• Home
  • Bollywood
  • TV
  • 'Yeh Rishta Kya Kehlata Hai' fame mohena kumar singh quit acting career after marriage

ઈન્ટરવ્યૂ / 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'ની કીર્તિ લગ્ન બાદ એક્ટિંગ કરિયરને અલવિદા કહેશે

'Yeh Rishta Kya Kehlata Hai' fame mohena kumar singh quit acting career after marriage
X
'Yeh Rishta Kya Kehlata Hai' fame mohena kumar singh quit acting career after marriage

divyabhaskar.com

Jun 05, 2019, 04:39 PM IST

મુંબઈઃ કોરિયોગ્રાફર તથા ટીવી એક્ટ્રેસ મોહેના કુમારી સિંહ ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં કીર્તિનો રોલ પ્લે કરતી હતી. નાયરાની નણંદના રોલમાં મોહેના ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. જોકે, મોહેના આ શો છોડી રહી છે અને તે એક્ટિંગ પણ છોડવાની છે. મોહેનાએ હાલમાં જ અંગ્રેજી ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

સિરિયલમાં પાંચ વર્ષનો લીપ આવશે

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં પાંચ વર્ષનો લીપ આવશે. લીપ બાદ મોહેનાનાં કેરેક્ટરની ઉંમર વધુ બતાવવામાં આવશે. આ કારણથી મોહેનાએ શો છોડ્યો હોવાનું કહેવાતું હતું. જોકે, હવે, મોહેનાએ સ્પષ્ટતા કરી છે કે તેને માતાનો રોલ પ્લે કરવામાં કોઈ જ વાંધો નથી.

 

2. લગ્ન બાદ એક્ટિંગ કરિયરને અલવિદા કહેશે

મોહેનાએ કહ્યું હતું કે 14 ઓક્ટોબરે તેના લગ્ન છે અને લગ્ન બાદ તે દેહરાદૂન શિફ્ટ થવાની છે. આથી જ તેણે લગ્ન બાદ એક્ટિંગ ના કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન બાદ તેનું જીવન 180 ડિગ્રી ટર્ન લેવાનું છે. તે લગ્નને લઈ નર્વસ તથા એક્સાઈટેડ છે.

3. મિત્રોને નવાઈ લાગી

મોહેનાએ આગળ કહ્યું હતું કે એક્ટિંગ છોડવાના નિર્ણયથી ઈન્ડસ્ટ્રીઝમાં રહેલા તેના મિત્રોને ઘણી જ નવાઈ લાગી હતી પરંતુ તે આવી જ છે. તે પોતાના દિલની વાત સાંભળે છે. લગ્ન બાદ તે કામ ચાલુ જ રાખશે. તે મુંબઈ કોરિયોગ્રાફર બનવા તથા એક્ટિંગ માટે આવી હતી. આ શહેરે તેનું સપનુ પૂરું કર્યું છે.

4. મોહેના રાજ પરિવારમાંથી આવે છે

મોહેનાએ આ વર્ષે આઠ ફેબ્રુઆરીના રોજ સૂયશ રાવત સાથે સગાઈ કરી હતી. મોહેના તથા સૂયશના લગ્ન 14 ઓક્ટોબરે હરિદ્વારમાં થવાના છે. મોહેના રીવા રાજ પરિવારમાંથી આવે છે. આ ઉપરાંત તેનો પરિવાર મધ્યપ્રદેશના રાજકારણ સાથે જોડાયેલો છે. તેના દાદા ભાજપ સાથે જોડાયેલા હતાં. તો પિતા પુષ્પરાજ સિંહ કોંગ્રેસની સરકારમાં પ્રધાન રહી ચૂક્યા હતાં. તેનો ભાઈ દિવ્યરાજ સિંહ મધ્યપ્રદેશમાં ભાજપનો લીડર છે.

5. મોહેના કોરિયોગ્રાફર તરીકે કામ કરી ચૂકી છે

'યે રિશ્તા કયા કહેલાતા હૈ' પહેલાં મોહેના 'દિલ દોસ્તી ડાન્સ' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ 3'ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. આ સાથે જ તેણે 'ઝલક દિખલા જા'ની સિઝન 5, 6, 7ને કોરિયોગ્રાફ પણ કરી હતી. 'ફિયર ફાઇલ 2' પછી મોહેનાએ 'યે રિશ્તા ક્યા કહેલતા હૈં'માં કામ કરવાનું શરૂ કર્યું હતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી