તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ 2021માં છુપાયેલી વાતો:કેન્દ્ર સરકારે બજેટમાં એવા ઝટકા આપ્યા છે જેની અસર ધીરે ધીરે જનતા પર થશે

એક મહિનો પહેલા

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરતી વખતે દેશમાં સંકટ સામે લડી રહેલી અર્થવ્યવસ્થાને ઊગારવા માટે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને કૃષિ ઉત્પાદનથી બજારને મજબૂત કરવાના પગલાની જાહેરાત કરી હતી. ખરેખર, કોરોના સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.

કોરોના સંકટને કારણે સરકારની તિજોરી પર ભાર પડ્યો છે અને તેની સાથે લડવા માટે બજેટમાં કેટલાક કઠિન અને જુદા જુદા પગલા લેવામાં આવ્યા છે. નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કે પાછલા વર્ષોની તુલનામાં આ વખતનું બજેટ અલગ છે. તેમ છતાં આ વખતના બજેટમાં સામાન્ય માણસ પર કોઈ પ્રકારના ટેક્સનો બોજો નાંખવામાં આવ્યો નથી. પરંતુ કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર જરૂર થશે.

બજેટમાં પાંચ ઝટકા

પ્રથમ ઝટકો
બજેટમાં કપાસ, રેશમ, કેટલાક રત્ન, વાહનના સ્પેરપાર્ટ્સ, સ્ક્રૂ અને નટ પર કસ્ટમ્સ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં મૂલ્યવર્ધકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રિંટ કરેલા સર્કિટ બોર્ડ એસેમ્બલી, વાયર અને કેબલ, સોલર ઇન્વર્ટર અને સોલર લેમ્પ પર પણ કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. આત્મનિર્ભર ભારતની વિચારધારાને આગળ વધારતા સરકારે મોબાઇલ સેટ્સ અને ચાર્જર્સ પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે, જેથી આ ચીજો મોંઘી થશે. બજેટમાં દારૂ પર એગ્રી ઇન્ફ્રા સેસ 100 ટકા લાદવામાં આવ્યો છે.

બીજો ઝટકો
પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી ચિંતિત લોકોને અપેક્ષા હતી કે બજેટમાં સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને તેમને રાહત આપશે. અપેક્ષા મુજબ એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો પણ કરાયો. પરંતુ કિંમતમાં હજી ઘટાડો થયો નથી કારણ કે ઘટાડેલી રકમની જગ્યાએ સેસ આવ્યો છે. પેટ્રોલ પર લિટર દીઠ 2.5 રૂપિયા કૃષિ સેસ અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લાદવામાં આવ્યો છે.

હાલમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 86 રૂપિયા 30 પૈસા પ્રતિ લિટર છે. આમાં ઓઇલની મૂળ કિંમત માત્ર 29.96 રૂપિયા છે. એટલે કે 56 રૂપિયા 34 પૈસા ટેક્સમાં જઇ રહ્યા છે. લગભગ 37 પૈસા અન્ય ખર્ચ તરીકે ગણવામાં આવે છે. જ્યારે, એકસાઇઝ ડ્યુટી 32 રૂપિયા 98 પૈસા છે. ડીલર કમિશન વિશે વાત કરીએ તો તે 3 રૂપિયા 67 પૈસા છે. વેટ 19 રૂપિયા 32 પૈસા છે. દેશમાં વર્ષ 2019માં પેટ્રોલના કુલ ભાવમાં કરવેરાનો હિસ્સો 47 ટકા હતો, જે 2020માં વધીને 60 ટકા કરવામાં આવ્યો છે.

ત્રીજો ઝટકો
બજેટ 2021ની જાહેરાત બાદ પ્રોવિડન્ટ ફંડ (PF)માં રોકાણ કરનારાઓને ઝટકો મળ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે હવે ફક્ત એક નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા 2.5 લાખ રૂપિયા સુધીના રોકાણ કરવા પર જ ટેકસમાં છૂટનો લાભ મળશે. એટલે કે, જો તમે આનાથી વધુ રોકાણ કર્યું છે, તો પછી મળ્યું વ્યાજ ટેક્સ હેઠળ આવશે. હાલમાં પીએફ પરનો વ્યાજ દર 8 ટકા છે અને વ્યાજથી થનાર આવક સંપૂર્ણપણે કરમુક્ત છે. જો કે,લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) પર કર મુક્તિની જાહેરાત કરવામાં આવી છે, શરત વ્યક્તિએ નિર્ધારિત પ્રકારની મુસાફરીમાં ખર્ચ કરેલ હોવો જોઇએ.

ચોથો ઝટકો
બજેટમાં જીવન વીમા નિગમ (LIC)ના પ્રારંભિક પબ્લિક ઇશ્યૂ (આઈપીઓ) સહિત પીએસયુના શેરોનું વેચાણ અને ખાનગીકરણ દ્વારા આગામી નાણાકીય વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, આ ઉપરાંત જાહેર ક્ષેત્રની બે બેંકો વેચવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કેટલાક જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કરવામાં આવશે, જ્યારે કેટલાકનું વિસર્જન કરવામાં આવશે, જેમાં સરકાર પોતાનો હિસ્સો વેચશે.

એર ઇન્ડિયા અનેBPCLનો સંપૂર્ણ હિસ્સો વેચવાની યોજના છે. આ સિવાય બંદરો, વીજ સંસાધનો, હાઇવે, રેલ્વે, ગેઇલ, ઇન્ડિયન ઓઇલ પાઇપલાઇન્સ, સ્ટેડિયમ, ભેલ, BEML, કોનકોર અને શિપિંગ કોર્પોરેશનમાં ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારી છે. એટલે કે, હિસ્સો વેચવામાં આવશે. વિપક્ષનો આક્ષેપ છે કે સરકારી સંપત્તિ વેચીને તિજોરી ભરવાની તૈયારી કરી રહી છે.

પાંચમો ઝટકો
એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને વેચવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી છે. તેનાથી ભારતમાં વિદેશી કંપનીઓનું વર્ચસ્વ વધશે. બજેટમાં આવકવેરાના ફરીથી મૂલ્યાંકન માટે સમયમર્યાદા ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી છે. હજી સુધી 6 વર્ષ જુના કેસો ફરીથી ખોલી શકાતા હતા. પરંતુ જો કોઈ પણ વર્ષમાં જો 50 લાખ રૂપિયા અથવા તેથી વધુની આવક હોવાના પુરાવા છે, તો તે કિસ્સામાં 10 વર્ષ સુધી ફરીથી મૂલ્યાંકન પણ કરી શકાય છે.

કુલ મળીને નાણાં મંત્રીએ 1 કલાક 48 મિનિટ લાંબુ ભાષણને જો તે ત્રણ લાઇનમાં સમેટી તો અર્થવ્યવસ્થાને બચાવવા માટેનાં સંસાધનોનું વેચાણ કરતી નીતિ જ અપનાવવી પડશે. સામાન્ય માણસ માટે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં ઘટાડો અને ટેકસમાં ઘટાડો કરવાનો વિચાર હાલમાં મનમાંથી દૂર કરવો પડશે. આરોગ્ય, રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલ્વેમાં રોકાણ કરીને અર્થવ્યવસ્થાને બૂસ્ટર મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો