ટીઆરપી / ‘તારક મહેતા’ ટોપ 5માં, કપિલ શર્માનો શો ટોપ 5માંથી બહાર

TRP report taarak mehta in Top 5, Kapil Sharma's Show Out of Top 5
X
TRP report taarak mehta in Top 5, Kapil Sharma's Show Out of Top 5

Divyabhaskar.com

Aug 29, 2019, 07:37 PM IST

મુંબઈઃ ટીવી ટીઆરપીની રેસમાં ‘ધ કપિલ શર્મા શો’ સતત પાછળ ચાલી રહ્યો છે. આ અઠવાડિયા (17-23 ઓગસ્ટ)ના રેટિંગ્સમાં કપિલનો શો ટોપ 5ની રેસમાંથી બહાર નીકળી ગયો છે. ગયા અઠવાડિયે કપિલનો શો પાંચમા સ્થાને હતો. ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ની ટીઆરપીમાં વધારો થયો છે તો છેલ્લાં ઘણાં સમયથી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ નંબર વન પર જ છે.

ટોપ ફાઈવનું લિસ્ટ

છેલ્લાં ઘણાં સમયથી નંબર વન પર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ છે. સિરિયલમાં કાર્તિક તથા વેદિકાના લગ્ન બાદ ટ્વિસ્ટ જોવા મળ્યો છે. હવે, કાર્તિક તથા નાયરા એકબીજાના કેવી રીતે થાય છે, તે જોવું રસપ્રદ છે.

સિરિયલ ‘કુંડળી ભાગ્ય’ લાંબા સમયથી ચાહકોને પસંદ આવી રહી છે. આ શો ગયા અઠવાડિયે પણ ટોપ 2 પર હતો.

‘યે રિશ્તે હૈં પ્યાર કે’ આ વખતે ત્રીજા નંબર પર છે. ગઈ વખતે ત્રીજા નંબર પર ‘કુમકુમ ભાગ્ય’ હતો.

આ વખતે ચોથા નંબર પર ‘કુમકુમ ભાગ્ય’ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ વખતે પાંચમા સ્થાને છે. ગયા અઠવાડિયે આ શો ટોપ 5માં સામેલ નહોતો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી