• Home
  • Bollywood
  • TV
  • tv actress Shweta Tiwari’s husband Abhinav Kohli arrested for domestic violence

રિપોર્ટ્સ / ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ બીજા પતિ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો

tv actress Shweta Tiwari’s husband Abhinav Kohli arrested for domestic violence
X
tv actress Shweta Tiwari’s husband Abhinav Kohli arrested for domestic violence

Divyabhaskar.com

Aug 12, 2019, 11:14 AM IST

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાના અંગત જીવનને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, શ્વેતા તિવારીએ પોતાના બીજા પતિ અભિનવ કોહલી પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ લગાવ્યો છે. શ્વેતાએ પતિ વિરુદ્ધ મુંબઈમાં કાંદિવલી (પૂર્વ)ના સમતા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં શ્વેતા માતા તથા દીકરી પલક સાથે આવી હતી.

ઘણાં સમયથી મતભેદો હતાં

1. અભિનવ ચાર કલાક સુધી પોલીસ સ્ટેશન રહ્યો

સૂત્રોના મતે, શ્વેતા તથા અભિનવ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી મતભેદો ચાલતા હતાં. બંનેના સંબંધોમાં સીરિયસ પ્રોબ્લેમ્બસ છે. જોકે, બંનેએ પબ્લિકલી ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નથી. હાલમાં જ અભિનવે પલક પર હાથ ઉપાડ્યો એટલે શ્વેતા પોલીસ સ્ટેશન આવી હતી. શ્વેતાએ પોલીસને કહ્યું હતું કે અભિનવ મોટાભાગે શરાબના નશામાં જ રહે છે. અભિનવ પોલીસ સ્ટેશન ચાર કલાક સુધી રહ્યો હતો.

2. શ્વેતાએ આ અંગે વાત ના કરી

શ્વેતાને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે આ મુદ્દે કોઈ પણ વાત ના કરવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોના મતે, અભિનવ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 A (સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ), 323 (જાણી જોઈને ઈજા પહોંચાડવી), 504 (જાણી જોઈને અપમાન કરવું), 506 (ધમકી આપવી) તથા 509 હેઠળ કેસ થયો છે.

3. વર્ષ 2013માં અભિનવ સાથે લગ્ન કર્યાં

શ્વેતાએ અભિનવ સાથે વર્ષ 2013માં લગ્ન કર્યાં હતાં અને વર્ષ 2016માં દીકરા રેયાંશને જન્મ આપ્યો હતો. અભિનવ પહેલાં શ્વેતાએ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી શ્વેતાને દીકરી પલક છે. રાજા ચૌધરી વિરુદ્ધ પણ શ્વેતાએ ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો હતો. વર્ષ 2007માં રાજા ચૌધરી તથા શ્વેતાના નવ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો.

4. પ્રેરણા તરીકે લોકપ્રિય

‘કસૌટી જિંદગી કી’માં શ્વેતા તિવારીએ પ્રેરણાનો રોલ કર્યો હતો. આ સિરિયલ ઘણી જ લોકપ્રિય થઈ હતી અને શ્વેતા ચાહકોમાં પ્રેરણાના નામથી ઘેર-ઘેર જાણીતી બની હતી. વર્ષ 2010માં શ્વેતા ‘બિગ બોસ 4’ની વિનર હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી