તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્ટ્રેસને કારણે ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ આત્મહત્યા કરી, માતાનો દાવો- દીકરી ડિપ્રેશનમાં નહોતી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી સિરિયલ ‘દિલ તો હેપ્પી હૈં જી’ ફૅમ સેજલ શર્માએ મુંબઈ સ્થિત ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. સેજલ શર્માએ આત્મહત્યા પહેલાં સુસાઈડ નોટ લખી હતી અને કહ્યું હતું તે ડિપ્રેશનમાં છે. હવે, સેજલ શર્માની માતાએ દાવો કર્યો છે કે સેજલ ડિપ્રેશનમાં નહોતી. તેને કામ પણ મળ્યું હતું.

શું કહ્યું સેજલની માતાએ?
સેજલની માતાએ હિંદી ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સેજલને લીડ રોલ પણ મળ્યો હતો. તેમને ખ્યાલ નથી કે તેની સાથે એવું તો શું થયું કે તેણે આત્મહત્યા કરી લીધી. ‘દિલ તો હૈપ્પી હૈં જી’ની અન્ય એક્ટ્રેસ ડોનલ બિસ્ટે કહ્યું હતું કે સેજલે ઓડિશન પણ આપ્યું હતું અને તેમાં તે શોર્ટલિસ્ટ થઈ હતી. 

સેજલે સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?
સેજલે આત્મહત્યા કરતા પહેલાં સુસાઈડ નોટ લખી હતી અને તેમાં કહ્યું હતું કે તે આ મુશ્કેલ જીવનના પ્રેશરને વધુ સહન કરી શકે તેમ નથી. સેજલના એક્સિડેન્ટલ કેસની તપાસ કરતાં પોલીસે એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હેન્ડ રાઈટિંગ એક્સપર્ટના મતે, સેજલે કર્સીવ રાઈટિંગમાં લખ્યું હતું અને સુસાઈડ નોટ ઘણી જ ઉતાવળમાં લખી હતી. નોટ પરથી જાણવા મળ્યું કે તે આ સંઘર્ષમય જીવનથી થાકી ગઈ હતી. તેણે માતા-પિતાની માફી માગી હતી. તેણે પોતાની આત્મહત્યા માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી.
‘દિલ તો હૈપ્પી હૈં જી’ની કો-સ્ટાર જાસ્મિન ભસીને કહ્યું હતું કે સેજલના પેરેન્ટ્સની તબિયત ઠીક રહેતી નહોતી. તેની પર માતા-પિતાની જવાબદારી હતી. તે પૈસા કમાવવા ઈચ્છતી હતી. સેજલ ઘણી જ ટેલેન્ટેડ તથા મહત્ત્વકાંક્ષી યુવતી હતી. તે કામને લઈ ઘણી જ ગંભીર હતી. 

મિત્રોના મતે, સેજલ ડિપ્રેશનમાં હતી
સેજલના કેટલાંક મિત્રોના મતે, કામ ના મળવાને કારણે સેજલ ડિપ્રેશનમાં હતી. સેજલના કો-સ્ટાર તથા મિત્ર નિર્ભય શુક્લાએ કહ્યું હતું, ‘સેજલ પોતાના પિતાની તબિયતને કારણે માનસિક રીતે અસ્વસ્થ હતી. તેણે 15 નવેમ્બરે સેજલને મેસજ કર્યો હતો. તે સમયે તેણે કહ્યું હતું કે પિતાની મેડિકલ ઈમરજન્સીને કારણે તે ઉદેપુર જાય છે. તેના પિતાને હાર્ટ અટેક આવ્યો હતો.’ વધુમાં નિર્ભયે કહ્યું હતું, ‘સેજલના પિતાની તબિયત છેલ્લાં કેટલાંય સમયથી ખરાબ રહેતી હતી. તેમને કેન્સર છે અને તેમાં હાર્ટ અટેક આવતા સેજલ માનસિક રીતે ભાંગી પડી હતી. તે સેજલના સંપર્કમાં હતો અને તેણે કહ્યું હતું કે તે ઠીક થઈ રહી છે પરંતુ કંઈ જ ઠીક ના થયું. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. સેજલ સાથે છેલ્લે જાન્યુઆરીમાં વાત કરી હતી. અમે બંને મળવાના હતાં. સેજલ પોતાની કો-સ્ટાર તથા મિત્ર આયેશા કદુસ્કરને પણ મળવાની હતી.’

24 જાન્યુઆરીએ સવારે પાંચ વાગે આત્મહત્યા કરી
સેજલ શર્માએ શુક્રવારે (24 જાન્યુઆરી) સવારે ચાર-પાંચ વાગે તેના રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. સેજલે મુંબઈ સ્થિત ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી હતી. સેજલના અંતિમ સંસ્કાર ઉદેપુરમાં કરવામાં આવ્યાં હતાં. 26 વર્ષીય સેજલે સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘દિલ તો હેપ્પી હૈં જી’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ સિરિયલ ગયા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી પરંતુ ઓગસ્ટમાં અચાનક જ આ સિરિયલ બંધ કરી દેવામાં આવી હતી. સિરિયલમાં સેજલે સિમ્મી ખોસલાનો રોલ પ્લે કર્યો હતો, જે લીડ એક્ટરની દત્તક બહેન હતી. ઉલ્લેખનીય છે કે 2017માં માતા-પિતાની મરજીની વિરુદ્ધ જઈને સેજલ ઉદેપુરથી મુંબઈ આવી હતી. સેજલે ‘દિલ તો હેપ્પી હૈં જી’ કર્યાં પહેલાં આમિર ખાન, ક્રિેકટર્સ રોહિત શર્મા તથા હાર્દિક પંડ્યા સાથે જાહેરાતોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત સેજલે વેબ સીરિઝ ‘આઝાદ પરિંદે’ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો