જાણકારી / જિયો ગીગાફાઇબર વિશે એ બધું જે તમે જાણવા માગો છો 

Everything you need to know about  jio gigafiber plans

Divyabhaskar.com

Aug 13, 2019, 09:55 AM IST

શું છે જિયો ગીગાફાઇબર ?
ગીગાફાઇબર અંતર્ગત દેશના નાના-મોટા 1100 શહેરોને જોડવામાં આવશે. આ બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત રાઉટર, સેટટોપ બોક્સ અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સની સુવિધા મળશે. બ્રોડબેન્ડ સર્વિસ ઇન્સ્ટોલ કરવામાં માત્ર એક કલાકનો સમય લાગશે. તેનાથી આખુ ઘર હાઇટેક અને સ્માર્ટ બની જશે. તેની મદદથી ગ્રાહક આખા ઘરને કંટ્રોલ કરી શકશે. જિયો ગીગા ટીવી દ્વારા ગ્રાહકો વીડિયો કોલીંગ પણ કરી શકશે. કંપનીના દાવા પ્રમાણે તેના પર દુનિયાનું સૌથી શ્રેષ્ઠ શૈક્ષણિક કન્ટેન્ટ મળશે. બાળકો શિક્ષકો વિનાજ ભણી શકશે.

ગીગા ફાઇબર કેટલા ઘરોમાં પહોંચશે?
મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ગીગાફાઈબરમાં 15 મિલિયન એટલે કે 1.5 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જિયો ગીગાફાઈબરનું લક્ષ્ય 2 કરોડ ઘરો અને 1.5 કરોડ બિઝનેસ કંપનીઓ સુધી પહોંચવાનું છે. હાલ 5 લાખ ઘરોમાં તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે, જે ભારતનો સૌથી મોટો બીટા પ્રોગ્રામ છે. એજીએમ દરમિયાન અંબાણીએ જણાવ્યું કે કંપની 4જેથી ઝડપથી 4જી પ્લસ પર સ્વિચ કરનારી છે.

જિયો ગીગાફાઈબરના પ્લાનની કિંમત શું હશે?
જિયો ટેરિફના બેસિક પ્લાનની સ્પીડ 100 એમબીપીએસ હશે, જયારે વધુમાં વધુ સ્પીડ 100 એમબીપીએસ હશે. જિયો ગીગાફાઈબરના પ્લાનની કિંમત 700 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા પ્રતિ મહીને હશે. જિયો ગીગાફાઈબરમાં ગ્રાહકો ડેટા કે વોઈસ બેમાંથી કોઈ એકમાં જ પૈસા ખર્ચ કરશે. એટલે કે એક પર એક ફ્રી છે. આ અંતર્ગત જિયો ગીગાફાઈબરના ગ્રાહકો અમેરિકા અને કેનેડામાં 500 રૂપિયા મહીનાના પ્લાનથી અનલિમિટેડ કોલિંગ કરી શકશે. જિયો ગીગાફાઈબરની સુવિધા ગ્રાહકોને 5 સપ્ટેમ્બરથી મળશે.

ગીગાફાઈબરથી કઈ સુવિધા મળશે?
જિયો ગીગા ફાઈબર અંતર્ગત ગ્રાહકોને લેન્ડલાઈન ફોનની સુવિધાની સાથે, અલ્ટ્રા હાઈ ડેફિનેશન એન્ટરટેન્ટમેન્ટ કન્ટેન્ટ, વર્ચ્યુઅલ રિયલિટી કન્ટેન્ટ, વીડિયો કોન્ફોરન્સિંગ, વોઈસ કોલિંગ, ઈન્ટરેક્ટિવ ગેમિંગ, હોમ સિક્યોરિટી અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સ મળશે. તેની મદદથી ડોક્ટરો દૂર બેસીને દર્દીઓનો ઇલાજ કરી શકશે. અત્યાધુનિક ટેક્નોલોજીનો વપરાશ વધારશે.

જિયો પ્રિમિમયના ગ્રાહકોને શું લાભ થશે?
ઈવેન્ટ દરમિયાન આકાશ અને ઈશા અંબાણીએ મિક્સ રિયલ્ટી રજૂ કર્યું હતું. તેને કંપનીની એમઆર લેબમાં ડિઝાઈન કરવામાં આવી છે. એક તરફથી વીઆર હેડસેટ છે. કંપનીએ તેનું નામ જિયો હોલોબોર્ડ રાખ્યું છે અને તેનું વેચાણ ઝડપથી બજારમાં થશે. ઈવેન્ટ દરમિયાન જણાવવામાં આવ્યું કે જિયો પ્રીમયમના ગ્રાહકો તે જ દિવસે પોતાના ઘરે નવી ફિલ્મ જોઈ શકશે, જે દિવસે ફિલ્મ રિલિઝ થશે. સાથે જ 5જીના લોન્ચિંગ બાદ જિયોના ઓછી કિંમતના 5જી પર સ્વીચ કરી શકાશે.

X
Everything you need to know about  jio gigafiber plans
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી