તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Gold Prices In India Will Now Be Decided From Gift City, The Country's First Bullion Exchange To Be Held In Gujarat.

ભારતમાં સોનાના ભાવ હવે ગિફ્ટ સિટીમાંથી નક્કી થશે, દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં બનશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટીમાં ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ શરૂ કરવાની જાહેરાત

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવી છે. આ પોલિસીના ભાગરૂપે આજે નાણાપ્રધાન નિર્મલા સિતારમણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટ-સિટી)ના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ ગિફ્ટ સિટીમાં ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ પણ શરુ કરવામાં આવશે. આનો અર્થ એ થાય છે કે દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી અને એટલે જ દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે અને તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે.

એકસચેન્જના કારણે સોનાની સારી પ્રાઇઝ ડિસ્કવરી થઇ શકાશે
ગિફ્ટ સિટીના મેનેજીંગ ડિરેક્ટર તાપણ રે એ જણાવ્યું કે, ગિફ્ટ આઇએફએસસીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની સ્થાપના કરવાની આજે બજેટમાં જાહેરાતનું અમે સ્વાગત કરીએ છીએ. તેનાથી સોનાની સારી પ્રાઇઝ ડિસ્કવરી, વધુ રોજગારનું સર્જન થશે તેમજ બુલિયન માર્કેટમાં ભારતની સ્થિતિ મજબૂત બનશે. ગિફ્ટ આઇએફએસસી સંબંધિત નીતિ જાહેરાતથી ભારતીય અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ નોંધપાત્ર વધશે.

પોલિસી બનાવવાની કામગીરી IIM અમદાવાદમાં થઇ
પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપી દીધો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો