દુઃખદ / ટીવી સિરિયલ ‘દિલ તો હેપ્પી હૈં જી’ની એક્ટ્રેસ સેજલ શર્માએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી, પોલીસને સુસાઈડ નોટ મળી

TV serial Dil Toh Happy Hai Ji actress Sejal Sharma committed suicide

Divyabhaskar.com

Jan 25, 2020, 01:15 PM IST

મુંબઈઃ હજી તો ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરી તે વાત હજી ભૂલાઈ પણ નથી ત્યાં અન્ય એક ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ શુક્રવારે (24 જાન્યુઆરી) આત્મહત્યા કરી લેતા ટીવી ઈન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો હતો. સેજલે મુંબઈ સ્થિત ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી હતી અને તેણે આત્મહત્યા કરતાં પહેલાં સુસાઈડ નોટ પણ લખી હતી. સેજલના પાર્થિવ દેહને ભાયંદરની પંડિત ભીમસેન જોષી ગર્વર્મેન્ટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.

પોલીસે એક્સિડેન્ટલ ડેથ કેસ નોંધ્યો
પોલીસે એક્સિડેન્ટલ ડેથ કેસ નોંધ્યો છે. જ્યારે પ્રીતિએ આત્મહત્યા કરી ત્યારે તેની બે ફ્રેન્ડ્સ ફ્લેટ પર હાજર હતી, આમાંથી એક તેની રૂમ-મેટ હતી. પોલીસ આ બંનેની પૂરપરછ કરશે.

‘દિલ તો હેપ્પી હૈં જી’ ટીવી ડેબ્યૂ કર્યું
26 વર્ષીય સેજલે સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘દિલ તો હેપ્પી હૈં જી’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ સિરિયલ ગયા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી પરંતુ ઓગસ્ટમાં અચાનક જ આ સિરિયલ બંધ કરી દેવામાં આવી હતી. સિરિયલમાં સેજલે સિમ્મી ખોસલાનો રોલ પ્લે કર્યો હતો, જે લીડ એક્ટરની દત્તક બહેન હતી.

મુંબઈમાં ભાડેથી રહેતી હતી
સેજલ શર્મા મુંબઈમાં મીરા રોડ પર આવેલા રોયલ નેસ્ટ હાઉસિંગ સોસાયટીમાં બીજા માળે ભાડેથી રહેતી હતી.

સવારે પાંચ વાગે પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી
પોલીસે કહ્યું હતું કે સેજલ શર્માની બોડી સવારે પાંચ વાગે તેના રૂમમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. તેના રૂમમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર ના હોવાનું કહ્યું હતું.

ડિપ્રેશનમાં હતી
સેજલ શર્માના મિત્રોના મતે, સેજલ છેલ્લાં કેટલાંય સમયથી ડિપ્રેશનમાં હતી. તેને કામ મળતું નહોતું. પોલીસ લવ એન્ગલના દૃષ્ટિકોણથી પણ તપાસ કરી રહી છે. સેજલના કેટલાંક મિત્રોના મતે સેજલ કોઈના પ્રેમમાં હતી અને તેને કારણે તે ડિપ્રેશનમાં હતી.

2017માં મુંબઈ આવી
સેજલ મૂળ રાજસ્થાનના ઉદેપરુની છે. તે વર્ષ 2017માં મુંબઈમાં એક્ટિંગ કરિયર બનાવવા આવી હતી. સેજલે ‘દિલ તો હેપ્પી હૈં જી’ કર્યાં પહેલાં આમિર ખાન, ક્રિેકટર્સ રોહિત શર્મા તથા હાર્દિક પંડ્યા સાથે જાહેરાતોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત સેજલે વેબ સીરિઝ ‘આઝાદ પરિંદે’ કરી હતી.

X
TV serial Dil Toh Happy Hai Ji actress Sejal Sharma committed suicide

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી