દર્દ / સુમોના ચક્રવર્તીએ કહ્યું, હું લોકો પાસે કામ માગી રહી છું, ઘણાં લોકો તો ભૂલી પણ ગયા કે હું ઈન્ડસ્ટ્રીમાં છું

sumona chakravarti said, Many might have forgotten I exist’
X
sumona chakravarti said, Many might have forgotten I exist’

Divyabhaskar.com

Jan 03, 2020, 04:49 PM IST
મુંબઈઃ ‘ધ કપિલ શર્મા શો’માં ભૂરીનો રોલ પ્લે કરનાર સુમોના ચક્રવર્તીએ કહ્યું હતું કે તેને એક્ટિંગમાં જેવું કામ કરવું છે, તેવું કામ તેને મળતું નથી. ‘ધ કપિલ શર્મા શો’ સિવાય તેની પાસે પૂરતું કામ નથી. સુમોનાએ સ્વીકાર્યું હતું કે આજકાલ તે પોતાના પીઆર સ્કિલ્સ પર કામ કરી રહી છે અને લોકો પાસે કામ માગી રહી છે.

શું કહ્યું સુમોનાએ?

1. લોકો મારી હાજરીને ભૂલી ગયા છે

સુમોનાએ કહ્યું હતું, હું લોકોમાં બહુ હળતી-મળતી નથી અને પાર્ટીઓમાં પણ જતી નથી. શૂટિંગ પૂરું થયા બાદ હું ઘરે આવી જાઉં છું અથવા તો મિત્રો સાથે સમય પસાર કરું છું. અનેક લોકો એ વાત પણ ભૂલી ગયા છે કે હું ઈન્ડસ્ટ્રીમાં છું. જોકે, હવે મને લાગે છે કે એક્ટ્રેસ તરીકે મારે કરિયરને વેગ આપવો હશે તો મારે એ લોકોને એ યાદ અપાવવું પડશે કે હું આ જ ઈન્ડસ્ટ્રીમાં છે. 

2. મારે વિશે લોકોને ગેર માન્યતા છે

31 વર્ષીય સુમોનાએ કહ્યું હતું કે તેને લઈને ઘણાં લોકો ખોટું વિચારે છે, જેને લઈ તે ચિંતિંત છે. સુમોનાએ કહ્યું હતું, લોકોને લાગે છે કે હું બહુ અભિમાની છું અને વધુ પૈસા માગું છું પરંતુ આ વાત સાચી નથી. હું તમામને એ વાત કહેવા માગીશ કે એક્ટ્રેસ હોવાને કારણે હું એ જ માગું છું, જેની હું હકદાર છું. સારા પ્રોજેક્ટ્સ હોય તો ફી ઓછી પણ કરું છું. મારી પીઆર સ્કિલ્સ તે લેવલની નથી. આ વાત મને બહુ મોડેથી સમજાઈ છે. હવે હું સારી રીતે અપ્રોચ કરવાનો પ્રયાસ કરી રહી છું. લોકોને મળું છું અને ત્યાં સુધી કે તેમને ફોન તથા મેસેજ કરીને કામ માગી રહી છું. 

3. કામ માગવામાં શરમ નથી

સુમોનાએ કહ્યું હતું, કામ માગવામાં મને કોઈ શરમ નથી. તે અત્યાર સુધી એમ માનતી હતી કે પોતાના કામ ના દમ પર પોતાની જાતને સાબિત કરો. જોકે, હકીકતમાં આવું બિલકુલ નથી. માત્ર મહેનત કરવાથી બધું મળતું નથી. 

4. કેવા પ્રકારના રોલ કરવા છે?

જ્યારે સુમોનાને પૂછવામાં આવ્યું કે તે કેવા પ્રકારના પાત્રો પ્લે કરવા ઈચ્છે છે તો તેણે જવાબ આપ્યો હતો, એક્ટર-એક્ટ્રેસવાળા દિવસો ગયા, હવે મોટા ભાગે વાર્તા તથા કલાકારો પર ફોકસ કરવામાં આવે છે. જો મને કોઈ લીડ રોલ મળે છે તો હું કરીશ પણ જો પ્લોટના હિસાબે મને સારું કેરેક્ટર મળે તો તે કરવામાં પણ મને વાંધો નથી. મારે સાઈકો, પોલીસ કે ઈન્ટેલિજન્સ ઓફિસરના રોલ પ્લે કરવા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી