તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બિગ બોસ 13’ના ઘરમાં ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ સૌથી મોંઘી સ્પર્ધક હોવાની ચર્ચા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવીનો કોન્ટ્રોવર્સિયલ શો ‘બિગ બોસ 13’  29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે શોમાં અનેક ટ્વીસ્ટ ને ટર્ન જોવા મળશે. આ શોમાં કોણ ભાગ લેશે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આટલું જ નહીં શોમાં ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈને સૌથી વધુ રકમ આપવામાં આવી હોવાની ચર્ચા છે. 

1.2 કરોડ આપ્યા હોવાની ચર્ચા
સૂત્રોના મતે, રશ્મિ દેસાઈ ‘બિગ બોસ’ના ઘરમાં સૌથી વધુ પૈસા મેળવતી સેલિબ્રિટી બનશે. ચર્ચા છે કે રશ્મિ દેસાઈ પ્રેમી અર્હાન ખાન સાથે ઘરમાં આવશે. રશ્મિને 1.2 કરોડ રૂપિયા આપવામાં આવશે. રશ્મિ દેસાઈ હાલમાં જ ‘બિગ બોસ’ના ઘરના પ્રોમો શૂટ દરમિયાન રેડ આઉટફિટમાં જોવા મળી હતી.

ઘરમાં આ કલાકારો જોવા મળે તેવી શક્યતા
સૂત્રોના મતે, ઘરમાં ‘સાથ નિભાના સાથિયા’ ફૅમ દેવોલિના ભટ્ટાચાર્જી તથા ‘બાલિકા વધૂ’ ફૅમ સિદ્ધાર્થ શુક્લા જોવા મળશે. એમ પણ માનવામાં આવે છે કે આઈટમ ગર્લ કોએના મિત્રા પણ ‘બિગ બોસ’ના ઘરમાં આવશે. 

હાલમાં જ શો લોન્ચ થયો
સોમવાર (23 સપ્ટેમ્બર)ના રોજ સલમાન ખાને ‘બિગ બોસ 13’ લોન્ચ કર્યું હતું. આ સમયે તેની સાથે અમીષા પટેલ, પૂજા બેનર્જી તથા અર્જુન બિજલાણી હતાં. સલમાન ખાને કહ્યું હતું કે આ વખતે પહેલાં ચાર અઠવાડિયા ધમાકેદાર રહેશે. આ વખતે શોમાં અનેક સરપ્રાઈઝ જોવા મળશે. 

અન્ય સમાચારો પણ છે...