સેલેબ લાઈફ / ટીવી એક્ટર રામ કપૂરનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન, ઓળખવો પણ મુશ્કેલ બન્યો

Shocking Transformation of TV Actor Ram Kapoor

Divyabhaskar.com

Jul 09, 2019, 01:40 PM IST

મુંબઈઃ ટીવી તથા બોલિવૂડ એક્ટર રામ કપૂર ટીવી સિરિયલ્સ 'બડે અચ્છે લગતે હૈં' તથા 'કસમ સે'થી જાણીતો બન્યો છે. હાલમાં જ રામ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેના ન્યૂ લુકની તસવીરો પોસ્ટ કરી હતી. રામ કપૂરની આ તસવીરો જોઈને ચાહકો તથા સેલેબ્સને નવાઈ લાગી હતી. આ તસવીરોમાં રામ કપૂરને ઓળખવો મુશ્કેલ થઈ ગયો હતો. આ તસવીરમાં રામ કપૂર ઘણો જ પાતળો લાગે છે. ઉલ્લેખનીય છે કે રામ કપૂર છેલ્લે 2018માં ફિલ્મ 'લવયાત્રિ'માં જોવા મળ્યો હતો.

ઈન્સ્ટાગ્રામમાં તસવીરો શૅર કરી
રામ કપૂરે તસવીરો શૅર કરીને કેપ્શન આપ્યું હતું, 'Wassssup peeps!! Long time no see.' રામ કપૂરની આ પોસ્ટ પર તેની પત્ની તથા ટીવી એક્ટ્રેસ ગૌતમી કપૂરે કમેન્ટ કરી હતી, 'HOTTTTTIE'

Wassssup peeps!! Long time no see

A post shared by Ram Kapoor (@iamramkapoor) on

2017માં પણ જીમની તસવીરો શૅર કરી હતી
46 વર્ષીય રામ કપૂરે પહેલી વાર ચાહકોને આ રીતે સરપ્રાઇઝ આપી નથી. આ પહેલાં 2017માં રામ કપૂરે જીમમાં વર્કઆઉટ કરતી તસવીરો શૅર કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. રામ કપૂર છેલ્લાં ત્રણ વર્ષથી જીમમાં જાય છે અને તેણે ધીમે-ધીમે પોતાનું વજન ઉતાર્યું છે. રામ કપૂરનું ટ્રાન્સફોર્મેશન ચાહકો માટે પ્રેરણાદાયી છે. ચાહકોને રામ કપૂરનો નવો લુક ઘણો જ પસંદ આવ્યો છે અને તે ટીવી પર ક્યારે કામબેક કરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

બાળકો માટે વજન ઉતાર્યું
રામ કપૂરે વજન ઉતારવા અંગે કહ્યું હતું કે તે બાળકો માટે હેલ્ધી થઈ રહ્યો છે. તે યુવાન દેખાવવા માટે વજન ઉતારતો નથી. એક ઈન્ટરવ્યૂમાં રામ કપૂરે ચાહકોનો આભાર માન્યો હતો કે તેમણે તે જેવો છે, તેવી જ રીતે સ્વીકાર્યો છે. રામ કપૂરે ઈન્ટરવ્યૂમાં એ પણ સ્વીકાર્યું હતું કે તેણે દીકરી માટે સ્મોકિંગ છોડી દીધું હતું.

X
Shocking Transformation of TV Actor Ram Kapoor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી