તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Budget 2021
  • Question To The Chief Economic Adviser Is This The Right Wing Budget; A: I Would Call This A Growth Rate Boost Budget, Say Whatever You Want

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇન્ટરવ્યુ:ચીફ ઇકોનોમિક એડવાઇઝરને સવાલ- શું આ રાઇટ વિંગ બજેટ છે; જવાબ- હું આને વિકાસદર વધારનારું બજેટ કહીશ, આપને જે મરજી હોય એ કહો

નવી દિલ્હી25 દિવસ પહેલાલેખક: શીલા ભટ્ટ
  • કૉપી લિંક

દેશનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે. એને તૈયાર કરવામાં જે લોકોની સૌથી મહત્ત્વની ભૂમિકા હોય છે તેમાં દેશના મુખ્ય આર્થિક સલાહકાર, એટલે કે CEA પણ હોય છે. હાલના CEA કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યન છે. સોમવારે બજેટ રજૂ થયા પછી ભાસ્કરે તેમની સાથે વાત કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારની આર્થિક નીતિ અને ભવિષ્યના ઈરાદા વિશે પણ જાણ્યું. તેમની સાથે સીધા સવાલ-જવાબ...

સવાલઃ આ બજેટમાં એવી શું ખાસ વાત છે, જેનાથી આ યાદગાર બજેટ બનશે?
જવાબઃ હું આ બજેટને ડ્રીમ બજેટ કહીશ. પ્રથમ કારણ એ છે કે 100 વર્ષમાં એકવાર જે મહામારી આવી, એના પછી આ પ્રથમ બજેટ છે.

ભારતમાં જ નહીં, સમગ્ર દુનિયામાં આ મહામારી આવી છે, પરંતુ ભારતે મહામારીને કંટ્રોલમાં રાખવા માટે સારી લડાઈ લડી. એના પછી જે આર્થિક રિકવરી ચાલી રહી છે એને ગતિ આપવા માટે આ બજેટ બનાવાયું છે. બીજી વાત- દાયકાનું આ પ્રથમ બજેટ છે, સાથે જ આગામી વર્ષે સ્વતંત્રતાનાં 75 વર્ષ થવાનાં છે. એવા સમયમાં લાવવામાં આવેલું આ બજેટ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે. આ બાબતે હું કેટલાક પોઈન્ટ્સ પર પ્રકાશ પાડવા ઈચ્છીશ.

  • પ્રથમ-આપ જુઓ કે હેલ્થકેરની સ્પેન્ડિંગમાં 140%નો વધારો કરાયો છે. ઈતિહાસ પલટીશું તો જોઈશું કે આ પળ હેલ્થકેરના ક્ષેત્રમાં નવી ઓળખ તરીકે ઊભરશે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લગભગ બે તૃતિયાંશ ખર્ચ રાજ્ય કરે છે, પરંતુ જે એક તૃતિયાંશ ખર્ચ કેન્દ્ર સરકાર કરે છે, એમાં પૂરેપૂરી તાકાત લગાવાઈ છે.
  • બીજું- ફાઈનાન્સિયલ સેક્ટરના પડકારો, જે મહામારી અગાઉ પણ હતા. કેટલીક બેન્ક આર્થિક રીતે સમાપ્ત થઈ ચૂકી હતી, તેમની બેલેન્સ શીટ ખરાબ થઈ ગઈ હતી, તેમને ઉપર લાવવી કે બચાવવી જરૂરી હતું. આ બજેટમાં તેમના માટે જરૂરી ઉપાય કરવામાં આવ્યા છે. આ સામાન્ય માનવીને નજરમાં રાખીને કરાયું છે. આ બેંકોને સારી સ્થિતિમાં લાવવામાં આવશે, તો તેની ઋણ આપવાની તાકાત પણ વધશે. બજેટ અંતર્ગત બે પબ્લિક સેક્ટર બેંકને પ્રાઈવેટાઈઝ કરવાનો જે નિર્ણય કરાયો છે એનાથી ગ્રાહકોને જ લાભ થવાનો છે.
  • ત્રીજું- વીમાક્ષેત્રમાં ફંડિંગ માટે જે નવી લિમિટ નક્કી કરાઈ છે, એનાથી આ ક્ષેત્રમાં રોજગારી પણ વધશે અને અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. આ ઘણો મોટો નિર્ણય છે. ઈશ્યોરન્સ સેક્ટરમાં FDI 49%થી વધારીને 74% કરવામાં આવશે, પરંતુ ભારતીય કંપની ભારતીય જ બની રહે, એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કંપનીનો કંટ્રોલ દેશમાં રહેતા લોકોની પાસે જ રહેશે. એટલું જ નહીં, નફો વિદેશોમાં ન જાય એનું પણ ધ્યાન​​​​​​​ રખાયું છે.
  • આપ એ માનીને ચાલો કે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જે પણ બની શકે એ કરવા માગે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર​​​​​​​ ડેવલપમેન્ટમાં જે પણ મદદ કરી રહ્યા છે, તેમને ફંડિંગની સુવિધા મળે, એના માટે બજેટમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

સવાલઃ આપે જે 35000 કરોડ રૂ. કોરોના વેક્સિનનો ખર્ચ છે એ હેલ્થ બજેટમાં બતાવ્યો. આપ જાણો છો કે આ હેલ્થ મિનિસ્ટ્રીના પૈસા નથી. શું આરોગ્ય મંત્રાલયના પૈસા વધ્યા છે?
જવાબઃ ના, આ વિચાર ખોટો છે. વેક્સિન માટે જે સુવિધાઓ અપાશે, એનાથી હેલ્થ સેક્ટરમાં જ સુધારો થશે. વેક્સિન સેન્ટર બનાવાશે, દેશમાં આરોગ્યનો સ્તર વધશે અને તેમાં જે ખર્ચ આવશે એની વ્યવસ્થા બજેટમાં કરી લેવાઈ છે. જ્યારે પૈસા કોઈપણ ક્ષેત્રમાં જાય છે તો ડિમાન્ડ વધે છે. એનાથી અર્થતંત્ર પણ વધે છે. સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું મહત્ત્વ ઓછું નથી. આ યોજના અંતર્ગત ઘણો ખર્ચ થવાનો છે અને એનો લાભ સામાન્ય માનવીને મળશે. એ પણ યાદ રાખો કે આ તો કેન્દ્રનો ખર્ચ છે. તેમાં રાજ્ય પણ પોતાનું યોગદાન આપશે. એનાથી દેશના આરોગ્યક્ષેત્રમાં પરિવર્તન આવશે.

સવાલઃ આ બજેટમાં સૌથી મોટી ખામી એ લાગી રહી છે કે શિક્ષણ અને માનવસંસાધન માટે બજેટમાં વધારો થયો નથી.​​​​​​​ ડિફેન્સનું બજેટ પણ કંઈ ખાસ વધ્યું નથી...
જવાબઃ આપનું રેન્કિંગ ઠીક નથી. આપ ધ્યાન આપો તો ડિફેન્સમાં કેપિટલ એક્સપેન્ડિચર 22% સુધી વધી છે. ડિફેન્સમાં એક ભાગ સેલરી અને પેન્શનનો છે. બીજો ભાગ હથિયારોની ખરીદીનો હોય છે. સરકારે ડિફેન્સના તમામ પાસાઓનું ધ્યાન રાખ્યું છે.

સવાલઃ શું આપણે એમ કહી શકીએ કે આ રાઈટ વિંગ બજેટ છે?
જવાબઃ હું તો કહીશ કે આ વિકાસદર વધારનારું બજેટ છે. આપ જે નામ આપવા ઈચ્છો એ આપી શકો છો, પરંતુ આ બજેટ લોકો ભૂલી શકશે નહીં, જ્યારે દેશ ઈકોનોમિક રિકવરી જોશે.

સવાલઃ ત્રણ કૃષિ બિલ વિરુદ્ધ સરકાર જે સામનો કરી રહી છે એને જોતાં બજેટમાં જે રેડિકલ નિર્ણયો લેવાયા છે, એ આપ કઈ રીતે અમલમાં લાવશો?
જવાબઃ હું આ બંને વાતો જોડીને જોઈ રહ્યો નથી.

સવાલઃ સામાન્ય માનવી માટે આ બજેટમાં શું છે?
જવાબઃ બધું છે. મંદી આવે છે એના પછી આર્થિક રિકવરી શરૂ થઈ જાય છે. ત્યારે રોજગારી વધે છે, રોકાણ વધે છે, બજારમાં પૈસા આવે છે અને એ સામાન્ય માનવીને જ મદદ કરે છે. જ્યારે મંદી આવે છે તો સરકારે વધુ ખર્ચ કરવો પડે છે અને એ ખર્ચમાં સામાન્ય માનવીનું હિત સામેલ હોય છે. આપણે જેને ડેફિસિટ ફાઈનાન્સિંગ કહીએ છીએ એ દરેક રીતે સામાન્ય માનવીને નજરમાં રાખીને કરવામાં આવે છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે લેફ્ટનન્ટ ફાઈનાન્સિંગ કરાયું છે તો સમજવાની વાત છે કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વધશે. એનાથી રોજગારી વધશે. સામાન્ય માનવીના હાથમાં પૈસા આવશે. એનાથી બજારમાં ડિમાન્ડ આવશે. 130 કરોડની વસતિવાળા આપણા દેશમાં લગભગ દોઢ કરોડ લોકો ટેક્સ આપી રહ્યા છે. ભારતમાં તો તમામ સામાન્ય લોકો જ છે. અમે સૌનું ધ્યાન રાખ્યું છે. આપણે ટેક્સ આપનારા ખાસ લોકોને પણ યાદ રાખ્યા. એની સાથે જ ટેક્સ રિટર્નની કંડિશનને પણ બદલી છે. હવે ત્રણ વર્ષ પછી ટેક્સ રિટર્નને ફરી ખોલવામાં નહીં આવે. અમારું સમગ્ર લક્ષ્ય આર્થિક રિકવરીની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પ્રોત્સાહન આપવાનું છે, જે સામાન્ય માનવીને રોજગાર પણ આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો