તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Cooking Inflation, Kitchen Items Are Expensive, Furniture footwear Expensive Too; Electric Vehicles Will Be Cheaper

રસોઈમાં મોંઘવારીનો વઘાર, રસોડાથી જોડાયેલી 13 ચીજો મોંઘી, ફર્નીચર-ફુટવેર પણ મોંઘું; ઇલેક્ટ્રીક વાહનો સસ્તાં થશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 2020-21નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. બજેટમાં એવી ઘણી જાહેરાતો કરવામાં આવી છે જેનાથી દૈનિક વપરાશની મોટાભાગની ચીજો મોંઘી થશે. તેમાં રસોઇના સામાનથી લઇને ફર્નીચર, ફુટવેર અને બાળકોના રમકડાં સામેલ છે. બીજી તરફ રમતગમતના સાધનો, માઇક્રોફોન સસ્તાં થશે. 

રસોઇમાં મોંઘવારીનો વઘાર
રસોઇનો સામાન: તેલ, બટર ઘી, પીનટ બટર, મકાઈ, સોયા ફાયબર, સોયા પ્રોટીન, અખરોટ.
રસોઇના સાધનો: વોટર ફિલ્ટર, ફૂડ ગ્રાઇન્ડર, ઓવન, કૂકર, ગ્રિલર, રોસ્ટર.

સૌંદર્ય પ્રસાધનો મોંઘા
હવે સૌંદર્ય નિખાર પણ મોંઘુ પડશે. કાંસકા, હેરપીન, કર્લિંગ પીન પણ મોંઘી થશે. દૈનિક જરૂરિયાતમાં ઉપયોગમાં લેવાતી ઇસ્ત્રી પણ મોંઘી થશે. 
ગ્રુમીંગ: કાંસકા, હેરપીન, કર્લિંગ પીન, જૂતા, હેરક્લિપ, હેર ડ્રાયર, શેવર, હેર રિમુવિંગ અપ્લાયન્સિઝ.
લાઇફસ્ટાઇલ: વોટર હીટર, ઇલેક્ટ્રિક આયરન, ફર્નીચર, લેમ્પ, લાઇટ ફિટીંગ, રમકડાં, બેલ, ટેબલ ફેન, સીલિંગ ફેન, બ્લોઅર.

આ પણ મોંઘું
રત્નો, ચ્યૂઇંગ ગમ, કાંચનો સામાન, ટ્રોફી સિવાય એક્સાઇઝ ડ્યૂટી વધવાથી સિગરેટ, હુક્કા, તંબાકુ, જર્દા તંબાકુ પણ મોંઘી થશે. 

માત્ર આ ચીજો સસ્તી
ન્યૂઝપ્રિન્ટ, સ્પોર્ટ્સનો સામાન, માઇક્રોફોન, ઇલેક્ટ્રિક વાહનો, રો શુગર, પ્લાસ્ટિક કેમિકલ.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો