ફરિયાદ / શ્વેતા તિવારીના કમબેક શો ‘મેરે ડેડ કી દુલ્હન’ પર કોન્સેપ્ટ ચોરીનો આરોપ, એક્ટ્રેસ પ્રીતિ સપરુએ કેસ કર્યો

tv actress Shweta Tiwari’s comeback TV show Mere Dad ki Dulhan in trouble, Preeti Sapru files plagiarism case

Divyabhaskar.com

Nov 06, 2019, 06:58 PM IST

મુંબઈઃ ટીવી સ્ટાર શ્વેતા તિવારીના કમબેક શો ‘મેરી ડેડ કી દુલ્હન’ પર પંજાબી એક્ટ્રેસ પ્રીતિ સપરુએ નકલનો આરોપ લગાવ્યો છે. પ્રીતિના મતે, આ સિરિયલનો કોન્સેપ્ટ તેની આગામી ફિલ્મ ‘તેરી મેરી ગલ બન ગઈ’માંથી ચોરવામાં આવ્યો છે. તેણે આ અંગે શોના પ્રોડ્યૂસર્સ વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ દાખલ કરીને કેસ કર્યો છે. શ્વેતા તિવારી લાંબા સમય બાદ આ શોથી કમબેક કરી રહી છે.

પ્રીતિના વકીલ અભિજીત દેસાઈના મતે, ફિલ્મની સ્ક્રિપ્ટને વર્ષ 2017મા આઈએમપીપીએમાં (ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિયેશન) રજિસ્ટર્ડ કરાવવામાં આવી હતી. જ્યારે તેમણે સિરિયલના મેકર્સ સાથે આ અંગે વાત કરી તો તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો અને તેથી જ તેમણે કેસ કરવો પડ્યો. ફિલ્મ અંગે વાત કરતાં પ્રીતિએ કહ્યું હતું કે તેની ફિલ્મ 90 ટકા પૂરી થઈ ગઈ છે અને આવતા વર્ષે ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. સિરિયલની નિર્માત્રી દિયા સિંહે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શું કહ્યું દિયાએ?
દિયાએ કહ્યું હતું કે તેણે વર્ષ 2017મા ચેનલને શો અંગે વાત કરી હતી અને તેની પાસે પુરાવા તરીકે સંબંધિત ઈમેલ્સ છે. વધુમાં દિયાએ કહ્યું હતું કે વાર્તાનો આઈડિયા રજિસ્ટર કરવામાં આવ્યો નહોતો પરંતુ ચેનલને આ અંગે પહેલેથી જણાવી દેવામાં આવ્યું હતું. જોકે, આના પર પ્રીતિએ કહ્યું હતું કે આ વાત સાચી નથી. જો દિયાની પાસે આના પુરાવા હોય તો તેણે બતાવવા જોઈએ.

X
tv actress Shweta Tiwari’s comeback TV show Mere Dad ki Dulhan in trouble, Preeti Sapru files plagiarism case

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી