• Home
  • Bollywood
  • TV
  • 'Tarak Mehta' fame dr hathi aka kavi kumar azad's first death anniversary, taarak mehta star cast remembered him

શ્રદ્ધાંજલિ / ડોક્ટર હાથી બનતા કવિ કુમારના નિધનને એક વર્ષ, 'તારક મહેતા' ના કલાકારોએ ભીની આંખે યાદ કર્યાં

'Tarak Mehta' fame dr hathi aka kavi kumar azad's first death anniversary, taarak mehta star cast remembered him
X
'Tarak Mehta' fame dr hathi aka kavi kumar azad's first death anniversary, taarak mehta star cast remembered him

Divyabhaskar.com

Jul 09, 2019, 02:43 PM IST

મુંબઈઃ લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડોક્ટર હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર ટીવી એક્ટર કવિ કુમાર આઝાદનું એક વર્ષ પહેલાં એટલે કે 9 જુલાઈ, 2018ના રોજ નિધન થયું હતું. પહેલી પુણ્યતિથિ પર 'તારક મહેતા'ની ટીમે પોતાના આ કો-સ્ટારને યાદ કર્યાં હતાં.

કોણે શું કહ્યું?

1. જેઠાલાલની આંખો ભીની થઈ

સિરિયલમાં જેઠાલાલ બનતા દિલીપ જોષીએ કહ્યું હતું, 'કવિ કુમારને ગયે એક વર્ષ થઈ ગયું. જ્યારે પણ હું નિર્મલ સોની (નવા ડો. હાથી)ને જોઉં છું ત્યારે મને આઝાદભાઈ જ દેખાય છે. અમે આઝાદભાઈને ઘણાં જ યાદ કરીએ છીએ.' વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું, 'વર્ષ પહેલાં જ્યારે આ ઘટના બની ત્યારે હું લંડનમાં હતો પરંતુ જ્યારે મેં આ વિશે સાંભળ્યું ત્યારે મારા પગ ધ્રૂજી રહ્યાં હતાં અને મને આ વાત પર બિલકુલ વિશ્વાસ થતો નહોતો. મને અમિત ભટ્ટ (ચંપકચાચા) તથા શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ સમજાવ્યો અને ત્યારે મને આ વાત વિશ્વાસ થયો હતો. આ વાતને સ્વીકારવી મારા માટે શક્ય નહોતી. તેમની સાથે પસાર કરેલો સમય આજે પણ યાદ છે. હું હંમેશા તેમની મજાક ઉડાવતો હતો.' વાત કરતાં કરતાં દિલીપ જોષીની આંખો ભીની થઈ ગઈ હતી.

2. કોમલભાભીએ કહ્યું, ક્યારેય નહીં ભૂલીએ

શોમાં કોમલભાભીનો (ડો.હાથીની પત્ની) રોલ કરનાર અંબિકા રંજનકરે કહ્યું હતું, 'તેઓ હંમેશા અમારી યાદોમાં છે. ટીમે તેમની સાથે પસાર કરેલો સમય ક્યારે ભૂલી શકશે નહીં. મને આજે પણ યાદ છે કે સાત જુલાઈએ મારા જન્મદિવસ પર તેમણે વિશ કર્યું હતું અને તેમને છેલ્લીવાર મેં સેટ પર જોયા હતાં અને તેઓ ઘણાં જ ખુશ હતાં. બે દિવસ બાદ જ આ ઘટના બની હતી.'

3. ડિરેક્ટર માલવ રાજડાએ યાદ કર્યાં

'તારક મહેતા..'ના ડિરેક્ટર માલવ રાજડાએ કહ્યું હતું, 'એવો એક પણ દિવસ ગયો નથી, જ્યારે કવિભાઈને યાદ કરવામાં ના આવ્યા હોય. એક વર્ષ થઈ ગયું પરંતુ હું તેમના મેક-અપ રૂમમાં ગયો નથી. નિર્મલ સોનીને તેમના બદલે લેવામાં આવ્યો છે. જોકે, અંગત રીતે કહું તો કોઈ પણ વ્યક્તિને રિપ્લેસ કરવો અશક્ય છે. તેઓ જમવાના ઘણાં જ શોખીન હતાં. અમે ઘણીવાર સાથે ભોજન લેતા હતાં. મને આજે પણ એ દિવસ યાદ છે, જ્યારે અમે લંચમાં ચિકન મંગાવ્યું હતું. તેઓ અમારી પાસેથી ચિકનનો એક પીસ માગતા હતાં અને અમે કોઈ તેમની વાત સાંભળતું નથી, તેવો દેખાવ કરતાં હતાં. અંતે કંટાળીને તેમણે ગ્રેવી બાઉલમાં હાથ નાખી દીધો હતો અને અમે બધા હસી પડ્યાં હતાં.'

4. ગોગીએ કહ્યું, ઘણાં જ ક્યૂટ હતાં

શોમાં ગોગીનો રોલ પ્લે કરનાર સમય શાહે કહ્યું હતું, 'આઝાદ અંકલને ક્યારેય ભૂલી શકીશું નહીં. સેટ પર તેમની કમી આજે પણ વર્તાય છે. મને યાદ છે કે તેમના નિધનના એક દિવસ પહેલાં અમે સાથે સેન્ડવિચ ખાધી હતી. તેઓ ઘણાં જ શાનદાર વ્યક્તિ હતાં. જ્યારે પણ સેટ પર કોઈને પણ ભૂખ લાગે તો તે તેમની પાસે જ જતું હતું. જ્યારે પણ અમે તેમની સાથે સીન કરીએ તો એ જ વાત કરતાં કે તેઓ કેટલાં ક્યૂટ છે.'

5. સોઢીએ કહ્યું, આજે પણ વ્હોટ્સએપ ડીપીમાં આઝાદભાઈની તસવીર

શોમાં સોઢીનો રોલ કરનાર ગુરૂચરણ સિંહે કહ્યું હતું, 'આજે પણ મારા વ્હોટ્સએપ ડીપીમાં આઝાદભાઈ સાથેની તસવીર છે. અમારી વચ્ચે ખાસ બોન્ડિંગ હતું. અમારો જન્મદિવસ પણ એક જ દિવસે એટલે 12મેએ આવતો હતો. સેટ પર હું તેમને માટે પરોઠા લઈને આવતો હતો. હંમેશા કહેતો, 'લાલે દી જાન, આજા પરાઠે આ ગયે.' તેમના ગયા બાદ તેમના પ્રત્યેનો પ્રેમ તથા સન્માન પહેલાં કરતાં વધી ગયું છે.'

6. મિસિસ સોઢીએ કહ્યું, ક્યારેય નહીં ભૂલું

મિસિસ સોઢી બનતી જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું હતું, 'એક વર્ષ બાદ પણ તમારી સાથે પસાર કરેલો સમય આજે પણ યાદ છે. મને શંકા છે કે આ વિશ્વમાં તમારા સિવાય કોઈને પણ હું વધારે પસંદ કરી શકીશ કે કેમ? તેમનામાં ગજબની સેન્સ ઓફ હ્યુમર હતી. તેઓ ઘણાં જ સારા વ્યક્તિ હતાં. હું ઘણીવાર તેમનું ટિફિન લઈ લેતી હતી. તેઓ મારા માટે અથાણું લઈને આવતા. તેઓ મારા દાળ-ભાત ખાતા. તેઓ મારા માટે ખાસ સિંધી પરાઠા લઈને આવતાં. તેમને ક્યારેય ભૂલી શકીશ નહીં'

7. હાર્ટ એટેકને કારણે નિધન

ઉલ્લેખનીય છે કે કવિ કુમાર આઝાદનું 9 જુલાઈ, 2018ના રોજ તેમના મુંબઈ સ્થિત ઘરે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તેમના પરિવારમાં તેમના માતા-પિતા તથા ભાઈ-ભાભી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી