વિવાદ / સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’નો વિનર બનતા યુઝર્સે જીતને ફિક્સ ગણાવી, સેલેબ્સે નારાજગી પ્રગટ કરી

Siddhartha Shukla wins 'Bigg Boss 13' celebs and users  as fans fight it out

Divyabhaskar.com

Feb 16, 2020, 12:14 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ’ની 13મી સિઝનનો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો છે. જોકે, સિદ્ધાર્થ શુક્લા વિનર બનતા જ વિવાદ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે સિદ્ધાર્થ શુક્લાની જીત પર વિરોધ ઉઠાવ્યો હતો અને મેકર્સ પર બાયસ્ડ હોવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં ‘બિગ બોસ’ની ક્રિએટિવ ટીમમાંથી એક મહિલા કર્મચારીએ સિદ્ધાર્થ શુક્લા વિજેતા બનતા રાજીનામુ આપી દીધું હતું.

ટ્વિટર પર સિદ્ધાર્થ શુક્લા વિરુદ્ધ અભિયાન
ટોપ 2માં સિદ્ધાર્થ શુક્લા તથા અસીમ રિયાઝ હતાં. સલમાન ખાને જ્યારે સિદ્ધાર્થ શુક્લાના નામની જાહેરાત કરી તો ટ્વિટર પર સિદ્ધાર્થની વિરુદ્ધમાં અને અસીમની ફેવરમાં ચાહકો ટ્વીટ્સ કરવા લાગ્યા. ટ્વિટર પર FixedWinnerSidharth, boycottcolorstv જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા હતાં. અનેક યુઝર્સે સિદ્ધાર્થ જીતતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાંક યુઝર્સે ફિનાલેને ફિક્સ્ડ ગણાવી હતી તો કેટલાંકને સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ના વિનર માટે યોગ્ય લાગ્યો નહીં. કેટલાંક યુઝર્સે એમ કહ્યું કે જો ‘બિગ બોસ’ જીતવું હોય તો કોઈની સાથે અફેર હોવું જોઈએ, ડ્રગ્સ લેવું જોઈએ, મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવું જોઈએ અને બીજા સ્પર્ધકો સાથે ઝઘડો કરતા રહેવું જોઈએ અને પોતાની ભૂલ પર ગમે તેવા તર્ક આપીને તેને યોગ્ય સાબિત કરતા આવડવું જોઈએ.

કેઆરકે તથા ગૌહર ખાને પણ નારાજગી વ્યક્ત કરી
માત્ર સામાન્ય લોકોએ જ નહીં પણ ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાન તથા ‘બિગ બોસ’ની પૂર્વ વિજેતા ગૌહર ખાન તથા પ્રિયંકા ચોપરાની કઝિન મીરા ચોપરાએ પણ સિદ્ધાર્થ શુક્લા વિનર બનતા નારાજગી પ્રગટ કરી હતી. કમાલ આર ખાને સિદ્ધાર્થ શુક્લાની જીત પછી એક ટ્વીટ કરી હતી અને તેમાં દાવો કર્યો હતો કે આ આખો શો સ્ક્રિપ્ટેડ હતો અને તેમણે 20 દિવસ પહેલાં જ સિદ્ધાર્થ શુક્લાની જીતની આગાહી કરી હતી. ગૌહર ખાને સિદ્ધાર્થ શુક્લા કે પછી મેકર્સ પર સીધી રીતે કોઈ પ્રહાર કર્યાં નહોતા પરંતુ અસીમના સમર્થનમાં ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે જીતવાની તમામ ખૂબીઓ અસીમમાં હતી.

રાજીનામુ આપ્યું
‘બિગ બોસ’માં સિદ્ધાર્થ શુક્લા વિનર બને તે પહેલાં જ કલર્સ ચેનલની એક મહિલા કર્મચારીએ ચેનલ પર ફિક્સ્ડ હોવાનો આરોપ લગાવીને રાજીનામુ આપી દીધું હતું. કલર્સની આ કર્મચારીએ ટ્વિટર પર ‘બિગ બોસ’ને લઈ એક પછી એક ઘણી ટ્વીટ કરી હતી. તેણે આ શોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું, ‘બિગ બોસ 13’ એક સ્ક્રિપ્ટેડ શો છે, જેમાં સિદ્ધાર્થ શુક્લા પહેલેથી ફિક્સ્ડ વિનર છે. ‘બિગ બોસ 13’ની ક્રિએટિવ તથા પ્રોગ્રામિંગ હેડ સિદ્ધાર્થની એક્સ ગર્લફ્રેન્ડ છે. શું હું હજી કંઈ વધારે જણાવું? આ ઉપરાંત તેણે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ચેનલમાંથી નોકરી છોડી દીધી છે. ચેનલના ક્રિએટિવ ડિપાર્ટમેન્ટની સાથે કામ કરીને સારો સમય પસાર કર્યો પરંતુ એક ફિક્સ્ડ શોનો હિસ્સો બનીને હું મારી જાતને માફ કરી શકું નહીં. ઓછા વોટ્સ હોવા છતાંય ચેનલ સિદ્ધાર્થ શુક્લાને વિનર બનાવવા ઈચ્છે છે. સોરી, હું આનો હિસ્સો બની શકું નહીં.

પ્રિયંકાની કઝિન બહેને સમર્થન આપ્યું
ચેનલ પર ફિક્સ્ડ હોવાના આરોપ પર મીરા ચોપરાએ પણ કર્મચારીનું સમર્થન કર્યું હતું, તેણે કહ્યું હતું, સૂત્રો દ્વારા આ વાત પહેલેથી ખબર હતી પરંતુ આ પ્રકારનું સ્ટેન્ડ તે લીધું, તારા પર ગર્વ છે. જે લોકો આટલો સમય અંદર રહ્યાં, તેમની સાથે અન્યાય થયો છે.

X
Siddhartha Shukla wins 'Bigg Boss 13' celebs and users  as fans fight it out

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી