12:15 PM
 • 17માંથી 15 બેન્કોની 50 હજાર કરોડની ખોટ: સરકારી બેન્કો ડૂબી
  મુંબઈ: દેશની 16માંથી 14 સરકારી બેન્ક નુકસાનમાં છે. આ હકીકત માર્ચ 2018ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકગાળાના બેન્કોનાં આવેલાં પરિણામોમાં સામે આવી છે. બધી બેન્કોનું નુકસાન એકત્ર થાય તો તે 50 હજાર કરોડથી પણ વધુ થાય છે. જોકે, હજી ચાર બેન્કોનાં પરિણામ આવવાના બાકી છે. શુક્રવારે આઈડીબીઆઈ બેન્કનાં પણ પરિણામ આવી ગયાં. 2017-18ના ચોથા ત્રિમાસિકમાં બેન્કને 5,662.76 કરોડનું નુકસાન થયું છે. આઈડીબીઆઈ ત્રીજી સૌથી મોટા નુકસાનવાળી બેન્ક બની ગઈ છે. - IDBIની NPA 28% થતાં કોર્પોરેટ લોન પર પ્રતિબંધ - IDBIની 5 હજાર કરોડની ખોટ, ત્રીજી સૌથી...
  May 26, 03:54 AM
 • ભારતમાં દૈનિક આવકનો 80 ટકા ખર્ચ પેટ્રોલ પાછળ, અન્ય દેશોમાં 2 ટકાથી ઓછો
  નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 11મા દિવસે વધ્યા છે. ઓપેક દેશો ક્રુડમાં ઉત્પાદન વધારશે એવી આશાએ વૈશ્વિક માર્કેટમાં ક્રુડ ઓઇલ 80 ડોલરની નીચે આવ્યું છે પરંતુ તેનો ફાયદો ભારતને હાલ મળી રહ્યો નથી. શુક્રવારે પેટ્રોલની કિંમત 36 પૈસા વધતા દિલ્હીમાં ભાવ રૂ.77.83 પ્રતિ લીટર થયું છે. એ જ રીતે ડીઝલમાં પણ 22 પૈસા વધવાથી તેનો ભાવ 68.75 પ્રતિ લીટર થયો છે.અમદાવાદમાં પણ પેટ્રોલ રૂ.76.77 પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે જ્યારે ડીઝલ તો રૂ.73ને વટાવીને રૂ.73.51 પર ચાલે છે, જે અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે. પહેલીવાર...
  May 25, 06:40 PM
 • પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી સરકાર ચિંતિત, પરંતુ ઉતાવળે કોઇ નિર્ણય નહિ લેવાયઃ પ્રસાદ
  નવી દિલ્હીઃસરકારે બુધવારે સંકેત આપ્યો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત આપવા માટે કોઇ નિર્ણય ઉતાવળે કરવામાં નહિ આવે. કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાથી સરકાર ચિંતિત છે, પરંતુ ઓઇલની કિંમતમાં સતત ઉતાર-ચડાવથી પેદા થતી હાલતને પહોંચી વળવા લોંગ ટર્મ વ્યુ રાખવામાં આવશે. એક્સાઇઝ ડ્યુટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરે છે સરકાર પ્રસાદે કેબિનેટની મીટિંગ પછી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા. પેટ્રોલના ભાવને નરમ કરવા એક્સાઇઝ ડ્યુટીમાં કાપની...
  May 23, 07:09 PM
 • 4 મહિનામાં 4 વાર ટ્રમ્પે કરી ચેલેન્જ, હવે ભારતે પણ હિસાબ બરાબર કરવા આપી ચેતવણી
  નવી દિલ્હીઃ જ્યારેથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા છે ત્યારથી વ્યાપારના મોરચે અનેક વાર ભારત અને અમેરિકા આમને-સામને આવ્યા છે. તેમાં દવાઓ, દાળ, ઘઉં-ચોખા, હાર્લે ડેવિડસન અને સ્ટીલ તેમજ એલ્યુમિનિયમ સુધીના વ્યાપારનો સમાવેશ થાય છે. આ બધાની પાછળનું કારણ ભારત સાથે અમેરિકાની વ્યાપાર ખાધ છે, જે 2017માં 22.9 અબજ ડોલર હતી. ટ્રમ્પ તેને ઓછી કરવા માગે છે. જોકે, અમેરિકાના કડક વલણના કારણે ભારતીય વેપારીઓને થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને ભારતે પણ કડક સંદેશા આપ્યા છે. ભારતનું કહેવુ છે કે અમેરિકાની...
  May 22, 10:11 PM
 • પેટ્રોલ 5 વર્ષમાં સૌથી મોંઘું બન્યું, ભાવમાં વધુ રૂ.4નો તોળાતો વધારો
  નવી દિલ્હીઃકર્ણાટકની ચૂંટણીમાં મતદાન પહેલા 19 દિવસ સુધી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા ન હતા. પરંતુ હવે ભાવ ઝડપથી વધી રહ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 1 રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે. શુક્રવારે પેટ્રોલનો ભાવ 29 પૈસા પ્રતિ લીટર વધતા તે 5 વર્ષની ઊંચી સપાટી પર આવી ગયું છે. હવે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ રૂ.76.61 અને ડીઝલ રૂ.67.08 થઇ ગયા. વધુ મોંઘા થશે પેટ્રોલ અને ડીઝલ કર્ણાટક ચૂંટણીના કારણે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. તે દરમિયાન ક્રુડ ઓઇલની...
  May 18, 08:07 PM
 • કર્ણાટક જીતની સાથે 62% GDP પર BJPનો કબજો, 21 રાજ્યોમાં સત્તા
  નવી દિલ્હીઃ કર્ણાટકમાં સરકાર બનાવવા પર ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા ગુરુવારે પૂરો થયો. રાજ્યપાલ વજુભાઇ વાળાના આમંત્રણથી સવારે 9 વાગ્યે બીએસ યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલે 15 દિવસનો સમય બહુમતી સાબિત કરવા આપ્યો. હાલમાં કર્ણાટકમાં સરકાર બનાવવાની સાથે ભાજપ દેશના 21 રાજ્યોમાં સત્તા પરઆવ્યો છે. ભાજપની આ જીતનું એક રીતે રાજકીય મહત્ત્વ છે તો દેશના અર્થતંત્રની રીતે પણ તે મહત્ત્વ ધરાવે છે. કર્ણાટકમાં સરકાર બનવાની સાથે ભાજપ દેશની 62 ટકાથી વધારે જીડીપી (કુલ ઘરેલુ ઉત્પાદન) ધરાવતા...
  May 17, 04:53 PM
 • મોદી સરકારના 5 મોટા વાયદાઓનું શું થયું, જાણો અત્યાર સુધી તમને શું મળ્યું
  નવી દિલ્હીઃ 16 મે 2014ના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને તેમાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી હાંસલ થઇ હતી. તેના 10 દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર બની તેને આજે ચાર વર્ષ પૂરા થયા. ચાર વર્ષ દરમિયાન મોદી સરકારે અનેક મહત્ત્વની યોજનાઓ જાહેર કરી છે. આજે અહીં જણાવીશું કે મોદી સરકારની બહુ માનીતી યોજનાઓની હાલની સ્થિતિ શું છે. સ્માર્ટ સિટી મિશન ચૂંટણી પહેલા ભાજપે વાયદો કર્યો હતો કે દેશમાં 100 નવા સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. લગભગ એક વર્ષ સુધી સ્માર્ટ સિટીના...
  May 16, 09:20 PM
 • એપ્રિલમાં જથ્થાબંધ ભાવની મોંઘવારી વધીને 3.18% થઇ, મોંઘા પેટ્રોલ-ડીઝલે દઝાડયા
  નવી દિલ્હીઃ એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક (WPI) આધારીત મોંઘવારીનો દર વધીને 3.18 ટકા થયો હતો. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ તથા ફળોના ભાવ સૌથી વધુ વધ્યા હતા. તેથી મોંઘવારી પર ઘણી અસર પડી છે. માર્ચમાં મોંઘવારી દર 2.47 ટકા હતો. એપ્રિલમાં ખાણી-પીણીની ચીજોનો મોંઘવારી દર 0.87 ટકા રહ્યો હતો, જે માર્ચમાં -0.29 ટકા હતો. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે. મોંઘવારીના દરના આંકડા એપ્રિલ 2018 માર્ચ 2018 ફ્યુઅલ એન્ડ પાવર 7.85% 4.70% પેટ્રોલ અને ડીઝલ 13.01% 9.45% ફળો 19.47% 9.26% ખાણી-પીણીની ચીજવસ્તુઓ 0.87%...
  May 14, 02:55 PM
 • છેલ્લા 4 વર્ષના રોજગારીના આંકડા તૈયાર કરવા મંત્રાલયોને PMની સૂચના
  નવી દિલ્હીઃ આગામી 2019ની સામાન્ય ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રાલયોને છેલ્લા 4 વર્ષ દરમિયાન રોજગારી પેદા થઇ તેને લગતા આંકડા તૈયાર કરવા જણાવ્યું છે. વિવિધ મંત્રાલયોને સૂચના આપવામાં આવી છે કે તેમણે કરેલા પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોની વિગતો તૈયાર કરે અને તેમાંથી કેટલી રોજગારીનું નિર્માણ થયું તેના આંકડા આપે એવું આ અંગે જાણતા એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. - બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, તેમને વિવિધ પ્રોગ્રામ્સની જીડીપી પર કેટલી અસર થઇ તેની ગણતરી પણ આપવા જણાવ્યું છે. -...
  May 8, 05:09 PM
 • 35 રૂપિયાનું પેટ્રોલ 75 રૂપિયે, મનમોહનસિંહે જે કર્યું તે મોદી કેમ નથી કરી શકતા?
  નવી દિલ્હીઃ ભારતમાં આજકાલ આમઆદમીની હાલત કફોડી બની છે. એકબાજુ કાળઝાળ ગરમી અને બીજી બાજુ પેટ્રોલ અન ડીઝલના ભડકે બળતા ભાવની બળતરા. આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જેટલો ઊછાળો જોવા મળી રહ્યો છે એવો 2014 પછી જોવા મળી નથી. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલ 75થી 80 રૂપિયાની વચ્ચે વેચાઇ રહ્યું છે. જ્યારે ડીઝલની કિંમત 65 રૂપિયાની આસપાસ છે. પેટ્રોલની કિંમતમાં અગાઉ ઘણીવાર તેજી આવેલી છે, પરંતુ આઝાદ ભારતના ઇતિહાસમાં ડીઝલ આટલું મોંઘુ ક્યારેય નથી થયું. નવી ટેલિકોમ પોલિસીમાં 40 લાખને રોજગારીનું...
  May 2, 08:27 PM
 • 24 એપ્રિલથી બદલાઇ નથી પેટ્રોલ-ડીઝલની કિંમત, કર્ણાટકમાં મતદાન પહેલા ભાવ પર બ્રેક
  નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે થનારા મતદાનના બે સપ્તાહ પહેલા સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતની નિયમિત સમીક્ષા રોકી રાખી છે. જ્યારે બેન્ચમાર્ક ઇન્ટરનેશનલ રેટ લગભગ 2 ડોલર પ્રતિ બેરલ વધી ગયો છે. હાલમાં પેટ્રોલની કિંમત 55 મહિનાના ટોપ લેવલ પર રૂ.74.63 અને ડીઝલ રેકોર્ડ લેવલ રૂ.65.93 પ્રતિ લીટર છે. સરકારી ઓઇલ કંપનીઓએ 24 એપ્રિલથી ઇંધણની કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. કર્ણાટકમાં 12 મેના રોજ મતદાન થવાનું છે. વળી, નાણા મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો ઇન્કાર કર્યો...
  May 1, 04:16 PM
 • 2018-19માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.5% રહેવાનું નીતિ આયોગનું અનુમાન
  નવી દિલ્હીઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડો રાજીવ કુમારે નાણાકીય વર્ષ 2018-19માં ભારતીય અર્થતંત્ર ઓછામાં ઓછા 7.5 ટકાના દરે વધવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રોકાણમાં વધારો અને ક્ષમતાઓનો સદુપયોગ વધવાથી ગ્રોથ સારી રહેશે. સરકારે હવે રીફોર્મ પ્રોસેસ પર ધ્યાન આપવું જોઇએ. છેલ્લા 47 મહિનામાં આર્થિક સુધારા માટે જે પણ પગલાં લેવાયા છે તેમને સંગઠિત કરીને મજબૂત કરવા જોઇએ. દેશનો આર્થિક માહોલ સકારાત્મક - રાજીવ કુમારનું કહેવું છે કે, `દેશનો આર્થિક માહોલ બિલકુલ સકારાત્મક અને આશાભર્યો છે. રોકાણનો વિસ્તાર...
  April 28, 06:44 PM
 • ક્રુડ ઓઇલ થઇ શકે છે 20% મોંઘુઃ વર્લ્ડ બેન્ક, ભારતને થશે મોટી અસર
  વોશિંગ્ટનઃ વર્લ્ડ બેન્કે જાહેર કર્યું છે કે આ વર્ષે એનર્જી સેક્ટર સાથે જોડાયેલી કોમોડિટીઝની કિંમતો 20 ટકા સુધી વધી શકે છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, તેલ, કુદરતી ગેસ અને કોલસાના ભાવમાં મોટો વધારો થઇ શકે છે. ભારત તેની વધુ અસર પડી શકે છે, કારણ કે આપણો દેશ જરૂરીયાતના 80 ટકા જેટલું ક્રુડ ઓઇલ આયાત કરે છે. આ અગાઉ વર્લ્ડ બેન્કે ઓક્ટોબર 2017માં કિંમતમાં 4 ટકા તેજીનું અનુમાન આપ્યું હતું તેની તુલનામાં હાલનું અનુમાન 16 ટકા વધારે છે. ક્રુડ ઓઇલની સરેરાશ કિંમત 65 ડોલર પ્રતિ બેરલ રહેશે - 2018 અને 2019માં ઓઇલની સરેરાશ...
  April 25, 06:42 PM
 • મોદી સરકારને બેચેન બનાવી રહ્યા છે 5 પડકારો, સૂઝતો નથી કોઇ ઉપાય
  નવી દિલ્હીઃ અર્થતંત્રના મોરચે સતત ઉથલ પાથલનો સામનો કરી રહેલી મોદી સરકાર સામે હાલ 5 મોટા પડકારો મોં ફાડીને ઊભા છે, જે બધો ખેલ બગાડી શકે છે. આગામી વર્ષે સામાન્ય ચૂંટણી આવી રહી છે અને વિરોધ પક્ષોએ પણ આ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ પડકારો ઘણા ગંભીર છે અને તેમને હલ નહિ કરવામાં આવે તો સરકારને તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. તો જોઇએ ક્યા છે આ પડકારો. 1. મારા મોત માટે મોદી જવાબદાર આ લાઇન એ સ્યુસાઇડ નોટની છે કે જેને થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના એક ખેડૂતે આત્મહત્યા કરતા...
  April 24, 07:26 PM
 • પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી કાપના પક્ષમાં નથી સરકાર, હજુ વધી શકે કિંમતો
  નવી દિલ્હીઃ નાણા મંત્રાલય હાલ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીને ઘટાડીને રાહત આપવાના મૂડમાં નથી. તેથી 55 વર્ષની ટોચે પહોંચેલા પેટ્રોલનો ભાવ હજુ વધી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સામાન્ય લોકોને રાહત આપવા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના પક્ષમાં નથી, પરંતુ મિનિસ્ટ્રી ઇચ્છે છે કે રાજ્યોએ ઇંધણ પર સેલ્સ ટેક્સ કે વેટમાં ઘટાડો કરવો જોઇએ. 55 મહિનાની હાઇ પર પેટ્રોલ પેટ્રોલની કિંમત 74.50 પ્રતિ લીટર (દિલ્હીમાં) થઇને 55 મહિનાની ઊંચી સપાટી પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત...
  April 23, 05:38 PM
 • આવતા 2 માસમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થવાનું જોખમ, ક્રુડ 85 ડોલરે જઇ શકે
  નવી દિલ્હીઃ ઓપેક અને નોન-ઓપેક દેશોમાં ક્રુડ પ્રોડક્શનમાં કાપ ડિસેમ્બર પછી પણ ચાલુ રાખવાની સહમતી પછી ક્રુડની કિંમતો પર અસર જોવા મળી રહી છે. એક્સપર્ટસ કહે છે કે યુએસમાં ઇન્વેન્ટરીઝ ઘટી છે જ્યારે ઓપેક દેશો તરફથી પણ સપ્લાય ટાઇટ રહેવાની શક્યતા છે. ગ્લોબલ ટેન્શન પણ કિંમતોને ઊછાળી રહ્યું છે. આગામી 2 મહિનામાં ક્રુડનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી શકે છે. તેમનું કહેવું છે કે પહેલાથી દબાણમાં ચાલી રહેલી ઓઇલ કંપનીઓ આ દબાણ હવે ગ્રાહકો પર નાખી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાની સાથે મોંઘવારી...
  April 21, 06:31 PM
 • પેટ્રોલ 55 મહિનામાં સૌથી મોંઘુ, મુંબઇમાં રૂ.81.93 અને દિલ્હીમાં રૂ.74.08/લીટર
  નવી દિલ્હીઃ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 55 મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યા છે. શુક્રવારે પણ પેટ્રોલની કિંમતમાં એક અને ડીઝલમાં 4 પૈસા પ્રતિ લીટર વધારો થવાથી દિલ્હીમાં હવે લીટર પેટ્રોલ રૂ.74.08 અને મુંબઇમાં આશરે 82 રૂપિયાના ભાવે મળે છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલ રૂ.73થી ઉપરના સ્તરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત વધવાથી તે ઓઇલની કિંમતમાં 16 એપ્રિલથી તેજી જોવા મળી રહી છે. શહેર ભાવ (રૂ./લીટર) દિલ્હી 74.08 (55 મહિનાનું ઊંચુ સ્તર) કોલકાતા 76.78 (3 મહિનાનું ઊંચુ સ્તર) મુંબઇ 81.93 (1 મહિનાનું ઊંચુ સ્તર)...
  April 21, 02:22 PM
 • આ વર્ષે 7.3 ટકાના દરે વધશે ભારતીય અર્થતંત્રઃ વિશ્વ બેન્ક
  નવી દિલ્હીઃ વિશ્વ બેન્કે જણાવ્યું છે કે આ વર્ષે ભારતીય અર્થતંત્ર 7.3 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. વિશ્વ બેન્કનું કહેવું છે કે નોટબંધી અને જીએસટી જેવા રીફોર્મ્સની અસર ધીમે ધીમે ઘટી રહી છે. અર્થતંત્ર તેના આંચકામાંથી બહાર આવી રહ્યું છે. બે વર્ષમાં એકવાર બહાર પડતા સાઉથ એશિયા ઇકોનોમિક ફોક્સ રીપોર્ટમાં વિશ્વ બેન્કે કહ્યું કે ભારતનો ગ્રોથ રેટ 2017ના 6.7 ટકાથી વધીને 2018માં 7.3 ટકા પર પહોંચી શકે છે. ખાનગી રોકાણ વધવાથી વિકાસ દરને ટેકો મળશે. 2019 અને 2020માં 7.5 ટકા હશે જીડીપી વિશ્વ બેન્ક માને છે કે 2019 અને 2020માં...
  April 17, 04:37 PM