તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Budget 2021
  • Increased Focus On Health Has The Potential For Growth As Well As Job Creation, The Tourism Industry Has Not Been Relieved, Farmers And Small Traders Have Not Benefited Much.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપર્ટ ઓપનિયન:આરોગ્ય પર ફોકસ વધવાથી વિકાસ તેમજ રોજગારી સર્જનની શક્યતા, ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને કોઈ રાહત ના મળી, ખેડૂતો-નાના વેપારીઓને પણ ખાસ ફાયદો નથી

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રોફેસર રામ સિંહના જણાવ્યા અનુસાર નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા પહેલા એવું કહીને ખૂબ આશા જગાવી હતી કે, આ ચાલુ સદીનું સૌથી સારું બજેટ હશે. આ બજેટ આશાઓનું છે, જે ઘણી હદ સુધી વાસ્તવિક પરિસ્થિતિઓ પર કેન્દ્રિત દેખાઈ રહ્યું છે. સરકારનું કહેવું છે કે, આ બજેટ બહુ ઓછા સમયમાં અર્થતંત્રમાં સુધારો લાવશે, જે થોડા સમયમાં ગ્રોથ રેટ વધવાનું કારણ બનશે. પરંતુ તે ખેડૂતો અને નાના વેપારીઓની આવક વધારવામાં મદદરૂપ થશે એવું નથી લાગતું.

અર્થતંત્ર કોવિડ-19ના કારણે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે આરોગ્ય અને વેક્સિનેશન માટે ફંડની ફાળવણી આ બજેટનું મહત્ત્વનું પગલું સાબિત થઈ શકે છે. હેલ્થ એન્ડ વેલબીઈંગ સેક્ટરનું ફંડ 137% વધારાયું છે, જેમાં 35 હજાર કરોડ ફક્ત વેક્સિનેશન માટે રખાયા છે. વેક્સિનેશન વધવાથી હોસ્પિટાલિટી અને ટુરિઝમ ક્ષેત્રે પણ તેજી આવશે, જેનાથી કોરોના કાળમાં નોકરી ગુમાવી ચૂકેલા કરોડો લોકોને ફરી રોજગારી મળવાની આશા છે. આવક અને કોર્પોરેટ ટેક્સમાં ફરેફાર નહીં કરાતા ધનવાનોને રાહત છે કારણ કે, આ વાત લગભગ નક્કી મનાય છે કે, સુપર રિચ કેટેગરી અને મોટી કંપનીઓ પર કોરોના સેસ જેવી કોઈ વ્યવસ્થા લાગુ થઈ શકે છે.

ગ્રામીણ અને એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને વધારીને રૂ. 40 હજાર કરોડ કરાયું છે. આ ફંડ એપીએમસી માટે પણ છે. નાણા મંત્રીએ કહ્યું પણ છે કે, કૃષિ લોન વધારીને રૂ. 16.5 લાખ કરોડ કરવાનું લક્ષ્ય છે, પરંતુ કિસાન સન્માન નિધિમાં વધારો નથી કરાયો. નાની કંપનીઓની વ્યાખ્યા બદલાઈ છે, પરંતુ જીએસટીની જટિલતાઓના કારણે માર્ગ સરળ નથી દેખાતો. જોકે, નાણા મંત્રી કહે છે કે, આ વર્ષે જીએસટીની જટિલતા ખતમ કરવા પર ફોકસ રહેશે. ટૂંકમાં બજેટનું ફોકસ રોજગારી સર્જન પર દેખાઈ રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફંડ વધવાથી ગ્રોથની શક્યતા છે કારણ કે, રૂ. 1.10 લાખ કરોડ રેલવે અને રૂ. 1.18 લાખ કરોડ રસ્તા પર ખર્ચ થવાના છે. એટલે કે તેનાથી રોજગારી વધશે, પરંતુ ગરીબોને સીધા પૈસા નહીં મળવાથી ગ્રોથમાં નિરંતરતા જળવાઈ રહે તે બહુ મુશ્કેલ છે.

સરકારે જાહેરાતો તો કરી દીધી, પરંતુ તેના માટે ફંડ ઊભું કરવું સરળ નહીં હોય. એટલે સરકારને આવક વધારવાના સાધનો પણ શોધવા પડશે. કારણ કે, નાણા મંત્રી પોતે જ કહે છે કે, રાજકોષીય ખાધ 6.8% રહેવાની શક્યતા છે. આ નુકસાન સરભર કરવા સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટના પ્રયાસ કરી રહી છે. તેના માટે સારી સરકારી કંપનીઓનો હિસ્સો વેચવો પડશે. સરકાર રૂ. 1.75 લાખ કરોડ એ રીતે ભેગા કરશે. પરંતુ આ ક્યાં સુધી ચાલશે, તેની કોઈ સમય મર્યાદા નથી દેખાતી. એટલે સરકારને બજારમાંથી રૂ. 9 લાખ કરોડની લોન લેવી પડી શકે છે. જોકે, તેમાં સારી વાત એ છે કે, વધુ રકમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરાઈ રહી છે. એટલે ગ્રોથની શક્યતા વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો