સો.મીડિયા / વ્હોટ્સ એપે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટિકર્સ રિલીઝ કર્યાં

WhatsApp releases stickers of  Taarak Mehta Ka Ooltah Chashmah

Divyabhaskar.com

Dec 01, 2019, 04:52 PM IST

મુંબઈઃ સોશિયલ મીડિયા આવ્યા બાદ લોકોની વચ્ચે વાતચીતનું સ્તર ઘણું જ સહજ તથા રસપ્રદ બની ગયું છે. હવે, મેસેજમાં શબ્દોને ટૂંકાણમાં લખવાના અને ઈમોજી તથા સ્ટિકર્સનો ઉપયોગ વધતો જાય છે. વ્હોટ્સ એપમાં સ્ટિકર્સનો ઓપ્શન આવ્યા બાદથી પીએમ નરેન્દ્ર મોદીથી લઈ બિગ સ્ટાર્સના સ્ટિકર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે, ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જાણીતા પાત્રોના સ્ટિકર્સ લોન્ચ કરવામાં આવશે.

કલાકારોના ફેવરિટ ડાયલોગ સાથે સિગ્નેચર માર્ક સાથે આ સ્ટિકર્સ રિલીઝ કરવામાં આવ્યા છે. જેઠાલાલના ‘નોનસેન્સ’થી લઈ બબિતાજીના ‘હાઈ’, સોઢીનું ‘બલ્લે બલ્લે’, બાવરીનો સંવાદ ‘ગલતી સે મિસ્ટેક હોઈ ગયા’, દયાભાભીનો ફેવરિટ ડાયલોગ ‘હે મા માતાજી’ જેવા સ્લોગન્સ સાથે આ સ્ટિકર્સ લોન્ચ કરવામાં આવ્યા છે.

શ્યામ પાઠકે પોપટલાલનો રોલ પ્લે કર્યો છે
મુનમુન દત્તાએ બબિતાજીનો રોલ પ્લે કર્યો છે

દિલીપ જોષીએ સિરિયલમાં જેઠાલાલનો રોલ નિભાવ્યો છે
સિરિયલમાં વૈજ્ઞાનિક બનતાં ઐય્યરનો રોલ તનુજ મહાશબ્દેએ પ્લે કર્યો છે
ભવ્ય ગાંધીએ ટપુનો રોલ છોડ્યો બાદ હવે રાજ અનડકટ આ રોલ નિભાવી રહ્યો છે

ગુરુચરણ સિંહ સિરિયલમાં સોઢીનો રોલ પ્લે કરે છે
માધવીભાભીનો રોલ સોનાલીકા જોષી નિભાવી રહી છે

કલાકારોએ આ વાત કહી
સોઢી બનતા ગુરુચરણ સિંહે કહ્યું હતું કે અત્યારે તે સેલિબ્રેશન કરવાનું મન થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વ્હોટ્સએપ સૌથી વધુ કમ્યુનિકેશન માટે વપરાય છે. વ્હોટ્સએપ પરના આ સ્ટિકર્સ ચાહકોને ઘણાં જ પસંદ આવશે. તો ઐય્યર બનતા તનુજ મહાશબ્દે કહ્યું હતું કે હવે તેઓ ચાહકોના ફોનમાં પણ ઉપ્લબ્ધ છે. તેમના માટે આ સફર ઘણી જ સારી રહી છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચાહકોનો ભરપૂર પ્રેમ મળ્યો. તેમને આશા છે કે હજી તેઓ દસ વર્ષ સુધી આમ જ લોકોનું મનોરંજન કરતાં રહેશે. માધવીભાભી એટલે કે સોનાલીકા જોષીએ કહ્યું હતું કે તે આ વાતથી ઘણી જ ઉત્સાહી છે. તેમણે 11 વર્ષ પહેલાં આ સિરિયલમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને ત્યારે તેમને ખ્યાલ નહોતો કે આ સિરિયલ આટલી લોકપ્રિય થશે. ટપુ બનતા રાજ અનડકટે કહ્યું હતું કે એકદમ કૂલ છે. ટપુ સેના હવે વ્હોટ્સ એપ પર પણ છે. તેમના મિત્રો તથા પરિવાર ‘તારક મહેતા..’ના સ્ટિકર્સ શૅર કરશે. તે આ વાતને લઈ એક્સાઈટેડ છે. તેને તમામ સ્ટિકર્સ પસંદ છે પરંતુ ટપુસેના બેસ્ટ છે.

વર્ષ 2008મા સિરિયલ શરૂ થઈ હતી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 28 જુલાઈ, 2008થી શરૂ થઈ છે. આ સિરિયલ 11 વર્ષથી ચાલી રહી છે અને સિરિયલના 2800 એપિસોડ્સ પૂરા થઈ ચૂક્યા છે. આ સિરિયલના દરેક પાત્રો જેવા કે જેઠાલાલ, દયાભાભી, બબિતાજી, ઐય્યર, બાપુજી, ટપુસેના ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે.

દયાભાભી એક એપિસોડ માટે આવે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી શોમાં જોવા મળતી નથી. દિશાએ મેટરનિટી લીવ લીધી હતી અને ત્યારબાદથી તે શોમાં પરત આવી નથી. આ વર્ષે નવરાત્રિમાં તેની એક ઝલક જોવા મળી હતી. હવે ફરી એકવાર દિશા માત્ર એક એપિસોડમાં વીડિયો કોલમાં જેઠાલાલ સાથે વાત કરતી જોવા મળશે.

X
WhatsApp releases stickers of  Taarak Mehta Ka Ooltah Chashmah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી