• Surat diamonds and textile entrepreneurs disappointed with Sitaraman's budget

બજેટ 2020 / સુરતના હીરા અને ટેકસટાઇલ ઉદ્યોગકારો સીતારમણના બજેટથી નિરાશ, ઉદ્યોગ માટે કોઈ પ્રોત્સાહક જાહેરાત નથી

Surat diamonds and textile entrepreneurs disappointed with Sitaraman's budget

  • કાપડ બજાર ત્રણ વર્ષથી જીએસટી, નોટબંધીની અસરમાંથી હજુ પણ બહાર આવ્યો નથી
  • ડાયમંડ ઉદ્યોગે જે માંગણીઓ કરી હતી તેવું કઈ આ બજેટમાં જાહેર ન થતા ઉદ્યોગકારો નિરાશ

Divyabhaskar.com

Feb 01, 2020, 04:33 PM IST

આશિષ મોદી, સુરત: કાપડ અને હીરાના પોલિશિંગ માટે સુરત દેશનું હબ માનવામાં આવે છે. આ બંને ઉદ્યોગોને આશા હતી કે કેન્દ્રીય બજેટમાં તેઓ માટે કોઈ લાભકારી જાહેરાત થશે પરંતુ હીરા અને ટેકસટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આજના બજેટથી નિરાશ થયા છે. બંને ઉદ્યોગોના અગ્રણીઓના મતે આ બજેટમાં એવી કોઈ જોગવાઈની જાહેરાત કરવામાં નથી આવી જેનાથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે. તેમના માટે તો આગળ જતા સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નહીવત છે.

નવું રોકાણ આ બજેટથી કોઈ આવે એવું લાગતું નથી.

બજેટ આશા અનુરૂપ નથી. સુરત ટેક્સટાઈલ માટે કશુ જ બજેટમાં નથી. નાના વેપારીઓ માટે સ્કિમ લાવવાની સરકારની ભાવના સારી છે. સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આ બજેટથી કોઈ ફાયદો નથી. હાલ મંદિ છે. પરંતુ કોઈ ફાયદો નથી. નવું રોકાણ આ બજેટથી કોઈ આવે એવું લાગતું નથી. જે લોન લેવાઈ છે તે જ નથી ભરાતી તો નવું રોકાણ ક્યાંથી આવશે તે સવાલ છે. ભવિષ્યમાં પણ કશું રોકાણ આવે તે આ બજેટથી લાગતું નથી. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં સુરતમાં 10 લાખ લોકો ડાયરેક્ટ ઈનડાયરેક્ટ રીતે જોડાયેલા છે જેમના માટે આ બજેટ કોઈ લાભકર્તા નથી.

-દિનેશ દ્વિવેદી- વેપારી અને ગોલ્ડન પ્લાઝા માર્કેટ એસોસિએશનના સેક્રેટરી

આ વખતનો બજેટ ટેક્સટાઈલ માટે નિરસ છે. છેલ્લા ત્રણ વર્ષથી જીએસટી નોટબંધીની જે અસર થઈ છે તે હજુ પણ નાબૂદ થઈ નથી અમે રજૂઆતો કરી હતી પરંતુ તેની કોઈ અસર થઈ નથી. ટેક્સટાઈલમાં 165 માર્કેટ સુરતમાં છે જેમાં સીધી અને આડકતરી રીતે 20થી 25 લાખ લોકો જોડાયેલા છે પરંતુ ખાસ કોઈ ફાયદો નથી થયો. માર્કેટમાં દુકાનો બંધ થઈ રહી છે. 3થી 4 લાખ મજૂરો તો પલાયન કરી ગયા છે. ઈનકમટેક્સનો સ્લેબ અલગ અલગ કરીને લોકોને ભ્રમિત કર્યા છે. લોન મળવી જોઈએ અને ગાર્મેન્ટ હબની ડિમાન્ડ કરાઈ હતી પરંતુ તે સંભળાઈ નથી.

-મનોજભાઈ અગ્રવાલ-ટેક્સટાઈલ વેપારી અને ફોસ્ટાના પ્રમુખ

સુરત કાપડ માર્કેટ પોણા પાંચ કરોડ મિટર કપાડનું ઉત્પાદન થતું પરંતુ જીએસટી અને નોટબંધી બાદ 50 ટકા ઘટી ગયું છે અમે અગાઉ નાણા મંત્રીથી લઈને બધાને રજૂઆત કરી હતી. પરંતુ અમારી કોઈ માંગ પુરી થઈ નથી. અમારી ડિમાન્ડ ન સંતોષાતા આજે ભારે નિરાશા બજેટમાંથી મળી છે. રોજગારી આગળ વધારવાનું એક પણ કદમ આ બજેટમાં જોવા મળી રહ્યું નથી. હજુ વધારે બેરોજગારી અને ઉદ્યોગને નુકસાન ઉઠાવવું પડે તેવું લાગી રહ્યું છે.
-ચંપાલાલ બોથરા-ટેક્સટાઈલ વેપારી અને ફોસ્ટાના જનરલ સેક્રેટરી

ડાયમંડ અને જેમ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ખાસ એનાઉન્સમેન્ટ બજેટમાં થયું નથી.
જે અમારી આશા હતી કે ઈમ્પોર્ટ ડ્યુટી 12 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાની માંગ હતી. પરંતુ આ બજેટમાં એવી કોઈ એનાઉન્સમેન્ટ થઈ નથી.તો અમે આશા રાખીએ છીએ પછી કોઈ આ માંગણીઓ પર નિર્ણય લેવામાં આવે. આ બજેટની હાલ તો કોઈ ખરાબ કે સારી અસર પડશે નહી.અત્યારે જે ગ્રોથ ચાલી રહ્યો છે તે પ્રમાણે ઈન્ડ્સ્ટ્રીઝ ગ્રોથ કરતી રહેશે. અત્યારે કોઈ લાંબી અસર દેખાતી નથી.અમે અગાઉ પણ રજૂઆત કરતાં કોમર્સ મિનિસ્ટ્રીમાં તે પ્રમાણે આગળના સમયમાં પણ રજૂઆત કરતાં રહીશું.
-નૈનેશ પચ્ચીગર- ઉદ્યોગકાર જેમ એન્ડ જ્વેલરી

માર્કેટમાં આવતા દિવસોમાં લિક્વીડિટી આવશે. લોકોની ખરીદ શક્તિ વધતા ડાયમંડ અને ટેક્સટાઈલને ફાયદા થશે. ડાયરેક્ટ ડાયમંડ રીલેટેડ કોઈ જાહેરાત થઈ નથી. ડાયમંડ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય આધારે ચાલે છે, ડોમેસ્ટીક નથી. આગળના સમયમાં કોઈ સ્કિમ નીકળે તે જરૂરી છે. મૂળ ફાયનાન્સ અને લોનના પ્રશ્નો છે તે આગળ જતાં હલ થઈ શકે છે.

-દિનેશ નાવડીયા,હીરા ઉદ્યોગકાર અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ

X
Surat diamonds and textile entrepreneurs disappointed with Sitaraman's budget
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી