• Home
  • Bollywood
  • TV
  • tara from Satara Star cast met with Amitabh Bachchan on KBC 11 Roshni said Dream fulfilled

કેબીસી 11 / સેટ પર અભિતાભ બચ્ચનને ‘તારા ફ્રોમ સતારા’ની સ્ટારકાસ્ટ મળી, રોશનીએ કહ્યું- સપનું પૂરું થયું

tara from Satara Star cast met with Amitabh Bachchan on KBC 11 Roshni said Dream fulfilled

Divyabhaskar.com

Nov 04, 2019, 10:48 AM IST

ટેલિવિઝન ડેસ્ક: અમિતાભ બચ્ચનનું વ્યક્તિત્ત્વ જ એવું છે કે જે કોઈપણને પ્રેરિત કરે છે. દરેક કલાકારનું સપનું હોય છે કે તે પોતાની જિંદગીમાં ઓછામાં ઓછું એકવાર તેમની સાથે કામ કરે. આવી જ રીતે ‘તારા ફ્રોમ સતારા’ના એક્ટર્સને શોની સિક્વન્સ માટે સ્ક્રીન પર બિગ બી સાથે આવવાનો મોકો મળ્યો. રોશની વાલિયા એટલે કે તારા માને અને શાજિલ ખાન એટલે કે અમુક બેદાને ઘણા ખુશ હતાં.

આ ખાસ સિક્વન્સમાં અમુક જણાવે છે કે, તારા વિચારે છે કે તેનામાં ટેલેન્ટ નથી ત્યારે અમિતાભ તારાને હિંમત આપે છે. આ મુલાકાત સંયોગથી થાય છે જ્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે તારા કેબીસીના સેટ પર પહોંચે છે.

અમિતાભ સર સાથે કામ કરીને એકદમ ખુશ દેખાતી રોશનીએ કહ્યું કે, ‘સર લેજન્ડરી એક્ટર છે અને તેમની એનર્જીથી મને હિંમત મળે છે. તેમને કેબીસીનું શૂટિંગ કરતા જોવાનો ચાન્સ મળ્યો. શોટ એક જ વારમાં શૂટ કરી લેવામાં આવ્યો આ જોઈને અચરજ પામી. અમે એક જ શહેર અલ્હાબાદના છીએ આ વિચારીને ઘણું સારું લાગે છે.’

રોશનીએ જણાવ્યું કે, ‘એમની પર્સોનાલિટી અટ્રેક્ટિવ લાગે છે અને હું ચેનલની આભારી છું કે મને બિગ બી સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો આપ્યો. જ્યારે અમે તેમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું કે તે અમારો શો જુએ છે અને અમારી એક્ટિંગ તેમને સારી લાગે છે. આ એવું કોમ્પ્લિમેન્ટ હતું જે મને જીવનભર યાદ રહેશે.’

X
tara from Satara Star cast met with Amitabh Bachchan on KBC 11 Roshni said Dream fulfilled
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી