જાહેરાત / આદિત્ય નારાયણે ટીવીમાંથી છ મહિનાનો બ્રેક લીધો, મ્યૂઝિક કરિયર પર ફોકસ કરશે

singer and actor Aditya Narayan announces six-month sabbatical from TV

Divyabhaskar.com

Mar 10, 2020, 03:56 PM IST

મુંબઈઃ આદિત્ય નારાયણે ટીવી શોમાંથી છ મહિનાનો બ્રેક લેવાની જાહેરાત કરી છે. તે હવે મ્યૂઝિક કરિયર પર ફોકસ કરવા માગે છે. સિંગર, ટેલિવિઝન હોસ્ટ તથા એક્ટર આદિત્યે હાલમાં જ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડોલ 11’ને હોસ્ટ કર્યો હતો.

આદિત્યે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. આદિત્યે પોતાના 9 શોના નામ લખ્યા હતાં અને કહ્યું હતું કે આમાં કામ કરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો હતો. તેણે 350થી વધુ એપિસોડ્સમાં કામ કર્યું છે એટલે કે તેણે 3500 કલાક આ શોને આપ્યા છે. હવે તે સિંગિંગ કરિયર પર ફોકસ કરવા ઈચ્છે છે. જીમમાં વર્ક આઉટ, મિટિંગ્સ તથા રિહર્સલમાં સમય આપશે.

1. SaReGaMaPa Lil’ Champs 2. Entertainment Ki Raat 3. SaReGaMaPa 4. Fear Factor: Khatron Ke Khiladi 5. Rising Star 6. Kitchen Champion 7. Khatra Khatra Khatra 8. Liv Shout Out 9. Indian Idol 2019 The last 3 years of my life have been extremely humbling. The only person to have hosted 3 music reality shows back to back across 3 different channels. Worked on 3 TV shows on air on the same channel simultaneously. 3 out of 8 shows were the number one show across all channels during their run. More than 350 episodes of content. That’s roughly 3500 hours. If you sleep for 8 hours a day and watch me for the remaining 16, you can watch me non stop for more than 6 months. More than 100 live shows all over India & the world with my band, The A Team. Started touring with AR Rahman sir & sang for a few upcoming Hindi films. Released my first independent single & music video, ‘Lillah’ which has over 10 million views on YouTube so far. Add to that doing my riyaaz & working out almost everyday, rehearsals, meetings etc. My life’s purpose has always been to make music. As much as I love TV, working on so many TV shows has not allowed me time to work on the level of & amount of music that I would want to. Hence, I am taking a sabbatical from Indian Television for 6 months to work on my debut album & music videos. My next 3 TV shows already signed so it’s not a permanent departure. What’s in the pipeline for 2020 / 2021 Adi? * Debut album with The A Team * Debut solo album * Music videos * Feature film songs * 3 TV shows * Live concerts * Debut YouTube show Thank you for the love, joy & memories to everyone (The list is gargantuan) Thank you family, friends & fans. Thank you god. Thank YOU for being a part of this wonderful journey. 25 years in & we are just getting started! Work hard, stay humble, spread love❤️🙏🏼

A post shared by Aditya Narayan (@adityanarayanofficial) on

આદિત્યે કહ્યું હતું કે તેના જીવનનો ઉદ્દેશ વધુમાં વધુ મ્યૂઝિક બનાવવાનો છે. તેને ટીવીમાં કામ કરવું ગમે છે પરંતુ ટીવીમાં કામ કરે છે તો તેને મ્યૂઝિક માટે સહેજ પણ સમય મળતો નથી. આથી જ તેણે ટીવીમાંથી છ મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. આ સમય દરમિયાન તે પોતાના ડેબ્યૂ આલ્બમ તથા મ્યૂઝિક વીડિયો પર ફોકસ કરશે. તેણે ત્રણ ટીવી શો સાઈન કરી લીધા છે. છ મહિના બાદ તે

ટીવી પર કમબેક કરશે.

નોંધનીય છે કે આદિત્યે ‘એક્સ ફેક્ટર ઈન્ડિયા’, ‘એન્ટરટેઈન્મેન્ટ કી રાત’, ‘રાઈઝિંગ સ્ટાર 3’, ‘કિચન ચેમ્પિયન’, ‘ઈન્ડિયન આઈડોલ 11’, ‘સારેગામાપા લિલ ચેમ્પસ’ તથા ‘સારેગામાપા’ જેવા શો હોસ્ટ કર્યાં છે. આદિત્ય ‘ફિઅર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 9’નો ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. આદિત્યે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘રામ-લીલા’ના સોંગ્સ ‘તતડ તતડ’ તથા ‘ઈશ્કિયા...’ ગાયા હતાં.

X
singer and actor Aditya Narayan announces six-month sabbatical from TV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી