તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પ્રિયા આહુજા પરત ફરી, રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ પ્રિયા આહુજા સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરતી હતી. પ્રિયા છેલ્લાં કેટલાંક મહિનાઓથી મેટરનિટી લીવ પર હતી. પ્રિયાએ નવેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો હતો. હવે, પ્રિયાએ સિરિયલમાં કમબેક કર્યું છે. 

પતિ માલવ રાજડાએ વીડિયો શૅર કર્યો
સિરિયલના ડિરેક્ટર તથા પ્રિયા આહુજાના પતિ માલવ રાજડાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રિયા ‘રીટા રિપોર્ટર’ તરીકે કમબેક કરી રહી છે. વીડિયોમાં પ્રિયા આહુજા રિપોર્ટર તરીકે જોવા મળે છે. વીડિયો શૅર કરીને માલવે કહ્યું હતું, રીટા મેટરનિટી બ્રેક પરથી પરત ફરી છે. તે મારા ઓર્ડર ફોલો કરે ત્યારે બહુ જ સારું લાગે છે. 

સિરિયલમાં શું બતાવવવામાં આવશે?
સિરિયલના અપકમિંગ એપિસોડમાં બતાવવામાં આવશે કે કલાકારો ઓડિયન્સને કોરોનાવાઈરસને લઈ સજાગ કરશે. રીટા રિપોર્ટર ગોકુલધામ સોસાયટીમાં જઈને ત્યાંના સ્થાનિકોને કોરોનાવાઈરસને લઈ કેવા પગલાં લેવામાં આવે છે, તેને લઈ રિપોર્ટિંગ કરતી જોવા મળશે. 

પ્રિયાએ 2011માં લગ્ન કર્યાં હતાં
પ્રિયા તથા માલવ ‘તારક મહેતા..’ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. વર્ષ 2011માં બંનેએ લગ્ન કર્યાં હતાં. પ્રિયા શોમાં અવાર-નવાર જોવા મળતી હોય છે. ચાહકોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ઘણું જ લોકપ્રિય છે. 

દિશા વાકાણી હજી પરત ફરી નથી
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી એટલે કે દયાભાભીએ વર્ષ 2017માં ઓક્ટોબરમાં મેટરનિટી બ્રેક લીધો હતો. તેણે નવેમ્બરમાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. જોકે, હજી સુધી દિશા વાકાણી શોમાં પરત ફરી નથી. 

અન્ય સમાચારો પણ છે...