તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટીવી પર ત્રણ વર્ષ બાદ પાછી ફરેલી શ્વેતા તિવારીએ કહ્યું, બાળકોના અભ્યાસ માટે પરત આવવું જરૂરી હતું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં ટીવી સિરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’માં ગુનીતના રોલમાં જોવા મળે છે. શ્વેતા ત્રણ વર્ષ બાદ ટીવી પર પાછી ફરી છે. આ ઉપરાંત  શ્વેતાએ ‘હમ તુમ એન્ડ ધેમ’થી ડિજીટલ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં એક્ટ્રેસ પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે શ્વેતા વર્ષ 2016માં આવેલી સિરિયલ ‘બેગુસરાય’માં છેલ્લે જોવા મળી હતી.

ઘર ચલાવવા માટે પરત આવી
શ્વેતાએ હાલમાં જ એક અંગ્રેજી અખબાર સાથે કમબેકને લઈ વાતચીત કરી હતી. શ્વેતાએ કહ્યું હતું કે ઘરમાં તે એક માત્ર કમાનારી સભ્ય છે. ઘરના ખર્ચ કાઢવા, બાળકોના અભ્યાસ માટે તેણે ટીવી પર કમબેક કરવું પડે તેમ હતું. આજકાલ બધું જ મોંઘું થઈ ગયું છે અને બચતથી આજકાલના ખર્ચા મેનેજ થઈ શકે તેમ નથી. તે બાળકોને જે જીવન આપવા માગે છે, તે માટે તેણે ઘરની બહાર નીકળવું જરૂરી છે અને સખ્ત મહેનત કરવી પડે તેમ છે. આથી જ તેણે ટીવી પર પરત ફરવાનો નિર્ણય લીધો હતો. 

સિરિયલના પ્રોડ્યૂસર્સ ઘણાં જ સારા છે
શ્વેતાએ સિરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’ના પ્રોડ્યૂસર્સને લઈને કહ્યું હતું કે તેઓ ઘણાં જ સપોર્ટિવ છે અને તેમણે તેના દીકરા રેયાંશ માટે અલગથી રૂમ પણ આપ્યો છે. 

દીકરી માતા બનવા તૈયાર નથી
શ્વેતાએ કહ્યું હતું કે તે માતા બનીને ઘણી જ ખુશ છે. જોકે, આજના સમયે ઘણાં લોકો સંતાનો ઈચ્છતા નથી. આજે ઘણાં યંગ કપલ પેરેન્ટ્સ બનવા તૈયાર નથી. આથી જ જ્યારે તેની દીકરી પલક તેને કહે કે તે માતા બનવા ઈચ્છતી નથી તો તેને જવાબમાં એટલું જ કહે છે કે કંઈ જ વાંધો નહીં. 

બીજું લગ્ન પણ નિષ્ફળ
રાજા તથા શ્વેતાએ 1999મા લગ્ન કર્યાં હતાં. જોકે, 2007મા બંનેએ ડિવોર્સ લઈ લીધા હતાં. આ લગ્નથી શ્વેતાને દીકરી પલક છે. ત્યારબાદ શ્વેતાએ અભિનવ સાથે વર્ષ 2013માં લગ્ન કર્યાં હતાં અને વર્ષ 2016માં દીકરા રેયાંશને જન્મ આપ્યો હતો. શ્વેતા તિવારીએ વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં બીજા પતિ અભિનવ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 A (સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ), 323 (જાણી જોઈને ઈજા પહોંચાડવી), 504 (જાણી જોઈને અપમાન કરવું), 506 (ધમકી આપવી) તથા 509 હેઠળ કેસ કર્યો હતો. પોલીસ ફરિયાદ બાદ શ્વેતાની દીકરી પલકે પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેના સાવકા પિતા તેને માર મારતા હતાં અને તેની પર અણછાજતી કમેન્ટ્સ કરતાં હતાં.

શ્વેતાએ બીજા પતિને ઝેરી ચેપ ગણાવ્યો હતો
નોંધનીય છે કે શ્વેતાએ પોતાના બીજા પતિને ઝેરી ચેપ ગણાવીને કહ્યું હતું કે તેના બીજા લગ્ન ચેપની જેમ તેને ઘણી જ દુઃખી કરી રહ્યાં હતાં. તેથી જ તેણે બીજા પતિથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. લોકો એમ વિચારી રહ્યાં છે કે તેના બીજા લગ્ન પણ ના ચાલ્યાં? જોકે, એ લોકોએ સમજવાની જરૂર છે કે તેનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું અને તેથી જ તેણે આમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો હતો. હવે, તે એકદમ સ્વસ્થ છે. તે માત્ર ખુશ હોવાનો દાવો નથી કરતી પરંતુ તે રિયલમાં ઘણી જ ખુશ છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો