દુઃખદ / આત્મહત્યા કરનાર સેજલ શર્માએ આમિર ખાન સાથે કામ કર્યું હતું, મિત્રે કહ્યું, પિતાની બીમારીને લીધે ડિપ્રેશનમાં હતી

tv actress sejal sharma worked with aamir khan in vivo advertisement

Divyabhaskar.com

Jan 25, 2020, 01:20 PM IST

મુંબઈઃ ટીવી સિરિયલ ‘દિલ તો હેપ્પી હૈં જી’ની એક્ટ્રેસ સેજલ શર્માએ આત્મહત્યા કરી લેતા ટીવી સેલેબ્સને આઘાત લાગ્યો છે. હજી થોડા સમય પહેલાં જ ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરી હતી. સેજલ શર્માની આત્મહત્યાને લઈ તેના કો-સ્ટાર તથા નિકટના ફ્રેન્ડ નિર્ભય શુક્લાએ અંગ્રેજી વેબ પોર્ટલ સાથે વાતચીત કરી હતી.

શું કહ્યું નિર્ભયે?
સેજલના કો-સ્ટાર તથા મિત્ર નિર્ભય શુક્લાએ કહ્યું હતું, ‘સેજલ પોતાના પિતાની તબિયતને કારણે માનસિક રીતે અસ્વસ્થ હતી. તેણે 15 નવેમ્બરે સેજલને મેસજ કર્યો હતો. તે સમયે તેણે કહ્યું હતું કે પિતાની મેડિકલ ઈમરજન્સીને કારણે તે ઉદેપુર જાય છે. તેના પિતાને હાર્ટ અટેક આવ્યો હતો.’ વધુમાં નિર્ભયે કહ્યું હતું, ‘સેજલના પિતાની તબિયત છેલ્લાં કેટલાંય સમયથી ખરાબ રહેતી હતી. તેમને કેન્સર છે અને તેમાં હાર્ટ અટેક આવતા સેજલ માનસિક રીતે ભાંગી પડી હતી. તે સેજલના સંપર્કમાં હતો અને તેણે કહ્યું હતું કે તે ઠીક થઈ રહી છે પરંતુ કંઈ જ ઠીક ના થયું. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. સેજલ સાથે છેલ્લે જાન્યુઆરીમાં વાત કરી હતી. અમે બંને મળવાના હતાં. સેજલ પોતાની કો-સ્ટાર તથા મિત્ર આયેશા કદુસ્કરને પણ મળવાની હતી.’

આત્મહત્યા પહેલાં મિત્ર સાથે વાત કરી
માનવામાં આવે છે કે સેજલ શર્માએ આત્મહત્યા કરતાં પહેલાં ગુરુવારે (23 જાન્યુઆરી) રાત્રે મોડે સુધી મિત્ર સાથે વાત કરી હતી.

માતા-પિતાની મરજી વિરુદ્ધ મુંબઈ આવી
સેજલ વર્ષ 2017માં રાજસ્થાનથી મુંબઈ એક્ટિંગ કરિયર બનાવવા આવી હતી. જોકે, તેના પેરેન્ટ્સ તેના મુંબઈ આવવાની વિરુદ્ધમાં હતાં. સિરિયલમાં કામ કરતાં પહેલાં સેજલે કેટલીક જાહેરાતોમાં કામ કર્યું હતું.

આમિર ખાન સાથે કામ કર્યું હતું
સેજલે આમિર ખાન સાથે Vivo ફોનની જાહેરાતમાં કામ કર્યું હતું. સેજલ એક્ટર આમિરને મળી ઘણી જ ખુશ હતી. તેણે સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ પણ કર્યું હતું. આમિર ઉપરાંત ક્રિકેટર રોહિત શર્મા તથા હાર્દિક પંડ્યા સાથે પણ સેજલ જાહેરાતોમાં જોવા મળી હતી.

ડાન્સની શોખીન હતી
સેજલને ડાન્સનો ઘણો જ શોખ હતો અને બોલિવૂડ સોંગ્સની જબરજસ્ત ફૅન હતી. તેને 90ના દાયકાના ગીતો ઘણાં જ પસંદ હતાં. સેજલે બિઈંગ ઈન્ડિયનના વેબ શો ‘આઝાદ પરિંદે’માં કામ કર્યું હતું. આ શોમાં સેજલે સ્વીટીનો રોલ પ્લે કર્યો હતો.

X
tv actress sejal sharma worked with aamir khan in vivo advertisement

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી