ટેક્સમાં રાહત:સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી વધીને 1 લાખ રૂપિયા થાય તેવી શકયતા, તેના કારણે નોકરીયાતોને ફાયદો થશે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ક ફ્રોર્મ હોમના ખર્ચના કારણે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધવાની શકયતા
  • ટેક્સ બચાવનાર ઈન્વેસ્ટમેન્ટ્સ અંતર્ગત મળતી છુટની સીમા વધી શકે છે

આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધે તેવી શકયતા છે. તેને 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરાય તેવી શકયતા છે. આ સિવાય ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ્સ અંતર્ગત મળનારી છુટ પણ વધી શકે છે.

વર્ક ફ્રોર્મ હોમના ખર્ચને કારણે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધવાની આશા
વર્ક ફ્રોર્મ હોમ સાથે જોડાયેલા ખર્ચ અને મોંઘવારીના કારણે ઉદ્યોગ સંઘ ફિક્કીએ નોકરીયાત લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનને 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે. નાણાં મંત્રાલયે 2018ના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લોકોને આપ્યો હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન એ રકમ છે, જેને આવકમાથી સીધી બાદ આપવામાં આવે છે. બાકીની રકમ પર જ ટેક્સ કેલક્યુલેટ થાય છે.

ડોનેશન પર નવી ટેક્સ વ્યવસ્થામાં મળી શકે છે છુટ
ગત બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમ ટેક્સના નવા ઢાંચાની જાહેરાત કરતી હતી. જોકે તેમાં NPS સિવાય બીજી કોઈ છુટની જોગવાઈ નથી. આગામી બજેટમાં ડોનેશન આપનારને ડિડક્શન(કાપ)નો ફાયદો મળી શકે છે.

ઈન્કમ ટેક્સની ધારા 80G અંતર્ગત કોઈ પણ વ્યક્તિ, સંયુક્ત હિન્દુ પરિવાર(એચયુએફ) કે કંપની, કોઈ ફન્ડ કે ચેરિટેબલ સંસ્થાને આપવામાં આવેલા દાન પર ટેક્સ છુટનો લાભ લઈ શકે છે. શરત એ છે કે તમે જે સંસ્થાને આ દાન આપો છો એ સરકારમાં રજિસ્ટર્ડ હોવી જોઈએ. દાન ચેક, ડ્રાફટ કે કેશમાં આપી શકાય છે. જોકે કેશમાં 2000 રૂપિયાથી વધુના દાન પર ટેક્સ કાપનો ફાયદો મળશે નહિ.

ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટની લિમિટ વધી શકે છે
સરકાર સેક્શન 80C સહિત અન્ય ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ્સ અંતર્ગત મળનારી ટેક્સ છૂટની સીમા વધારી શકે છે. હાલ સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા અને NPS માટે સેક્શન 80CCD(1B) અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની છુટની જોગવાઈ છે. 80Cમાં પીપીએફ, હોમ લોન પ્રિન્સિપલ, NSS જેવું રોકાણ સામેલ છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર વધી શકે છુટની સીમા
સેક્શન 80D અંતર્ગત હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમયમ પર મળનાર ટેક્સ બેનિફિટને સરકાર વધારી શકે છે. 80D અંતર્ગત પતિ-પત્ની અને બાળકોના હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રીમિયમના 25 હજાર રૂપિયા સુધી ચુકવવા બદલ ટેક્સમાં છુટ મળે છે. આ સિવાય આશ્રિત માતા-પિતા માટે ઈન્શ્યોરન્સ પ્રીમયમના પેમેન્ટ પર 25 હજારથી 50 હજાર રૂપિયા(જો પેરેન્ટ્સ સિનિયર સિટીઝન છે) સુધીની છુટ મળે છે. એટેલે કે કોઈ વ્યક્તિ હાલ અધિકતમ 75 હજાર રૂપિયા સુધીના પ્રીમિયમ પર જ ટેક્સ છુટ પ્રાપ્ત કરી શકે છે. તેને એક કે સવા લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.