• India became the fourth country to introduce two types of tax structure after Canada, Australia and the US

બજેટ 2020 / કેનેડા, ઓસ્ટ્રેલિયા અને US બાદ બે પ્રકારના કર માળખા લાવનાર ભારત ચોથો દેશ બન્યો

India became the fourth country to introduce two types of tax structure after Canada, Australia and the US

  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મતે આનાથી લોકો બચત ઓછી કરશે
  • બે ટેક્સ સ્ટ્રક્ચરના કારણે કરદાતાઓમાં મૂંઝવણ વધશે
  • નવા દરખાસ્ત થયેલા કરમાળખાથી ટેક્સપેયરને ખાસ ફાયદો નથી
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મતે પશ્ચિમી દેશો જેવું ટેક્સ માળખું લાવવાનો પ્રયાસ

Divyabhaskar.com

Feb 02, 2020, 08:35 AM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સિતારમણે પશ્ચિમી દેશોમાં જે રીતે બે અલગ અલગ પ્રકારના કર માળખા છે તે રીતે ભારતમાં પણ આવા સ્ટ્રક્ચર રજુ કરવા માટે દરખાસ્ત કરી હતી. આ અંગે જયારે Divya Bhaskar દ્વારા ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પૂછ્યું તો તેમાં મોટાભાગનાએ એવો મત રજુ કર્યો કે, આના કારણે કરદાતાઓમાં મૂંઝવણ વધશે અને લાંબાગાળે કોઈ ફાયદો થશે નહી. જોકે, અમુક લોકો એવું પણ માને છે કે, આ એક સ્ટેન્ડિંગ ઈકોનોમી તરફ લઇ જવાનો પ્રયાસ છે અને જે લોકો બચત કરતા નથી અથવા તો ઓછી કરે છે તેમના માટે ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ થઇ જશે. જાણકારોના મતે સરકાર લાંબાગાળે ટેક્સ પરની રાહતો દુર કરવા માંગે છે અને ટેક્સના માળખાને સરળ બનાવવા ધારે છે.

પશ્ચિમી દેશોની જેમ લોકો પાસે પસંદગીના વિકલ્પો વધશે
સીએ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ડીરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલ કહે છે કે, જે લોકોને કર બચાવવાના હેતુથી જ ફરજીયાત બચત કરી રહ્યા છે તેવા લોકો માટે આ નવી દરખાસ્ત સારી છે. આ ઉપરાંત પેપર વર્ક નહિ કરવા ઈચ્છતા લોકો પણ આ નવું ટેક્સ માળખું પસંદ કરશે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ પ્રકારે બે રીતે કર ઉઘરાવવામાં આવે છે. ભારત પણ તેનું અનુકરણ કરીને એક નવી પ્રણાલી ઊભું કરી રહ્યું છે. સરકાર ઇચ્છે છે કે, લાંબાગાળે ટેક્સ ઉપર મળતા લાભો ઓછા થાય અને ટેક્સ સિસ્ટમમાં સરળતા આવે.

નવું ટેક્સ રીજીમ લોકોને બચત કરતાં અટકાવશે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નૃપ્સ કન્સલ્ટના નૃપેશ શાહે જણાવ્યું કે, લોકો કરમાં રાહતો મેળવવા માટે અલગ અલગ પ્રકારે રોકાણ કરતા હોય છે. હવે જયારે બે પ્રકારના ટેક્સ સ્ટ્રક્ચર હશે ત્યારે ખાસ કરીને હાયર ઇન્કમ ધરાવતા લોકો કે જેમને ટેક્સમાં ઓછુ રિબેટ મળે છે તે લોકો પેપર વર્કની પળોજણમાંથી બચવા સેવિંગ ઓછુ કરશે. આ ઉપરાંત નવા માળખામાં હાઉસિંગ લોન ઉપર કોઈ ફાયદો આપવામાં આવ્યો નથી જે રીયલ એસ્ટેટ સેક્ટર માટે સારું નથી.

બે માળખાથી કરદાતાઓમાં બિનજરૂરી ગુંચવણ વધશે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીએ નવી ટેક્સ સિસ્ટમ અંગે કહ્યું કે, આમ પણ ભારતીય ટેક્સ સિસ્ટમ કોમ્પ્લીકેટેડ હતી. હવે જયારે લોકો પાસે બે વિકલ્પો હશે ત્યારે કરદાતાઓમાં બિનજરૂરી મૂંઝવણ વધશે. કઈ પદ્ધતિ અપનાવવી તે પસંદગીમાં જ લોકો અટકી પડશે. આ ઉપરાંત પશ્ચિમના દેશોમાં જ્યાં કર ઊંચા છે ત્યાં લોકોને સરકાર તરફથી મેડીકલ, શૈક્ષણિક, પેન્શન સહિતના ઘણા ફાયદા આપવામાં આવે છે. જયારે ભારતમાં સરકાર આવા કોઈ ફાયદા આપતી નથી કે આપશે તેવી કોઈ શક્યતા હાલ જણાતી નથી.

X
India became the fourth country to introduce two types of tax structure after Canada, Australia and the US
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી