• Home
  • Bollywood
  • TV
  • sufiana pyar mera fame vijayendra kumeria quit his airlines job for acting

સેલેબ લાઈફ / માતાની મરજી વિરુદ્ધ વિજયેન્દ્ર કુમેરીયા એક્ટિંગમાં આવ્યો, કહ્યું- પરમેનન્ટ જોબ છોડવાનો પસ્તાવો નથી

sufiana pyar mera fame vijayendra kumeria quit his airlines job for acting

Divyabhaskar.com

Oct 07, 2019, 04:40 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ડેલી શો ‘સૂફિયાના પ્યાર મેરા’ના વિજયેન્દ્ર કુમેરીયાનો જન્મ અમદાવાદમાં થયો છે. 13 વર્ષ પહેલાં એક એરલાઇન કેબીન ક્રૂ તરીકે કામ કરવા તે 2006માં મુંબઈ આવ્યો હતો. તેણે અમુક વર્ષો સુધી ક્રૂ મેમ્બર તરીકે નોકરી કરી અને પછી એક્ટિંગમાં કરિયર બનાવવા માટે પોતાની નોકરી છોડી દીધી.

માતા ઇચ્છતી ન હતી કે એક્ટિંગ કરું
‘દિવ્ય ભાસ્કર’ એપ સાથેની વાતચીત દરમ્યાન તેણે જણાવ્યું કે, ‘મેં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને સેક્ટરમાં કેબીન ક્રૂ મેમ્બર તરીકે કામ કર્યું છે. મેં બે વર્ષ કતારમાં કામ કર્યું જેમાં મારી સેલરી પણ સારી એવી હતી અને મારી જોબ પણ સિક્યોર હતી. જોકે એક્ટિંગ મારું પેશન હતું અને હું ફિલ્ડમાં મારું લક અજમાવવા ઈચ્છતો હતો. મારી માતા મારા આ નિર્ણયથી ખુશ ન હતી પરંતુ મેં મારી જાતને દોઢ વર્ષનો લક્ષ્ય આપીને આશ્વસ્ત કર્યો. જો કઈ કામ નહીં થાય તો હું એક્ટિંગ છોડી દઈશ. પરંતુ નસીબમાં કંઈક અલગ જ લખ્યું હતું.’

આવી રીતે જર્ની આગળ વધી
‘મેં શરૂઆત નાના રોલથી કરી અને ધીરે ધીરે મને લીડ રોલ મળવા લાગ્યા. ઉડાન અને શાસ્ત્રી સિસ્ટર્સ જેવા શો કરવાનો ચાન્સ મળ્યો જેમાં લોકોને મારું કામ ગમ્યું. ઉડાન મારા માટે લાઈફ ચેંજિંગ મોમેન્ટ સાબિત થઇ. જેમાં મને ઘણા અલગ-અલગ લેયર્સ વાળા રોલ પ્લે કરવાના ચાન્સ મળ્યા. હું મારા નિર્ણયથી ઘણો ખુશ અને સંતુષ્ટ છું. મને મારી સ્થાયી નોકરી છોડવાનો કોઈ અફસોસ નથી.’ ઉલ્લેખનીય છે કે વિજયે ‘પ્યાર કા દર્દ હૈં મીઠા મીઠા પ્યારા પ્યારા’, ‘હાઉસવાઈફ હૈં સબ જાનતી હૈં’, ‘તુમ્હારી પાખી’ જેવી સિરિયલમાં નાના રોલ કર્યાં હતાં. ત્યારબાદ તેને ‘શાસ્ત્રી સિસ્ટર્સ’ સિરિયલમાં લીડ રોલ મળ્યો હતો. વિજયને ખરી ઓળખ ‘ઉડાન’ સિરિયલમાં રાઘવની ભૂમિકાથી મળી હતી.

X
sufiana pyar mera fame vijayendra kumeria quit his airlines job for acting
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી