તમારું બજેટ:મહિલાઓને બે લાખ રૂપિયાની બચત પર 7.5 ટકા વ્યાજ; વડીલો માટે બચતની સીમા 15 લાખથી વધારીને 30 લાખ કરાઈ

2 મહિનો પહેલા

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરાનો સ્લેબ પણ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે. સીતારમણની આ જાહેરાત સાથે જ આખું ગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. નાણામંત્રીએ કહ્યું- મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્ત્વની બાબત છે.

નાણામંત્રીએ આને અમૃતકાળનું બજેટ ગણાવ્યું હતું અને આ બજેટમાં મહિલાઓ, દિવ્યાંગો, પછાત વર્ગ, ખેડૂતો, માછીમારો તમામ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બજેટ જાહેર થયા બાદ શેર બજાર ઊંચકાયું છે અને સેન્સેક્સ 1076 અંક અને નિફ્ટી 264 અંક વધી ગયો હતો. બજેટમાં અનેક રાહતો રહેતાં શેરબજારમાં જબરો ઉછાળો આવ્યો છે.

જ્યારે પોલ્યુટેડને પોલિટિકલ કહી દીધું

નિર્મલા સીતારમણે કૃષિ, શિક્ષણ અને ગરીબો માટે મહત્ત્વની જાહેરાત કરી હતી. સુધારાનાં ગંભીર પગલાંઓનો ઉલ્લેખ કર્યો અને આ દરમિયાન એક ફન્ની મોમેન્ટ પણ બની. સ્ક્રેપ પોલિસીનો ઉલ્લેખ કરી રહ્યા હતા ત્યારે પહેલાં કહ્યું – ઓલ્ડ પોલિટિકલ વ્હીકલ્સ હટાવીશું… પછી કહ્યું – સોરી…સોરી... ઓલ્ડ પોલ્યુટેડ વ્હીકલ્સ હટાવીશું.

નાણામંત્રીએ ભૂલ કરી તો ગૃહમાં હાસ્ય ફરી વળ્યું
નાણામંત્રીએ ભૂલ કરી તો ગૃહમાં હાસ્ય ફરી વળ્યું

બજેટની મહત્ત્વની બાબતો...

1. ડિજિટલ લાઇબ્રેરી, શિક્ષકોની ભરતી

બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38 હજાર 800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આ અંતર્ગત 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને લાભ મળશે. 2014 થી, હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે.

2. MSMEને સપોર્ટ
કોરોનામાં નિષ્ફળ ગયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવામાં આવશે. વિવાદોના સમાધાન માટે સ્વૈચ્છિક સમાધાન યોજના લાવવામાં આવશે. લાંબી પ્રક્રિયા વિના વિવાદોનો ઉકેલ આવશે. વ્યવસાયો શરૂ કરવા માટે PAN નંબર પર્યાપ્ત રહેશે. MSMEને 9 હજાર કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે. આ સાથે તેઓ રૂ. 2 લાખ કરોડની વધારાની કોલેટરલ ફ્રી ક્રેડિટ મેળવી શકશે. આ યોજના 1 એપ્રિલ 2023થી જ લાગુ થશે.

3. આદિવાસીઓ માટે

પછાત આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે PMPBTG વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. આ PBTG વસાહતોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડશે. 15 હજાર કરોડ આપવામાં આવશે.

કાર્ટૂનિસ્ટ મન્સૂર નકવીની નજરે બજેટ

4. કૃષિ અને સ્ટાર્ટઅપ્સ

યુવાનોના કૃષિ સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે કૃષિ ફંડની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષ સુધી 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં મદદ કરવામાં આવશે. આ માટે 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

5. યુવા અને રોજગાર

સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓની નવીનતા અને સંશોધનને આગળ લાવવા માટે નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લાવવામાં આવશે. આનાથી દરેક વ્યક્તિ માટે મહત્ત્વપૂર્ણ ડેટા એક્સેસ કરવાનું સરળ બનશે. યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે તૈયાર કરવા માટે, વિવિધ રાજ્યોમાં 30 કૌશલ્ય ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે.

6. 5G ને બૂસ્ટ કરાશે

5G સેવા પર ચાલતી એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે. આ લેબ દ્વારા નવી તકો, બિઝનેસ મોડલ અને રોજગારની શક્યતાઓ ઊભી કરવામાં આવશે. આ લેબ્સમાં સ્માર્ટ ક્લાસરૂમ, પ્રિસિઝન ફાર્મિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને હેલ્થકેર જેવાં ક્ષેત્રો માટે એપ્સ વિકસાવવામાં આવશે.

પ્રતિ વ્યક્તિ બમણી આવક થઈ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2014થી સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. 2014થી અત્યાર સુધીમાં માથાદીઠ આવક બમણી થઈ છે, તે વધીને 1.97 લાખ થઈ છે. દુનિયા ભારતને ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે આપણો વિકાસદર 7% રહ્યો છે. જે અન્ય દેશો કરતાં વધુ મજબૂત છે.

આદિવાસી વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરતી 740 એકલવ્ય મોડલ સ્કૂલ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની નિમણૂક કરશે.

બજેટના સપ્તર્ષિ, નાણામંત્રીએ જણાવ્યું સપ્તર્ષિ શું છે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટના સાત આધારો જણાવ્યા. તેઓ સપ્તર્ષિ કહેવાયાં છે. 1. સમાવેશી વૃદ્ધિ, 2. વંચિતોને પ્રાધાન્ય, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, 4. ક્ષમતા વિસ્તરણ, 5. હરિયાળી વૃદ્ધિ, 6. યુવા શક્તિ, 7. નાણાકીય ક્ષેત્ર.

નાણામંત્રીએ કહ્યું કે અમૃત કાળનું વિઝન ટેક્નોલોજી આધારિત અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવાનું છે. આ માટે સરકારી ભંડોળ અને નાણાકીય ક્ષેત્રની મદદ લેવામાં આવશે. આ 'જનભાગીદારી' માટે 'સૌનો સાથ, સૌનો વિકાસ' જરૂરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટનું ડોકેટ બતાવ્યું હતું
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટનું ડોકેટ બતાવ્યું હતું

કેટલીક મોટી જાહેરાતો

રેલવે: 2.40 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. રોકાણ ખર્ચ 33% વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી રહ્યો છે.

વરિષ્ઠ નાગરિકો: બચત ખાતામાં રાખવાની રકમની મર્યાદા 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવશે.

મહિલાઃ સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. આમાં મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર વાર્ષિક 7.5% વ્યાજ મળશે.

પીએમ આવાસ યોજનાઃ બજેટમાં 66% વધારો કરવામાં આવ્યો છે. આ સેક્ટર હવે 79 હજાર કરોડ રૂપિયાનું થઈ ગયું છે.

નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર: 2014થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. 50 નવાં એરપોર્ટ, હેલિપેડ અને વોટર એરો ડ્રોન સેન્ટર બનાવવામાં આવશે.

5G સેવા: આ સેવા પર ચાલતી એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે. આ લેબ દ્વારા નવી તકો, બિઝનેસ મોડલ અને રોજગારની શક્યતાઓ ઊભી કરવામાં આવશે.

નાણામંત્રીએ કહેલી મહત્ત્વની બાબતો

  • ટેક્સ સ્લેબમાં મોટી રાહત, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
  • આવકવેરા રિટર્નનો સરેરાશ પ્રોસેસિંગ સમય 93 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવ્યો છે.
  • 2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
  • કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
  • પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.
  • પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
  • ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે.
  • 2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે.
  • માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે.
  • બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે.
  • આ બજેટ આવતા વર્ષની બ્લૂ પ્રિન્ટ છે.
  • હવે ભૂગર્ભમાં નહીં ઊતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.
  • 6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે.
  • કર્ણાટકમાં દુકાળ રાહત માટે 5300 કરોડ અપાશે.
  • રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત.
  • રેલવે માટે 2.4 લાખ કરોડનો ખર્ચ થશે.
  • પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ.
  • કારીગરો માટે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આમાં એમએસએમઈનો પણ સમાવેશ થશે જેઓ તેમનાં ઉત્પાદનોની ગુણવત્તા અને પહોંચને સુધારવા માટે આ પેકેજની મદદ લઈ શકશે.
  • આઇડી કાર્ડ તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે.
  • ડિજિલોકરમાં આધાર કાર્ડ માન્ય રહેશે.
  • દેશમાં 50 નવાં એરપોર્ટ બનશે.
  • નિષ્ફળ થઈ ગયેલા લઘુ ઉદ્યોગો માટે રિફન્ડ સ્કીમ લાવવામાં આવશે.
  • ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે 7 હજાર કરોડનું રોકાણ કરાશે.
  • 5G માટે દેશમાં 100 લેબોરેટરી શરૂ કરાશે.
  • ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ ખર્ચાશે.
  • આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ માટે 3 નવાં સેન્ટર બનશે.
  • MSME માટે પણ નવી યોજનાઓ લાગુ કરાશે.
  • વ્યવસાય શરૂ કરવા માટે પાનકાર્ડ મુખ્ય આધાર રહેશે.
  • નગર નિગમ તેમના બોન્ડ લાવી શકશે.
  • KYCની પ્રક્રિયા સરળ બનાવાશે અને ડિજિલોકરના દસ્તાવેજો માન્ય રહેશે.
  • લદ્દાખમાં રિન્યુએબલ એનર્જી માટે 20700 કરોડ ફાળવાશે.
  • જંતુનાશક માટે 100 બાયો ઇનપુટ સેન્ટર બનશે.
  • વૈકલ્પિક ખાતર માટે નવી યોજનાઓ.
  • એક લાખ પ્રાચીન આર્કાઇવ્સના ડિજિટાઇઝેશનની જાહેરાત.
  • નવીનતા અને સંશોધન માટે નવી નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી ઘડવામાં આવશે.
  • પીએમ કૌશલ યોજના 4.0 લોન્ચ.
  • 47 લાખ યુવાનોને 3 વર્ષ સુધી ભથ્થાં મળશે.
  • પ્રદૂષણ ફેલાવનારાં વાહનોને હટાવાશે.
  • બેન્કિંગ સેક્ટરમાં બદલાવ માટે વિચારણા ચાલી રહી છે.
  • રોકાણકારોનાં હિતો પર ભાર અપાશે.
  • ડિજિટલ પેમેન્ટ 70 ટકા વધ્યું.
  • IFSC એક્ટમાં પણ બદલાવ કરવામાં આવશે.
  • RBI એક્ટમાં પણ બદલાવ કરાશે.
  • મહિલા બચત યોજનામાં બે લાખ સુધીના રોકાણની છૂટ.
  • વડીલો માટે બચતની સીમા 15 લાખથી વધારીને 30 લાખ કરાઈ.
  • રમકડાં, સાઇકલ, ઓટોમોબાઈલ સસ્તાં થશે.
  • ચોક્કસ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી 13 ટકા કરવામાં આવી.
  • કેટલાક ફોન, કેમેરા, લેન્સ સસ્તા થશે.
  • ઇલેક્ટ્રિક વાહનો સસ્તાં થશે.
  • 2 લાખની બચત પર 7.5 ટકા વ્યાજ મળશે.
  • દેશી કિચન ચીમની મોંઘી બનશે.
  • વિદેશથી આવેલી ચાંદીમાંથી બનેલી વસ્તુઓ મોંઘી.
  • બેટરી પર આયાત ડ્યૂટી ઘટશે.
  • રાજકોષીય ખોટ GDPના 6.4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય.
  • બ્લેન્ડેડ સીએનજી પર જીએસટી ઘટાડાયો.
  • 3 કરોડ સુધીની આવક ધરાવતા લઘુ ઉદ્યોગોને ટેક્સમાં રાહત.
  • ગોલ્ડ, સિલ્વરના સામાન પર કસ્ટમ ડ્યૂટી વધી.
  • રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ કરી રહ્યાં છીએ. ગયા વર્ષે 5 કરોડ રિટર્ન ફાઇલ થયા.
  • રિટર્ન માટે નવું ઇન્કમટેક્સ ફોર્મ આવશે.
  • ​ઊ​ર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
  • કાપડ અને કૃષિ સિવાયના માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીનો દર 21% થી ઘટાડીને 13% કરવાનો પ્રસ્તાવ.
1 ફેબ્રુઆરી, 2019ની આ તસવીર ઈતિહાસ બની ગઈ, જ્યારે સીતારમણ બ્રિફકેસમાં બજેટને બદલે ખાતાવહી લઈને સંસદ પહોંચ્યાં.
1 ફેબ્રુઆરી, 2019ની આ તસવીર ઈતિહાસ બની ગઈ, જ્યારે સીતારમણ બ્રિફકેસમાં બજેટને બદલે ખાતાવહી લઈને સંસદ પહોંચ્યાં.

યશવંત સિન્હાએ IT સેક્ટરને બુસ્ટ આપ્યું

1950 સુધી તે રાષ્ટ્રપતિ ભવનમાં છપાતું હતું. આ વર્ષે બજેટનો થોડો ભાગ લીક થયો અને પ્રિન્ટિંગની જગ્યા બદલીને મિટોં રોડ કરી દેવામાં આવી. ત્યારે નાણાકીય મંત્રી જોન મથાઈ હતાં. 1980 પછી નોર્થ બ્લોકના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવા લાગ્યું.1973-74માં યશવંત રાવ ચહ્વાણે બજેટ જાહેર કર્યું. જેને કાળા બજેટનું નામ મળ્યું, કેમ કે તે સૌથી વધારે 550 કરોડના ઘાટાવાળું બજેટ હતું. 2002-2001માં યશવંત સિન્હાના બજેટને સદીનું બજેટ કહેવામાં આવ્યું. જેણે દેશમાં IT સેક્ટરની તસવીર બદલી. IT સેક્ટરને ખૂબ જ છૂટ મળી ગઈ.

કોમ્યુટર, સીડી જેવી અનેક વસ્તુઓ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડવા માટે IT માર્કેટને ખૂબ જ સપોર્ટ મળ્યો. સૌથી વધારે વખત બજેટ જાહેર કરનાર નાણામંત્રી મોરારજી દેસાઈ છે. તેમણે 10 વખત બજેટ જાહેર કર્યું. તેમના પછી ચિદંબરમ (9) અને પ્રણવ મુખર્જી (8)મા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...