વિવાદ / 9 વર્ષ પહેલાં રાજા ચૌધરીએ અભિનવને થપ્પડ મારી હતી; કહ્યું, તે સમયે દીકરી સાથે દુર્વ્યવહાર કર્યો હતો

shweta tiwari ex husband raja chaudhary spoke about abhinav kohli
X
shweta tiwari ex husband raja chaudhary spoke about abhinav kohli

Divyabhaskar.com

Aug 14, 2019, 04:50 PM IST

મુંબઈઃ શ્વેતા તિવારીએ પોતાના બીજા પતિ અભિનવ કોહલી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તો શ્વેતાની દીકરી પલકે પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેના સાવકા પિતા તેને માર મારતા હતાં અને તેની પર અણછાજતી કમેન્ટ્સ કરતાં હતાં. હવે, પલકના બાયોલોજીકલ પિતા તથા શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીએ આ અંગે વાત કરી હતી.

શું કહ્યું રાજા ચૌધરીએ?

1. 2009માં રાજા ચૌધરીએ અભિનવને તમાચો માર્યો હતો

રાજા ચૌધરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શ્વેતા જ્યારે ‘બિગ બોસ’ના ઘરમાં હતી ત્યારે તે (અભિનવ કોહલી) દીકરી પલક તથા તેની નાની સાથે રહેતો હતો. એકવાર જ્યારે તે દીકરીને મળવા ગયો ત્યારે અભિનવનો દીકરી પ્રત્યે ઘણો જ ખરાબ વ્યવહાર હતો. તે એક માલિકની જેમ તેને આદેશ આપતો હતો અને ઘણી જ ખરાબ રીતે જોતો હતો. આ જોઈને તેનું લોહી ઉકળી ગયું હતું અને તેણે અભિનવને ધમકાવ્યો હતો. આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. તેણે પોલીસ સ્ટેશનની બહાર અભિનવને તમાચો મારી દીધો હતો. તેણે પોલીસને એમ પણ કહ્યું હતું કે અભિનવ દીકરી સાથે દુર્વ્યવહાર કરે છે. જ્યારે શ્વેતા ‘બિગ બોસ’માંથી બહાર આવી ત્યારે અભિનવે ઘણી જ ખોટી રીતે આખી વાત કહી હતી.

2. શ્વેતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો

રાજા ચૌધરીને શ્વેતા તિવારીએ બીજા પતિ સામે પોલીસ ફરિયાદ કરી તે વાતની માહિતી મીડિયામાંથી મળી હતી. ત્યારબાદથી તેણે શ્વેતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 100થી પણ વધુવાર શ્વેતાને ફોન કર્યો હતો. જોકે, તેણે એક પણ કોલનો જવાબ આપ્યો નથી. આટલું જ નહીં તે તેના મેસેજનો પણ જવાબ આપતી નથી. વધુમાં રાજાએ કહ્યું હતું કે શ્વેતાએ તેના ફોનનો જવાબ તો આપવો જોઈએ. અંતે, પલક તેની પણ દીકરી છે. શ્વેતા હંમેશાથી આવી જ રહી છે. તેની અને પલક વચ્ચે તે એક દીવાલની જેમ છે. 2007થી જ્યારથી તેમના ડિવોર્સ થયા છે, ત્યારથી શ્વેતાએ ક્યારેય ઠીકથી જવાબ આપ્યો નથી.

3. શ્વેતાનો અભિનવ સાથેના લગ્ન કરવાનો નિર્ણય ખોટો

રાજાને પૂછવામાં આવ્યું કે અભિનવને કારણે તેના તથા શ્વેતાના સંબંધોમાં મુશ્કેલી આવી? તો તેના જવાબમાં રાજાએ કહ્યું હતું કે અભિનવ એક એવો વ્યક્તિ છે, જે મુશ્કેલીમાં કે ઉદાસ હોય તેવી મહિલાઓને મદદ કરે છે. અભિનવે શ્વેતાને કહી રાખ્યું હતું કે રાજાને તેની દીકરી સાથે મળવા ના દેતી. શ્વેતા પર અભિનવનો ઘેરો પ્રભાવ હતો. તે શ્વેતાને ડિવોર્સ માટે પણ ગાઈડ કરતો હતો. શ્વેતાના અભિનવ સાથે લગ્ન કરવાના નિર્ણયને રાજાએ ખોટો ગણાવ્યો હતો.

4. અભિનવને જામીન મળ્યાં

રવિવાર (11 ઓગસ્ટ) બપોરે શ્વેતાએ પતિ અભિનવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે અભિનવની ધરપકડ કરી હતી. બીજા દિવસે અભિનવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે, અભિનવને જામીન મળી ગયા છે.

5. રાજા, અભિનવના વર્તનથી ગુસ્સામાં છે

રાજા ચૌધરીએ દીકરીને મેસેજ કર્યો હતો અને પલકે કહ્યું હતું કે ચિંતાની કોઈ વાત નથી અને તે ઠીક છે. અભિનવના વર્તનથી રાજા ઘણો જ ગુસ્સામાં છે. તેણે કહ્યું હતું કે જો આ બાબત તેના હાથમાં હોત તો તે અભિનવને મારી જ નાખત. તે અત્યારે ઘણો જ લાચાર છે. તેની દીકરી મુશ્કેલ સમયમાં છે અને તે તેના માટે સ્ટેન્ડ પણ લઈ શકે તેમ નથી.

6. 1999માં રાજાએ શ્વેતા સાથે લગ્ન કર્યાં હતાં

ઉલ્લેખનીય છે કે રાજા તથા શ્વેતાએ 1999માં લગ્ન કર્યાં હતાં. જોકે, 2007માં બંનેએ ડિવોર્સ લઈ લીધા હતાં. આ લગ્નથી શ્વેતાને એક દીકરી છે. ત્યારબાદ શ્વેતાએ અભિનવ સાથે વર્ષ 2013માં લગ્ન કર્યાં હતાં અને વર્ષ 2016માં દીકરા રેયાંશને જન્મ આપ્યો હતો. શ્વેતાએ અભિનવ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 A (સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ), 323 (જાણી જોઈને ઈજા પહોંચાડવી), 504 (જાણી જોઈને અપમાન કરવું), 506 (ધમકી આપવી) તથા 509 હેઠળ કેસ કર્યો છે. શ્વેતાએ પતિ પર આરોપ મૂક્યો છે કે અભિનવ પલકને માર મારે છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, ગંદી ગાળો આપે છે અને અશ્લીલ કમેન્ટ્સ પણ કરે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી