તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શાહરુખે કહ્યું, તે સમયે મારી પાસે માત્ર લસ્સી ખરીદાય તેટલાં જ પૈસા હતાં અને તેમાં માખી પડેલી હોવા છતાંય હું પી ગયો હતો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ શાહરુખ ખાને ‘ઝીરો’ બાદ એક પણ ફિલ્મ સાઈન કરી નથી પરંતુ તે અવાર-નવાર પ્રોગ્રામ્સમાં જોવા મળતો હોય છે. હાલમાં જ શાહરુખ ખાન ડિરેક્ટર-કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ 5’માં આવ્યો હતો.

માખી પડેલી લસ્સી પીધી
શાહરુખ ખાન 26 જાન્યુઆરીના સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે. શોમાં શાહરુખે તાજ મહેલની પહેલી મુલાકાતને વાગોળી હતી. આ સમયે તેનો પગાર 50 રૂપિયા હતો. શાહરુખ ખાને કહ્યું હતું કે ટ્રેનમાં જવામાં જ પૈસા ખર્ચાઈ ગયા હતાં અને જે પૈસા હતાં તેમાંથી માત્ર ‘પિંક લસ્સી’ જ આવી શકે તેમ હતી. આ લસ્સીમાં માખી પડેલી હતી પરંતુ તેમ છતાંય તેણે આ લસ્સી પીધી હતી અને પછી પરત ફરતા સમયે તેને સતત ઊલટી થઈ હતી.

શાહરુખ ખાન વ્હાઈટ પઠાણીમાં જોવા મળ્યો
શાહરુખ ખાન વ્હાઈટ પઠાણી તથા ધોતી પેન્ટમાં જોવા મળ્યો હતો. તેણે બ્રાઉન બુટ પહેર્યાં હતાં. શાહરુખ ખાને તાજ મહેલના કટ આઉટ આગળ પોઝ આપ્યા હતાં. 

શોમાં 20 મિનિટનું પર્ફોર્મન્સ
શાહરુખ ખાને ‘ડાન્સ પ્લસ 5’માં 20 મિનિટનું ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેણે ‘આઈ એમ ધ બેસ્ટ’ (ફિર ભી દિલ હૈં હિન્દુસ્તાની), ‘યે દિલ દિવાના’ (પરદેશ), ‘છૈય્યા છૈય્યા’ (દિલ સે), ‘છમ્મક છલ્લો’ (રા. વન) સહિત પોતાની ફિલ્મ્સના ગીતો પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. 

અંતે આ વાત કહી
અંતમાં શાહરુખ ખાન ઘણો જ ઈમોશનલ થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તે 95 વર્ષનો થશે ત્યારે પણ ટ્રેનની ઉપર વ્હીલચેરમાં બેસીને ‘છૈય્યા છૈય્યા’ ગીત પર ડાન્સ કરતો હશે. તે પોતાની સાથે રેમોને લાવવાનું ભૂલશે નહીં. 

એક્ટરને બદલે પ્રોડ્યૂસર તરીકે વધુ જોવા મળે છે
શાહરુખ ખાન હાલમાં એક્ટરને બદલે પ્રોડ્યૂસર તરીકે વધુ જોવા મળે છે. તેની હોમ પ્રોડક્શન કંપની રેડ ચિલીઝે નેટફ્લિક્સ માટે ‘બાર્ડ ઓફ બ્લડ’ બનાવી હતી. હવે, ‘ક્લાસ ઓફ 83’ બનાવે છે. આ ઉપરાંત ફિલ્મ ‘બદલા’ સફળ થયા બાદ હવે નવી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં જોવા મળશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો