રિપોર્ટ / દયાભાભી વગર પણ TRP લિસ્ટમાં ચોથા નંબર પર 'તારક મહેતા', કપિલનો શો ટોપ 10માંથી બહાર

TRP list, yeh rishta kya kehlata hai become number one show

Divyabhaskar.com

Jul 12, 2019, 05:10 PM IST

મુંબઈઃ બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડિયા)એ 27માં અઠવાડિયાનું ટીઆરપી રેટિંગ જાહેર કર્યું છે. આ વખતે નવો શો 'સુપરસ્ટાર સિંગર સિંગિંગ કા કલ'એ ટોપ 5માં જગ્યા બનાવી છે તો બીજી બાજું 'ધ કપિલ શર્મા શો' ટીઆરપીની ટોપ 10ની યાદીમાંથી બહાર છે.

ટોપ 5 શો

  • 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં' સ્ટોરીલાઈનને કારણે દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યો છે. પાંચ વર્ષના લીપ બાદ આ શો ચાહકોને પસંદ આવી રહ્યો છે. શિવાંગી જોષી તથા મોહસિન ખાનનો આ શો ટીઆરપીના લિસ્ટમાં પહેલા નંબરે છે.
  • ગઈ વખતે ચોથા નંબર પર રહ્યાં બાદ આ વખતે 'કુંડલી ભાગ્ય' બીજા નંબરે આવી ગયું છે.
  • સૃતિ ઝા તથા શબ્બીર આહલુવાલિયાનો ટીવી શો 'કુમકુમ ભાગ્ય' ત્રીજા નંબરે છે. ગઈ વખતે આ શો નંબર બેના સ્થાને હતો.
  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ વખતે ચોથા નંબર પર આવી ગયો છે. થોડાં સમય પહેલાં આ શો ટોપ 10માં પણ નહોતો. દયાબેન એટલે કે દિશા વાકાણી ના હોવા છતાંય આ શો ચાહકોમાં એટલો જ લોકપ્રિય છે.
  • પાંચમા સ્થાને નવો ટીવી શો 'સુપરસ્ટાર સિંગર સિંગિંગ કા કલ' છે. આ શોમાં હિમેશ રેશમિયા, અલકા યાજ્ઞિક તથા જાવેદ અલી જજ છે.
  • સ્ટોરીલાઈનમાં ફેરફાર કર્યાં હોવા છતાંય પાર્થ સમથાન, એરિકા ફર્નાન્ડિસ તથા કરણ સિંહ ગ્રોવરની સિરિયલ 'કસૌટી જિંદગી કી 2' સાત નંબરે છે.
X
TRP list, yeh rishta kya kehlata hai become number one show
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી