વિવાદ / વાલ્મિકી સમુદાયના વિરોધ બાદ પંજાબમાં ‘રામ-સિયા કે લવ કુશ’ શોનું ટેલિકાસ્ટ બંધ થયું

Telecast of Ram Siya Ke Luv Kush Suspended After Valmiki Community Protest in Panjab

Divyabhaskar.com

Sep 08, 2019, 10:59 AM IST

ટેલિવિઝન ડેસ્ક: પંજાબના વાલ્મિકી સમુદાયે ટીવી સિરિયલ ‘રામ-સિયા કે લવ કુશ’ના ટેલિકાસ્ટ વિરુદ્ધ શનિવારના રોજ પ્રદર્શન કર્યું હતું. સમુદાયે શોના પ્રસારણને બંધ કરવાની માગ કરી અને રવિવારે બંધનું આહવાન કર્યું. વિરોધને જોઈને પંજાબમાં શોનું ટેલિકાસ્ટ અટકાવી દેવામાં આવ્યું.

પ્રદર્શન કરી રહેલ અજય રાજે કહ્યું કે, ‘આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે શોમાં ફેક્ટને તોડી-મરોડીને અને ઇતિહાસને જાણ્યા વગર દેખાડવામાં આવ્યું છે. આનાથી સમગ્ર વાલ્મિકી સમુદાયની લાગણીને ઠેસ પહોંચી છે. વિરોધ દરમ્યાન માત્ર બજાર બંધ રહેશે. અમે સ્કૂલો, હોસ્પિટલો અને એમ્બ્યુલન્સના રેગ્યુલર કામકાજમાં કોઈ અડચણ પેદા કરવા નથી ઇચ્છતા. અમે જિલ્લા પ્રશાસન પાસે ટીવી ચેનલ વિરુદ્ધ એક્શન લેવાની માગ કરી હતી પરંતુ કોઈ એક્શન ન લેવાયા માટે અમે શાંતિપૂર્ણ બંધનું આહવાન કરી રહ્યા છીએ.’

જિલ્લા મેજિસ્ટ્રેટ શિવદુલાર સિંહ ઢિલ્લને કહ્યું કે, ‘સમુદાયના નેતાઓએ આરોપ લગાવ્યો કે ટીવી સિરિયલ વાલ્મિકીજી વિશે ખોટી માહિતી દેખાડી રહી છે, જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.’

X
Telecast of Ram Siya Ke Luv Kush Suspended After Valmiki Community Protest in Panjab
Telecast of Ram Siya Ke Luv Kush Suspended After Valmiki Community Protest in Panjab
Telecast of Ram Siya Ke Luv Kush Suspended After Valmiki Community Protest in Panjab
Telecast of Ram Siya Ke Luv Kush Suspended After Valmiki Community Protest in Panjab

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી