સેલેબ લાઈફ / ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી દિલ્હી સ્થિત બોયફ્રેન્ડ સાથે આવતા વર્ષે લગ્ન કરશે

TV actress Kamya Punjabi will marry a Delhi-based boyfriend next year
X
TV actress Kamya Punjabi will marry a Delhi-based boyfriend next year

Divyabhaskar.com

Sep 12, 2019, 12:22 PM IST
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી બીજીવાર લગ્ન કરવાની છે. કામ્યા દિલ્હી સ્થિત પ્રોફેશનલ શલભ ડાંગ સાથે આવતા વર્ષે મુંબઈમાં લગ્ન કરવાની છે. શલભ ડાંગ હેલ્થકેર ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છે.

કામ્યાએ શું કહ્યું?

1. કેવી રીતે મુલાકાત થઈ?

કામ્યાએ હાલમાં જ અંગ્રેજી ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં શલભનો સંપર્ક કર્યો હતો. તેને કેટલીક હેલ્થને લગતી સમસ્યાઓ હતી અને તેની એક ફ્રેન્ડે તેને શલભનો સંપર્ક કરવાનું કહ્યું હતું. ત્યારબાદથી બંને એકબીજાના સંપર્કમાં રહ્યાં છે. એક-દોઢ મહિના બાદ શલભે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે, તેણે આ પ્રપોઝલ સ્વીકારતા પહેલાં સમય લીધો હતો.

2. શા માટે સમય લીધો?

કામ્યાએ આગળ કહ્યું હતું કે તેણે બીજીવાર લગ્ન કરવા હતાં અને તેના માટે આ ઘણી જ મોટી ડીલ હતી. તેના પહેલાં લગ્ન નિષ્ફળ રહ્યાં હતાં અને એકવાર દિલ તૂટ્યું હતું. આ જ કારણથી તે પ્રેમ તથા લગ્નથી દૂર ભાગતી હતી. તેણે તો જીવનમાં ક્યારેય લગ્ન ના કરવાનો નિર્ણય લીધો હતો.

3. શલભે લગ્નમાં વિશ્વાસ અપાવ્યો

કામ્યાએ કહ્યું હતું કે શલભને કારણે તે પ્રેમ તથા લગ્નમાં વિશ્વાસ કરવા લાગી હતી. હાલમાં તે 16 વર્ષની ટીન-એજ યુવતીની જેમ શલભના પ્રેમમાં પાગલ છે.

4. શલભના પણ બીજા લગ્ન

શલભના પણ આ બીજા લગ્ન છે. પહેલાં લગ્નથી તેને 10 વર્ષનો દીકરો ઈશાન છે તો કામ્યાને 9 વર્ષીય દીકરી આરા છે. કામ્યાએ કહ્યું હતું કે તેઓ ચારેય ઘણી જ ધમાલ-મસ્તી કરે છે અને તેમની વચ્ચે સારું બને છે. વધુમાં કામ્યાએ કહ્યું હતું કે તેઓ ચારેય આવતા મહિને દુબઈમાં વેકેશન મનાવવાનું વિચારી રહ્યાં છે. તેઓ દુબઈમાં આરા તથા ઈશાનનો બર્થડે સેલિબ્રેટ કરશે.

5. કામ્યાએ 2013મા ડિવોર્સ લીધા હતાં

કામ્યાએ પહેલાં લગ્ન બિઝનેસમેન બંટી નેગી સાથે કર્યાં હતાં. જોકે, વર્ષ 2013મા કામ્યાએ ડિવોર્સ લીધા હતાં. ત્યારબાદ કામ્યાનું નામ ટીવી એક્ટર કરણ પટેલ સાથે જોડાયું હતું. ચર્ચા હતી કે બંને લગ્ન કરવાના છે. જોકે, કરણના પેરેન્ટ્સને કામ્યા ડિવોર્સી હતી, તેની સામે વાંધો હતો. તેથી જ કરણે પેરેન્ટ્સની મરજીને માન આપીને કામ્યા સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. ત્યારબાદ તેણે ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કરી લીધા હતાં. કામ્યાનું નામ ‘બિગ બોસ 10’ના વિનર મનવીર ગુર્જર સાથે પણ જોડાયું હતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી