• Home
  • Bollywood
  • TV
  • The 44 year old Ekta Kapoor is unmarried, thinking at one time that marriage at the age of 22

બર્થ ડે / 44 વર્ષીય એકતા કપૂર અપરિણીત છે, એક સમયે 22ની ઉંમરમાં લગ્ન કરી ઠરીઠામ થવાનું વિચારતી

The 44-year-old Ekta Kapoor is unmarried, thinking at one time that marriage at the age of 22
X
The 44-year-old Ekta Kapoor is unmarried, thinking at one time that marriage at the age of 22

Divyabhaskar.com

Jun 07, 2019, 01:04 PM IST

મુંબઈઃ બોલિવૂડ પ્રોડ્યૂસર એકતા કપૂર 44 વર્ષની થઈ છે. 7 જૂન, 1975માં મુંબઈમાં જન્મેલી એકતા 19 વર્ષની ઉંમરથી ટીવીમાં કામ કરી રહી છે. એકતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની સફળતાનું રહસ્ય ખાવું-પીવું, સૂવું તથા ટીવી સાથે લગ્ન કરવા એ છે. એકતાએ લગ્ન કર્યાં નથી. જોકે, એક સમય હતો જ્યારે એકતાએ 22 વર્ષની ઉંમરમાં ઘર વસાવવાનો વિચાર કર્યો હતો.

પિતાએ કહ્યું હતું, લગ્ન કરો અથવા કામ

એકતાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેના પિતા (વિતેલા સમયના સુપરસ્ટાર જીતેન્દ્ર)એ તેને લગ્ન અથવા કામ કરવાનું કહ્યું હતું. તેના પિતા તેને પોકેટ મની સિવાય કોઈ રૂપિયા નહીં આપે તેમ સ્પષ્ટ કહ્યું  હતું. આથી તે એડ એજન્સીમાં કામ કરવા લાગી હતી.

2. 22ની ઉંમરમાં લગ્ન કરવાનું વિચાર્યું હતું

વધુમાં એકતાએ કહ્યું હતું કે તે 22 વર્ષની ઉંમરે લગ્ન કરીને ઠરીઠામ થવાનું વિચારતી હતી. જોકે, એકતા માને છે કે જે વિચારીએ તે ભાગ્યે જ થાય છે. એકતા આ વર્ષે સરોગસીની મદદથી દીકરા રવિની માતા બની છે.

3. પાઈલટ્સ એપિસોડ બનાવવાની તક

એકતા 19 વર્ષની હતી ત્યારે તેના પિતાએ લંડન બેઝ ચેનલ ટીવી એશિયા માટે પાઈલટ્સ એપિસોડ બનાવવાની તક આપી હતી. એકતા કપૂરના મતે, 'ધ ફ્રેન્ચ પ્રિન્સ ઓફ બેલ એર' જેવા અમેરિકન ટીવી શો પ્રત્યેના પ્રેમને કારણે તેણે આ ઓફર સ્વીકારી કરી હતી. આ સિવાય તેને લાગ્યું હતું કે ચેનલ તરીકે તેની પાસે એક ખરીદદાર પણ તૈયાર છે. તેણે પોતાના કોન્સેપ્ટને આધારે પાંચથી છ પાઈલટ્સ એપિસોડ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સમય દરમિયાન ચેનલ (ટીવી એશિયા) વેચાઈ ગઈ હતી. આ ચેનલને ઝી ટીવીએ ખરીદી હતી. એકતાએ પાઈલટ્સ એપિસોડ વેચવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ આને ખરીદવા તૈયાર થયું નહીં. એકતાને 2 લાખનું નુકસાન થયું હતું.

4. 'હમ પાંચ' હિટ રહી

એકતાએ પછી 'હમ પાંચ' નામના શોના પાઈલટ એપિસોડ બનાવવાનો નિર્ણય કર્યો અને ઝી ટીવીને વેચ્યા હતાં. જ્યારે આ શો ઓન-એર થયો ત્યારે તે 19 વર્ષની હતી. આ શો હિટ થયો અને એકતા કપૂરે પ્રોડક્શનની દુનિયામાં પગ મૂક્યો. એકતાના તે સમયે કેટલાક શો હિટ રહ્યાં તો કેટલાક ફ્લોપ રહ્યાં હતાં.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી