Home >> Business >> Digital
 • ચાર વર્ષમાં આવી શકે છે ફ્લિપકાર્ટનો IPO, વોલમાર્ટે દર્શાવી ટાઇમલાઇન
  મુંબઇઃ ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ચાર વર્ષની અંદર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઇ શકે છે. વોલમાર્ટ ઇન્કે શનિવારે અમેરિકાની રેગ્યુલેટરને કરેલી ફાઇલિંગમાં કહ્યું છે કે ચાર વર્ષની અંદર ફ્લિપકાર્ટનો આઇપીઓ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન રીટેલર વોલમાર્ટે બુધવારે ફ્લિપકાર્ટને ખરીદવાની જાહેરાત કરી છે. આ સાથે એવું પહેલીવાર થયું છે કે જ્યારે ફ્લિપકાર્ટના સંભવિત લિસ્ટિંગની ટાઇમલાઇન રજૂ કરવામાં આવી છે. રોકાણથી ઘટશે નહિ આઇપીઓનું વેલ્યુએશન દુનિયાની સૌથી મોટી રીટેલર વોલમાર્ટે યુએસ...
  May 12, 04:41 PM
 • 4 લાખમાં શરૂ થયેલી ફ્લિપકાર્ટ 1 લાખ કરોડમાં વેચાઇ, જાણો 10 રોચક વાતો
  નવી દિલ્હીઃ અમેરિકન કંપની વોલમાર્ટે 16 અબજ ડોલર (આશરે 1 લાખ કરોડ રૂપિયા)માં ભારતની ટોચની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને 77 ટકા હિસ્સા સાથે ખરીદી લીધી છે. આ દુનિયાનો સૌથી મોટો ઇ-કોમર્સ સોદો છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લીંચે તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે 43 ટકાથી વધારે માર્કેટ શેર સાથે ફ્લિપકાર્ટ માર્કેટ લીડર છે. તેણે અનુમાન લગાવ્યું છે કે 2019માં ફ્લિપકાર્ટ 44 ટકા હિસ્સો જાળવી રાખવામાં સફળ રહેશે. જ્યારે એમેઝોનનો માર્કેટ હિસ્સો 37 ટકા અને સ્નેપડીલનો માર્કેટ શેર માત્ર 9 ટકા રહી જશે. આગળ જાણો ફ્લિપકાર્ટને...
  May 10, 08:02 PM
 • ગેમિંગ પર હોઇ શકે છે ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલનો આગામી પ્રોજેક્ટ
  નવી દિલ્હીઃ વોલમાર્ટ સાથેના સોદા પછી ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલે પોતાની પ્રથમ પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર આપી છે અને પોતાની ભાવિ યોજનાનો સંકેત આપ્યો છે. તેમનું કહેવું છે કે તે ગેમિંગ અને પોતાની કોડિંગ સ્કીલ્સ વિકસાવવા પર ફોકસ કરશે. આ સાથે કેટલાક પર્સનલ પ્રોજેક્ટ્સ પણ પૂરા કરશે. વોલમાર્ટ ડીલ બાદ સચિન બંસલ ફ્લિપકાર્ટ છોડી રહ્યા છે. તે પોતાનો 5.5 ટકા હિસ્સો વોલમાર્ટને વેચીને ફ્લિપકાર્ટમાંથી સંપૂર્ણ રીતે બહાર નિકળી જશે. શું વીડિયો ગેમ સાથે જોડાયેલો હશે સચિનનો પ્રોજેક્ટ? - સચિન...
  May 10, 05:09 PM
 • બિલ ગેટ્સે કરી આધારની પ્રસંશા, બોલ્યા- બીજા દેશોએ પણ અપનાવવી જોઇએ ટેકનોલોજી
  વોશિંગ્ટનઃ માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે ભારતની આધાર ટેકનોલોજીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે તેમાં કોઇ પણ પ્રકારની પ્રાઇવસી લીક થવાનું જોખમ નથી. તેમણે જણાવ્યું કે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને વિશ્વ બેન્કને આ ટેકનિક અન્ય દેશોમાં અપનાવવા માટે પણ ફંડ આપ્યું છે. આધાર વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક સિસ્ટમ - બિલ ગેટ્સે જણાવ્યું કે ઇન્ફોસીસના ફાઉન્ડર નંદન નીલેકણી આધાર કાર્ડના ચીફ આર્કિટેક્ટ છે અને તેઓ આ પ્રોજેક્ટમાં વિશ્વ બેન્કની મદદ કરી રહ્યા છે. - તેમણે કહ્યું કે ભારતમાં 100...
  May 3, 05:37 PM
 • રિલાયન્સ Jioમાં જોબ મેળવવાની તક, કંપની કરશે 80,000 નવા સ્ટાફની ભરતી
  હૈદરાબાદ: જો તમે નવી નોકરીની તલાશમાં હો તો તમારે માટે ગોલ્ડન ચાન્સ આવ્યો છે. મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ જ્યારથી તેની 4જી સર્વિસ શરૂ કરી છે ત્યારથી દેશભરમાં કોલ અને ડેટા ક્ષેત્રે મોટો તહેલકો મચાવી દીધો છે. મહિને દર મહિને જિયોના ગ્રાહકો વધી રહ્યા છે. પોતાના વધતા બિઝનેસના કારણે જિયોને નવી ભરતી કરવાની જરૂર પડી છે. તેથી રિલાયન્સ જિયો નવા 80,000 લોકોને ભરતી કરવાની છે. આ નોકરીઓ અલગ અલગ ક્ષેત્રો એટલે કે સેલ્સ, માર્કેટિંગ, કોર્પોરેટ, કસ્ટમર કેર સર્વિસ, આઇટી, એન્જિનિયરિંગ અને...
  April 28, 10:24 PM
 • PAN ફોર્મમાં ટ્રાન્સજેન્ડર માટે હશે અલગ કેટેગરી, સરકારે કર્યો ફેરફાર
  નવી દિલ્હીઃ ટ્રાન્સજેન્ડરને હવે PAN ફોર્મમાં અલગથી જેન્ડર કેટેગરી મળશે. સરકારે તેના માટે ઇન્કમ ટેક્સ નિયમમાં સુધારો કર્યો છે. એટલે કે હવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) બનાવવા જેન્ડર્સને અલગ જેન્ડર કેટેગરીના અરજદાર ગણવામાં આવશે. અત્યાર સુધી PANના એપ્લિકેશન ફોર્મમાં માત્ર બે જ જેન્ડર (પુરુષ અને સ્ત્રી) કેટેગરી આવતી હતી. ઉલ્લેખનીય છે કે ટેક્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે પાન નંબર હોવો આવશ્યક છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ સોમવારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતુપં. તેમાં...
  April 10, 04:16 PM
 • 5.6 લાખ ભારતીયોને આવશે ફેસબૂકનો મેસેજ, ચેક કરો તમારું છે નામ
  નવી દિલ્હીઃ ફેસબૂક આ સપ્તાહથી દુનિયાભરના તેના આશરે 8.7 કરોડ યુઝર્સનો સંપર્ક કરીને જણાવશે કે કેમ્બ્રિજ એનાલિટિકાએ તેમના ડેટાનો મિસયુઝ કર્યો છે કે નહિ. કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે તેણે ફેસબૂકના આશરે 8.7 કરોડ યુઝર્સનો ડેટા ચોરીને તેનો દૂરુપયોગ કર્યો છે. એટલે કે આ ડેટાનો ઉપયોગ કરીને તેણે અમેરિકા સહિતના અનેક દેશોની ચૂંટણીઓને અસર કરી છે. આ 8.7 કરોડ યુઝર્સ જેમનો કેમ્બ્રિજ એનાલિટિકાએ મિસયુઝ કર્યો હોવાનો આરોપ છે તેમાં આશરે 5.6 લાખ ભારતીયો પણ છે. આ ભારતીય યુઝર્સનો પણ સંપર્ક કરીને ફેસબૂક જણાવશે કે...
  April 9, 06:55 PM
 • પકડાઇ ગયો બિટકોઇનવાળો બંટી, ડોક્ટરો, મહિલાઓ પાસેથી ખંખેર્યા રૂ.2,000 કરોડ
  નવી દિલ્હીઃ બિટકોઇનથી લોકોને કરોડોપતિ બનાવવાના સપના બતાવનારા અમિત ભારદ્વાજ પોલિસના હાથે ઝડપાઇ ગયો છે. સુપર ચોર બંટીની જેમ તેણે પણ મોટો હાથ માર્યો, પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહિ. અમિત પર બિટકોઇન આધારીત પોન્જી સ્કીમ (લોભામણી સ્કીમ) ચલાવીને ઓછામાં ઓછા 8000 લોકો પાસેથી 2000 કરોડ રૂપિયા ઠગવાનો આરોપ છે. તેને મહારાષ્ટ્રની પોલિસે પકડી પાડ્યો છે. ભારદ્વાજ અને તેના ભાઇ વિવેક કુમારે ગેઇન બિટકોઇન નામથી પોતાનો ધંધો શરૂ કર્યો. બંને ને બેન્કોકથી આવતા જ નવી દિલ્હીમાં પોલિસે પક્ડ્યા. પૂણે...
  April 7, 07:38 PM
 • 50 પૈસાથી 1.50 રૂપિયામાં જૂઓ IPL મેચ, ચેક કરો કોની કેવી છે ઓફર
  નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયમ લીગ એટલે કે આઇપીએલની 11મી સીઝન શરૂ થઇ રહી છે. 50 દિવસથી વધુ ચાલનારી આ ઇવેન્ટ દરમિયાન ગ્રાહકોને લોભાવવા માટે ટેલિકોમ કંપનીઓએ પણ કમર કસી છે. આ માટે ટેલિકોમ કંપનીઓએ અનેક નવી ઓફર્સ લોન્ચ કરી છે. આ ઓફર્સની મદદથી તમે માત્ર 50 પૈસાથી 1.50 રૂપિયામાં પણ મેચ જોઇ શકશો. આજે અહીં ટેલિકોમ કંપનીઓની કેટલીક આવી ઓફર્સ વિશે જણાવીશું. સૌથી પહેલા જાણો જિયોનો પ્લાન રિલાયન્સ જિયો કસ્ટમર્સને કઇંકને કઇંક ઓફર કરતી રહે છે. તે અનુસાર કંપનીએ આઇપીએલ પહેલા એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન...
  April 7, 03:56 PM
 • આ બિઝનેસ કરવાની સલમાનની ઇચ્છા રહી ગઇ અધૂરી, `ખાન' અટક બની મુસીબત
  નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટર સલમાન ખાનને કાળા હરણના શિકારના કેસમાં પાંચ વર્ષની સજા જાહેર થઇ છે. આ સાથે સલમાન ખાન માટે મુશ્કેલીઓ વધી ગઇ છે. આમ તો સલમાન ખાન પોતાના સ્ટારડમના દમ પર ફિલ્મો હિટ કરવા માટે જાણીતો છે. પરંતુ કેટલાક કામો એવા પણ છે કે જે લાખ કોશિશો છતાં પૂરા નથી થઇ શક્યા. સલમાન ખાન કપડાંના બિઝનેસમાં ઝંપલાવવા માગતો હતો પરંતુ તેની અટક ખાન જ તેના માટે અડચણરૂપ બની. શરૂ કરવું હતું કપડાં માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ સલમાન ખાન કપડાં માટે ઇ-કોમર્સ શોપિંગ પ્લેટફોર્મ શરૂ કરવા ઇચ્છતો હતો અને તેમાં...
  April 5, 08:04 PM
 • આધાર માટે લોન્ચ થઇ વર્ચ્યુઅલ ID ફેસિલિટી, બાયોમેટ્રિક ડેટા થશે વધુ સિક્યોર
  નવી દિલ્હીઃ આધાર ઇશ્યુ કરતી ઓથોરિટી (UIDAI)એ આધાર માટે વર્ચ્યુઅલ આઇડી ફેસિલિટી લોન્ચ કરી દીધી છે. નાગરિક સર્વિસ પ્રોવાઇડર્સને આધાર નંબરના બદલે આ વર્ચ્યુઅલ આઇડી આપી શકાશે. આ 16 ડિજિટના આઇડીથી લોકોને આધારની બાયોમેટ્રિક ડીટેલ્સ સિક્યોર રાખવામાં મદદ મળશે. હજુ સર્વિસ પ્રોવાઇડર્સ નહિ કરી શકે સ્વીકાર UIDAIએ એક ટવીટમાં જણાવ્યું કે નાગરિકો પોતાના વર્ચ્યુઅલ આઇડીને તાત્કાલિક જનરેટ કરી શકશે. પરંતુ હજુ સર્વિસ પ્રોવાઇડર્સ તેને સ્વીકારી નહિ શકે. તેમાં થોડો સમય લાગશે. સર્વિસ પ્રોવાઇડર્સ પાસે નવી...
  April 3, 02:28 PM
 • જિયો પ્રાઇમ મેમ્બર્સને કોઇ ચાર્જ વિના વધુ એક વર્ષ મળશે ફ્રી સર્વિસ
  નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની પ્રાઇમ મેમ્બરશિપ અંગે અનિશ્ચિતતાની સ્થિતિને કંપનીએ સ્પષ્ટ કરી દીધી છે. કંપનીએ જણાવ્યું છે કે વર્તમાન જિયો પ્રાઇમ મેમ્બર માટે આવતા એક વર્ષ સુધી એટલે કે 31 માર્ચ 2019 સુધી તેમનું સબસ્ક્રિપ્શન ચાલુ રહેશે. મુખ્ય વાત એ છે કે આ માટે તેમને અલગથી કોઇ ચાર્જ આપવાનો નથી. જિયોની પ્રાઇમ મેમ્બરશિપની મુદત 31 માર્ચ 2018ના રોજ પૂરી થતી હતી. કંપનીએ શું જણાવ્યું? રિલાયન્સ જિયોએ બહાર પાડેલા નિવેદન અનુસાર, જે યુઝર્સે Jio પ્રાઇમ મેમ્બરશિપ માટે 31 માર્ચ 2018 કે તેની પહેલા સબસ્ક્રાઇબ કર્યું...
  March 30, 11:49 PM
 • ફેસબૂકીયાને તેનો યુઝ આ રીતે પડે છે મોંઘો, તમારી એક્ટિવિટીઝથી કંપનીઓ કમાય છે કરોડો
  નવી દિલ્હીઃ ડેટા લીકના કિસ્સાએ એ સાબિત કરી દીધું છે કે ભલે તમને `ફેસબૂકીયા બનવામાં કોઇ પૈસા ખર્ચવા નથી પડતા પરંતુ તેની કિંમત ક્યાંકને તમારે ચુકવવાની આવે છે. સાયબર એક્સપર્ટસ અગાઉથી ચેતવણી આપતા રહ્યા છે પરંતુ હવે આ વાત સાબિત થઇ ગઇ. મનીભાસ્કરે જાણીતા ટેક એક્સપર્ટ પવન દુગ્ગલ સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું કે જો તમે મફતમાં ફેસબૂક યુઝ કરવાની સુવિધા હાંસલ કરી રહ્યા છો તો તમારે એ જાણી લેવું જોઇએ કે ક્યાંકને ક્યાં તમે તેની કિંમત ચુકવી રહ્યા છો. હવે ડેટા બ્રોકિંગ દુનિયામાં મોટી ઇન્ડસ્ટ્રી છે....
  March 24, 06:58 PM
 • સુપ્રીમ કોર્ટમાં આધાર ઓથોરિટીના CEOએ ડેટા સુરક્ષા પર કર્યું પ્રેઝન્ટેશન
  નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટમાં આધાર યોજના પર ગુરુવારે યુનિક આઇડિન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI)ના સીઇઓ અજય ભૂષણ પાંડેયે પ્રેઝન્ટેશન આપ્યું હતું. કેન્દ્ર સરકારે કરેલી માગણી પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની 5 જજોની બેન્ચે તેમને આધાર ડેટાની સિક્યોરિટી પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન માટે પરવાનગી આપી હતી.તેના માટે આધારની વૈધતા પર સુનાવણી કરી રહેલી બંધારણીય બેન્ચે બધા અરજદારોને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન માટે સવાલો તૈયાર કરવા કહ્યું હતું.સરકારે કોર્ટને જણાવ્યું છે કે આધારનો ડેટા...
  March 22, 08:18 PM
 • ગૂગલમાં સર્ચ કરતા મળે છે આધારની ડીટેલ, UIDAIએ કહ્યું સાવધાની રાખો
  નવી દિલ્હીઃ આધાર ઇશ્યુ કરતી ઓથોરિટી UIDAIએ તમામ આધાર ધારકોને સાવચેત કર્યા છે કે ઇન્ટરનેટ મારફત કોઇ પણ સેવા લેતી વખતે પર્સનલ ઇન્ફોર્મેશન આપવામાં ખાસ સાવધાની રાખે. ઓથોરિટીએ તે રીપોર્ટની વધુ વિગતો આપી નથી, જેમાં કહેવાય છે કે `મેરા આધાર, મેરી પહેચાનથી ગૂગલમાં સર્ચ કરવાથી આધારની પીડીએફ ઉપલબ્ધ થાય છે. તે અંગે UIDAIએ કહ્યું છે કે આ બાબતને આધારના ડેટાબેઝની સુરક્ષા સાથે કશી લેવાદેવા નથી. ઓથોરિટી તરફથી જાહેર થયેલા નિવેદનમાં જણાવ્યું છે કે લોકોએ કોઇ સેવા લેવા માટે ઇન્ટરનેટ પર કોઇ વેન્ડરને પોતાની માહિતી...
  March 17, 08:12 PM
 • ઇશાને સ્ટડીમાં નડેલી મુશ્કેલીથી આવ્યો Jioનો આઇડિયા: મુકેશ અંબાણી
  નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ બિઝનેસમાં ઝંપલાવવાના કારણને ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે તેમની દીકરી ઇશા અંબાણીને થયેલા એક પ્રોબ્લેમથી તેમને જિયોનો આઇડિયા મળ્યો અને તેમણે ટેલિકોમ બિઝનેસમાં પ્રવેશ કર્યો. અંબાણીએ ફાઇનાન્શિયલ ટાઇમ્સ આર્સેલર મિત્તલ તરફથી લંડનમાં આયોજિત ડ્રાઇવર્સ ઓફ ચેઇન્જ એવોર્ડ કાર્યક્રમમાં આ વાત કરી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણીને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જ્યારે પુત્રીએ કહ્યું કે બહુ ખરાબ છે...
  March 16, 04:18 PM
 • બસ, થોડા દિવસો પછી WhatsAppથી મોકલી શકશો નાણાં, જાણો આ બેન્કનો કેવો છે પ્લાન
  બેંગ્લુરુઃ થોડા દિવસો પછી તમે વ્હોટસએપ મારફત નાણાથી લેણદેણ કરી શકશો. ખાનગી ક્ષેત્રની બેન્ક એક્સિસ બેન્ક ટૂંકસમયમાં વ્હોટસએપ પર પેમેન્ટની સુવિધા આપવાની છે. એક્સિસ બેન્કે જણાવ્યું છે કે ઝડપથી તે પેમેન્ટની પ્રોસેસ શરૂ કરશે. બેન્કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને એક મોટી ઓપર્ચ્યુનિટી ગણાવી છે. એક્સિસ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર- રીટેલ બેન્કિંગ, રાજીવ આનંદે જણાવ્યું કે યુપીઆઇને બહુ મોટી તક છે. આનંદ કહે છે કે અમે માનીએ છીએ કે યુપીઆઇ હાલના સમયનું સૌથી મોટું ઇનોવેશન અને તક છે....
  March 15, 05:03 PM