• Home
  • Bollywood
  • TV
  • TV actress Sumona Chakravarti shares inspirational post about quitting smoking

સેલેબ લાઈફ / ‘ધ કપિલ શર્મા શો’ ફૅમ એક્ટ્રેસ સુમોનાએ ધૂમ્રપાન છોડ્યું તેને લઈ પ્રેરણાત્મક પોસ્ટ શૅર કરી

TV actress Sumona Chakravarti  shares inspirational post about quitting smoking
X
TV actress Sumona Chakravarti  shares inspirational post about quitting smoking

Divyabhaskar.com

Jul 24, 2019, 01:01 PM IST

મુંબઈઃ કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની ‘મંજુ’ના નામથી જાણીતી બનેલી સુમોના ચક્રવર્તી હાલમાં એક ખાસ કારણથી ચર્ચામાં આવી છે. સુમોનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તે હવે ધૂમ્રપાન કરતી નથી. બે વર્ષ પહેલાં તેના માટે આમ કરવું મુશ્કેલ હતું પરંતુ તે આમ કરવામાં સફળ રહી હતી. હાલમાં સુમોના ‘ધ કપિલ શર્મા શો’માં ભૂરીનો રોલ પ્લે કરી રહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

2 Years Ago! the week following a dear friend’s bday... I QUIT. Simply went cold turkey. No nicotine patch, no vape. Nothing. Haven’t touched since then. Was it difficult, hell yeah. But now my body rejects smoke. Cant stand in a room where ppl are smoking anymore. . “It is so hard to leave- Until you leave. And then it is the easiest goddamned thing in the world” - John Green . . Why am i sharing this? Because being an actor is a part of my life. People follow us. Like us. Love us. Criticise us. Admire us. Hopefully with this i can inspire a few. The most important reminder being we are all flawed human beings which is quite non existent on social media. So here’s a small dose of reality. #soonerthebetter #itsnevertoolate #allthatglittersisnotgold

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું

1. મુશ્કેલ સફર અંગે વાત કરી

સુમોનાએ સ્મોકિંગ છોડવું કેટલું મુશ્કેલ હતું, તે અંગે પોસ્ટ કરી છે. તેણે કહ્યું હતું કે તેણે બે વર્ષ પહેલાં એક ખાસ ફ્રેન્ડના જન્મદિવસ પર સ્મોક કરવાનું બંધ કરી દીધું હતું. તે થોડાં સમય પહેલાં તુર્કી ગઈ હતી પરંતુ તેણે હજી સુધી નિકોટીનનો ઉપયોગ કર્યો નથી. આ મુશ્કેલ હતું, પરંતુ હવે તેનું શરીર આને પૂરી રીતે રિજેક્ટ કરે છે. તે એ રૂમમાં પણ રહી શકતી નથી, જ્યાં લોકો સ્મોક કરતાં હોય.

2. આ કારણે પોસ્ટ શૅર કરી

સુમોનાએ આગળ કહ્યું હતું કે આમ કરવું ઘણું જ મુશ્કેલ હતું પરંતુ ત્યાં સુધી, જ્યાં સુધી તેણે સ્મોક કરવાનું બંધ ના કર્યું. ત્યારબાદ બધું જ સરળ હતું. તે આ બધું કેમ કહી રહી છે? કારણ કે તે એક એક્ટર છે અને તેને ઘણાં લોકો ફોલો કરે છે. તેને આશા છે કે આ રીતે તે અન્યને પ્રેરણા આપે છે. તેના તરફથી આ નાનકડો ડોઝ છે.

3. સિગરેટ પીતી તસવીરો વાયરલ થઈ હતી

બે વર્ષ પહેલાં સુમોનાની સિગેરટ પીતી તસવીરો ઘણી જ વાયરલ થઈ હતી. આ તસવીરમાં સુમોના ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર સિગરેટ પીતી જોવા મળી હતી.

4. બાળ કલાકાર તરીકે કામ કર્યું

1988માં લખનઉમાં જન્મેલી સુમોના ચક્રવર્તી જ્યારે ચોથા ધોરણમાં હતી ત્યારે તેના પિતાની ટ્રાન્સફર મુંબઈમાં થઈ ગઈ હતી અને તેણે બાકીનો અભ્યાસ મુંબઈમાં જ કર્યો હતો. તેણે બાળ કલાકાર તરીકે 1999માં આમિર ખાનની ફિલ્મ ‘મન’માં કામ કર્યું હતું. તે સમયે તેની ઉંમર 12 વર્ષની હતી. વર્ષ 2009માં તેણે ‘ધ ડેટિંગ ટ્રૂથ’ નાટકથી થિયેટરમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત સુમોનાએ ‘બડે અચ્છે લગતે હૈં’ સિરિયલમાં કામ કર્યું છે. ‘કિક’ તથા ‘બર્ફી’ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી