• Home
  • Bollywood
  • TV
  • Taarak Mehta Ka Ooltah Chashmah new Sonu Palak said, People have the right to compare me with Nidhi

ઈન્ટરવ્યૂ / ‘તારક મહેતા’માં સોનુનું પાત્ર ભજવતી પલકે કહ્યું, લોકોને મારી તુલના નિધિ સાથે કરવાનો હક છે

Taarak Mehta Ka Ooltah Chashmah new Sonu Palak said, People have the right to compare me with Nidhi
X
Taarak Mehta Ka Ooltah Chashmah new Sonu Palak said, People have the right to compare me with Nidhi

Divyabhaskar.com

Aug 29, 2019, 04:29 PM IST
કિરણ જૈન, મુંબઈઃ લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમય બાદ આત્મારામ ભીડે (મદાર ચંદાવકર)ની દીકરી સોનુ જોવા મળી છે. આ પહેલાં આ રોલ નિધિ ભાનુશાલી ભજવતી હતી પરંતુ અભ્યાસને કારણે તેણે આ શો છોડી દીધો હતો. હવે નિધિને સ્થાને પલક સિધવાણી ‘સોનુ’ના રોલમાં જોવા મળશે. હાલમાં જ divyabhaskar.com સાથેની વાતચીતમાં પલકે આ શો અંગે વાત કરી હતી.

શું કહ્યું પલકે?

1. ક્યારેય નહોતું વિચાર્યું કે કરિયરની શરૂઆતમાં આટલી મોટી વસ્તુ મળશે

પલકે કહ્યું હતું, ‘મને હજી પણ લાગે છે કે હું સપનું જોઈ રહી છું. મને વિશ્વાસ નથી થતો કે હું ‘તારક મહેતા’માં સોનુનો રોલ પ્લે કરી રહી છું. આ મારા કરિયરની સૌથી મોટી વાત છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે કરિયરના શરૂઆતના દિવસમાં આટલી મોટી વસ્તુ મળશે. ત્રણ વર્ષ પહેલાં મેં એક્ટિંગની શરૂઆત કરી હતી. તે સમયે હું નાના-મોટા મોડલિંગ અસાઈનમેન્ટ કરતી હતી. અભ્યાસની સાથે જ આ પ્રોજેક્ટ્સ કરતી અને વેબ સીરિઝ તથા સિરિયલ્સ માટે ઓડિશન આપતી હતી. દરેક એક્ટરની જેમ મારી ઈચ્છા પણ હતી કે કોઈ લોકપ્રિય શો સાથે મારું નામ જોડાય. કોલેજ પૂરી થયાના ચાર મહિના બાદ જ મારી ઈચ્છા પૂરી થઈ.’

2. બે મહિના સુધી પ્રોસેસ ચાલી

પલકે વધુમાં કહ્યું હતું, ‘આ ચાર મહિનામાં મેં અંદાજે 30-40 ઓડિશન આપ્યાં હતાં. આ સમય દમરિયાન મને અસિતસરની ટીમમાંથી ફોન આવ્યો હતો અને ત્યારે મને ઘણી જ આશા હતી. આ શો માટે મેં ઓડિશન આપ્યું હતું. ત્યારબાદ લુક ટેસ્ટ, મોક શૂટ, પર્સનલ મીટિંગ સહિતની પ્રોસેસમાં 2 મહિનાનો સમય થયો હતો. અંતે, મને આ શો મળી ગયો હતો. આ સમય દરમિયાન રોજ એ જ વાતનો ડર લાગતો હતો કે કોઈ અન્ય આ પાત્ર ભજવે નહીં. શો પહેલાં ઓડિશનમાં મેં ઘણી જ મસ્તી કરી હતી. તે દિવસે હું પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરતી હતી. જેમ જેમ પ્રોસેર આગળ વધી તેમ તેમ હું વધુ પોઝિટિવ રહેવા લાગી હતી. દરેક પ્રોસેસમાં મેં 100 ટકા આપ્યું હતું.’

3. આશા છે કે પેરેન્ટ્સની આશાઓ પર ખરી ઉતરું

પલકે કહ્યું હતું, ‘મારા પેરેન્ટ્સ આ શોના ઘણાં જ મોટા ફૅન છે. આ શો જ્યારથી શરૂ થયો ત્યારથી તેમણે એક પણ એપિસોડ મિસ કર્યો નથી. તેમના માટે તેમની દીકરીને આ શો મળ્યો તે બહુ મોટી વાત છે. તેમને ઘણું જ પ્રાઉડ ફીલ થાય છે. હું પણ આ શો જોઉં છું. જ્યારે પણ સમય મળતો ત્યારે આ શો જોતી હતી. આ જે આ શોનો હિસ્સો બનીને ઘણી જ ખુશ છું. આશા છે કે હું મારા પેરેન્ટ્સની આશા પર ખરી ઉતરીશ.’

4. નિધિ સાથે તુલના કરવાનો લોકોને હક

પલકે આગળ કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે લોકો મને આ પહેલાંની સોનુ એટલે કે નિધિ સાથે કમ્પેર કરશે. હું તમામ પ્રકારની તુલના માટે તૈયાર છું. મને લાગે છે કે લોકોને ક્યાંકને ક્યાંક આ હક છે કે મને નિધિ સાથે કમ્પેર કરે. કારણ કે તેણે આ શોને ઘણો જ સમય આપ્યો છે. લોકોને મારા તરફથી આશા છે. આ બધામાં હું એટલું જ કરી શકું હું મારું બેસ્ટ આપું. મારું પાત્ર ઈમાનદારીથી પ્લે કરું. મારા હાથમાં માત્ર સારું પર્ફોમ કરવાનું છે. નિધિ જે રીતે પાત્ર ભજવી હતી, તે રીતે હું ભજવીશ નહીં. જોકે, મેં સોનુનું પાત્ર જોયું છે અને તેને સારી રીતે પ્લે કરવાનો પ્રયાસ કરીશ. નિધિને અંગત રીતે ક્યારેય મળી નથી.’

5. પલક છેલ્લાં ચાર વર્ષથી મુંબઈમાં

મધ્ય પ્રદેશમાં રહેતી પલક છેલ્લાં ચાર વર્ષથી મુંબઈમાં છે. તેણે જય હિંદ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેનો મોટો ભાઈ હર્ષ સિધવાણી છેલ્લાં આઠ વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં છે. પલકના મોટાભાગના ફ્રેન્ડ્સ મરાઠી છે, જેને કારણે તે ‘તારક મહેતા’માં મહારાષ્ટ્રિય પાત્ર સરળતાથી પ્લે કરી શકશે. પલકના પિતાનો ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ છે, મમ્મી હાઉસવાઈફ છે.

6. આ પહેલાં પલકે આ કામ કર્યું

પલકે આ પહેલાં ‘હોસ્ટેજ’ વેબ સીરિઝમાં કામ કર્યું હતું. આ સીરિઝમાં તેણે મેનકાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તેણે શોર્ટ ફિલ્મ ‘ધ બાર’માં કામ કર્યું હતું. વેબ સીરિઝ તથા શોર્ટ ફિલ્મ ઉપરાંત તેણે અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી