ઇન્ડિયન આઇડલ 11 / ઉદિત નારાયણે નેહા કક્ક્ડના વખાણ કર્યા, કહ્યું- આર્થિક રીતે લોકોની મદદ કરવી ઘણું મોટું કામ છે

Udit narayan praised Neha kakkad for her social deeds on Indian idol season 11

Divyabhaskar.com

Jan 11, 2020, 11:11 AM IST

ટેલિવિઝન ડેસ્ક: આ વીકેન્ડ ઇન્ડિયન આઇડલ સીઝન 11માં અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણ ગેસ્ટ બનીને આવવાના છે. આ દરમ્યાન ઉદિત નારાયણ અને નેહા કક્ક્ડ વચ્ચે રસપ્રદ ચર્ચા પણ થઇ જ્યારે તેમણે નેહાને તેમના દીકરા આદિત્યનું નામ લઈને ચીડવી.

શોના કન્ટેસ્ટન્ટ રોકસ્ટાર ઋષભ ચતુર્વેદીએ ‘પાપા કેહતે હૈ’ અને ‘ઉડ જા કાલે કાવા’ જેવા ગીત પરફોર્મ કર્યા હતા. ત્યારબાદ ઉદિત નારાયણે કહ્યું કે તેમને નેહાના સામાજિક કાર્યો વિશે સાંભળીને ઘણું સારું લાગ્યું. તેમણે એવું પણ કહ્યું કે જ્યારે પણ તેઓ નેહાને કોઈ અસહાય વ્યક્તિની મદદ કરતી જુએ છે ત્યારે તેમને લાગે છે કે આવું બધાએ કરવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમણે ઇન્ડિયન આઇડલની આ સીઝનમાં જોયું છે કે નેહાએ ઘણા બધા લોકોની આર્થિક મદદ કરી છે અને તેના પરથી ખબર પડે છે કે નેહાનું દિલ કેટલું મોટું છે.

આ બાબતે નેહાએ કહ્યું કે, ‘આ તો ઉદિત જીની મોટાઈ છે કે તેમણે મારા કામના વખાણ કર્યા પરંતુ પર્સનલી મને એવું લાગે છે કે જો હું કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિની મદદ કરું છું તો તેનાથી ન માત્ર તે વ્યક્તિને ખુશી મળે છે પરંતુ મને પણ સંતોષ થાય છે. હું હંમેશાં પ્રયત્ન કરું છું કે હું જરૂરિયાતમંદ લોકોની મદદ કરું પછી ભલે તે ગમે તે હોય.’

X
Udit narayan praised Neha kakkad for her social deeds on Indian idol season 11

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી