Home >> Business >> Corporate
 • FBના બિઝનેસ પર ડેટા લિક વિવાદની અસર નહીં, નફો 63% વધી 32.500 Cr થયો
  સાન ફ્રાંસિસ્કોઃ સોશ્યલ મીડિયા કંપની ફેસબૂકે ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં સારી કમાણી કરી છે. કંપનીનો નફો 63 ટકા વધીને રૂ.32,500 કરોડ થયો છે. એ જ રીતે, કંપનીની આવક પણ 49 ટકા વધીને રૂ.78,000 કરોડ થઇ છે. આ દરમિયાન કંપનીને સૌથી વધુ ફાયદો એડવર્ટાઇઝિંગથી થયો છે, જે કુલ નફામાં 49 ટકા હિસ્સો ધરાવે છે. ડેટા લીક વિવાદની બિઝનેસ પર અસર નહિ - પરિણામો પરથી સ્પષ્ટ છે કે ડેટા લીક જેવા વિવાદની પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના બિઝનેસ પર અસર થઇ નથી. પરંતુ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે માર્ચમાં 13 ટકા વધુ લોકોએ...
  03:38 PM
 • ભારતી એરટેલનો નફો 15 વર્ષમાં સૌથી ઓછો, નફો 78% ઘટીને રૂ.83 કરોડ
  નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલને ફરી એકવાર મોટો ઝાટકો લાગ્યો છે. માર્ચ 2018માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 88 ટકા ગબડીને રૂ.82.90 કરોડ થઇ ગયો છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ.373 કરોડ હતો. ડિસેમ્બર 2017માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીને રૂ.305 કરોડનો નફો થયો હતો. પરિણામની સાથે કંપનીએ શેરદીઠ રૂ.2.50નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, માર્ચ ક્વાર્ટરમાં ભારતી એરટેલનો નફો લગભગ 15 વર્ષમાં સૌથી ઓછો છે. એરટેલની માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ રેવન્યુ 10.48...
  April 24, 08:55 PM
 • HDFC બેન્કનો ચોખ્ખો નફો રૂ.17,486 કરોડ, 13% ડિવિડન્ડની જાહેરાત
  નવી દિલ્હીઃ એચડીએફસી બેન્કે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ.17,486.75 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. એચડીએફસી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શનિવારે મળેલી મિટિંગમાં નેટ પ્રોફિટ પર 13 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. ગયા વર્ષે એટલે કે 2016-17માં એચડીએફસી બેન્કને કુલ રૂ.14,549 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. બેન્કની કુલ આવક રૂ.95,461 કરોડ નાણાકીય વર્ષ 2017-18માં બેન્કની કુલ આવક રૂ.95,461.66 કરોડ થઇ છે, જે અગાઉના વર્ષમાં રૂ.81,602.45 કરોડ હતી. બેન્કે સમીક્ષાધિન ગાળામાં પ્રોવિજન્સ અને કન્ટિજન્સીસ માટે રૂ.5,927.49 કરોડ ફાળવ્યા છે....
  April 21, 07:54 PM
 • આ છે દેશના પ્રથમ દલિત અબજોપતિ બિઝનેસમેન, વિદેશમાં ફેલાયેલો છે 1200 કરોડનો કારોબાર
  નવી દિલ્હીઃ એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાની વિરુદ્ધમાં શરૂ થયેલું દલિતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. મીડિયા રીપોર્ટ અનુસાર, બીજી એપ્રિલે દલિતોના ભારત બંધના એલાનમાં હિંસા થવાથી 10 લોકોના મોત થયા હતા અને જાહેર મિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. દલિતોનો આક્રોશ છે કે તેમના પર થતા જુલમ અને શોષણ સામે એટ્રોસિટી એક્ટ એક રીતે રક્ષણ આપે છે જેને સુપ્રીમ કોર્ટે નબળું પાડી દીધું છે. તેની સામેના વિરોધમાં દલિતોએ દર્શાવેલો ઉગ્ર રોષ તેમની તાકાત દર્શાવે છે. રાજકારણના ક્ષેત્રે જોઇએ તો દલિત...
  April 3, 07:19 PM
 • આ હનુમાન મંદિરમાં ઝકરબર્ગને મળી હતી કિસ્મતની ચાવી, સ્ટીવ જોબ્સને પણ હતી શ્રધ્ધા
  નવી દિલ્હીઃ 2008માં અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાનું પ્રચાર અભિયાન શરૂ કર્યું ત્યારે તેમના ખિસ્સામાં અનેક વસ્તુઓની સાથે હનુમાનની એક નાનકડી મૂર્તિ પણ હતી. ઓબામા આ મૂર્તિ ઘણા વરસોથી પોતાની પાસે રાખતા રહ્યા છે. હનુમાનજીને હિન્દુઓ એક પરમ રામભક્ત તરીકે અને બળ, બુદ્ધિ અને વિદ્યાના દેવ તરીકે પૂજે છે. હનુમાન માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ફેમસ છે. ફક્ત ઓબામા જ નહિ પરંતુ વિશ્વના અનેક અબજોપતિઓ પણ તેમના શરણમાં આવ્યા છે. તેમાં ટેકનોલોજી જગતના બે ધૂરંધરો પણ હનુમાનજીના શરણમાં...
  March 30, 07:26 PM
 • સૌથી મોટી ખાનગી ઈક્વિટી કંપનીના કો-ફાઉન્ડર પીટરસનનું નિધન
  પેરિસ: દુનિયાની સૌથી મોટી ખાનગી ઈક્વિટી કંપની બ્લેકસ્ટોનના કો-ફાઉન્ડર પીટર પીટરસનનું 91 વર્ષની વયે નિધન થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના કાર્યકાળ દરમિયાન કોમર્સ સેક્રેટરી રહી ચૂક્યા હતા. તેમના માતા- પિતા ગ્રીસના મૂળવતની હતા. પીટરસને લિમેન બ્રધર્સમાં ચેરમેન અને સીઈઓ પદ પણ સંભાળ્યુ છે. 1985માં તેમણે એ. શ્વાર્જમેન સાથે મળી 2 કરોડની મૂડી સાથે બ્લેકસ્ટોનની શરૂઆત કરી હતી. 2007માં તેમની નિવૃતિ દરમિયાન કંપની 6 લાખ કરોડ ફંડનું મેનેજમેન્ટ કરતી હતી. જે વધીને આજે 25 લાખ કરોડ પર પહોંચી ગયુ છે. તેમના...
  March 24, 02:20 AM
 • માત્ર 19 વર્ષની વયે શરૂ કરી હતી કંપની, આજે નેટવર્થ છે 1.36 લાખ કરોડ
  ન્યુયોર્ક:મલ્ટીનેશનલ કોમ્પ્યુટર કંપની ડેલના ફાઉન્ડર અને સીઈઓ માઈકલ ડેલે જણાવ્યુ કે, તેમણે કોલેજનો અભ્યાસ છોડવા માટે પોતાના માતા-પિતાને કેવી રીતે તૈયાર કર્યા હતા. ડેલએ કંપનીનું પ્રથમ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ પોસ્ટ કર્યુ છે. 31 જુલાઈ, 1984ના આ સ્ટેટમેન્ટમાં ક્પનીને આશરે રૂ. 2લાખ નફો દર્શાવ્યો છે. આ બેલેન્સ શીટ બતાવીને જ તેમણે પોતાના માતા-પિતા પાસેથી અભ્યાસ છોડવા મંજૂરી મેળવી હતી. તે સમયે ડેલ ટેક્સાસ યુનિવર્સીટીમાં ફર્સ્ટ યરના સ્ટુડન્ટ હતા અને ત્યારે તેમની ઉંમર 19 વર્ષ હતી. તેમના માતા-પિતા...
  March 21, 11:25 PM
 • જેપી એસોસિયેટ્સને 10 મે સુધી રૂ.200 કરોડ જમા કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
  નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જેપી એસોસિયેટ્સ લિમિટેડ (જેએલએલ)ને 10 મે સુધીમાં 200 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ કર્યો છે. આ રકમ નાણાં પાછા માંગી રહેલા 2,800 ઘર ખરીદનારાઓની મૂળ રકમના થોડા હિસ્સાની ચુકવણી પર આધારીત છે. બુધવારે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ પીએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે જેપી એસોસિયેટ્સ 15 અને 10 મે સુધી બે તબક્કામાં 100- 100 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે. જેપી એસોસિયેટ્સ પર સમયસર ગ્રાહકોને ફ્લેટ નહિ આપવા અને રોકાણકારોના નાણાં અન્ય પ્રોજેક્ટસમાં...
  March 21, 05:11 PM
 • ભારતી એરટેલની રૂ.16,500 કરોડ ભંડોળ એકત્ર કરવાની યોજનાને બોર્ડની મંજૂરી, શેર 5% ઊછળ્યો
  નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલના બોર્ડે જંગી રૂ.16,500 કરોડનું ભંડોળ એકઠું કરવાની યોજનાને સોમવારે મંજૂરી આપી હતી. આ ભંડોળ પ્રાઇવેટલી પ્લેસ્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) અને ફોરેન કરન્સી બોન્ડસ મારફત એકત્ર કરવામાં આવશે અને તેનો ઉપયોગ દેવાની ભરપાઇ તથા સ્પેક્ટ્રમની જવાબદારી પૂરી કરવા સહિતના ટ્રેઝરી કામોમાં થશે. આ સમાચારના પગલે બીએસઇમાં ભારતી એરટેલનો શેર 5 ટકા ઊછળ્યો હતો. ભારતી એરટેલે બીએસઇને આપેલી માહિતી અનુસાર, શેરહોલ્ડર્સની અને અન્ય મંજૂરીઓના આધિન બોર્ડ...
  March 12, 04:27 PM
 • મુકેશ અંબાણી ઇચ્છે તો પણ નાના ભાઇને નહિ કરી શકે મદદ, આરકોમ પર છે રૂ.45,000 કરોડનું દેવું
  નવી દિલ્હીઃ અનિલ અંબાણીને મોટો ઝાટકો લાગ્યો છે. આ પછી હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે તેમના મોટા ભાઇ અને દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઇચ્છે તો પણ તેમની મદદ નહિ કરી શકે. તેનું કારણ તેમના નાના ભાઇ અનિલની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) સામે બોમ્બે હાઇકોર્ટે આપેલો ફેંસલો છે. તે પછી હવે આરકોમ કોર્ટની મંજૂરી વિના તેની કોઇ એસેટ નહિ વેચી શકે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે અને તેમાંથી બહાર આવતા તેણે મુકેશ અંબાણીની કંપની જિયોને પોતાની એસેટ વેચવાની એક મોટી ડીલ કરી હતી....
  March 10, 07:00 PM